________________
૨૩૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર
લોકોત્તર સમતા કોનામાં ?
ગાથા-૨
અવતરણિકા :
જે સામ્યયોગ એટલે કે સમતાયોગ કોઈપણ પ્રકારની પીડા વગર મોશે પહોંચાડી શકે છે, તે સામ્યયોગને કોણ પ્રાપ્ત કરી શકે ? આવી જિજ્ઞાસાને સંતોષવા ગ્રંથકારશ્રી જણાવે છે - શ્લોક :
आत्मप्रवृत्तावतिजागरूकः, परप्रवृत्तौ बधिरान्धमूकः । सदा चिदानन्दपदोपयोगी, लोकोत्तरं साम्यमुपैति योगी ||२||
શબ્દાર્થ :
છે. માત્મપ્રવૃત્ત તિની સ્વ: – આત્મા સંબંધી પ્રવૃત્તિમાં અત્યંત જાગૃત ૨ પરપ્રવૃત્તો વધરાન્યમૂ: - પરપ્રવૃત્તિમાં બહેરા, આંધળા અને મૂંગા રૂ. સવા વિવાનન્તપવોપયોગી – સદા ચિદાનંદપદના - આત્મિક આનંદવાળા મોક્ષપદના ઉપયોગવાળા = સદા મોક્ષપદની પ્રાપ્તિ માટે ઉપયોગશીલ ૪. યોજી – એવા યોગી ૫/૬. ઢોકોત્તર સાણં ૩તિ- લોકોત્તર સામ્યને પ્રાપ્ત કરે છે. શ્લોકાર્થ :
આત્મહિતકર પ્રવૃત્તિમાં અત્યંત જાગૃત રહેતા, પર સંબંધી પ્રવૃત્તિ પ્રત્યે ઇં પોદ્ગલિક પ્રવૃત્તિ પ્રત્યે બહેરા, આંધળા અને મૂંગા બનેલા તથા શુદ્ધ ચૈતન્યના આનંદના સ્થાનભૂત મોક્ષપદને પામવા સદા ઉપયોગશીલ રહેતા યોગી લોકોત્તર સાયને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :
જે યોગી આત્મપ્રવૃત્તિમાં અર્થાત્ આત્માનું હિત કરે તેવી પંચાચારની ચારિમાને સાધવા અત્યંત અપ્રમત્ત રહે છે, પરપ્રવૃત્તિમાં અર્થાત્ આત્માનું અહિત કરે તેવી પૌલિક ભાવની દરેક પ્રવૃત્તિઓની ઉપેક્ષા કરે છે, મતલબ કે તે પ્રવૃત્તિઓ પ્રત્યે જે બહેરો, મૂંગો અને આંધળો બની જાય છે, અને તદુપરાંત આત્માના શુદ્ધ આનંદમય મોક્ષપદમાં જે દત્તચિત્ત હોય છે, તે યોગી લોકોત્તર સામ્યને પામે છે. વિશેષાર્થ :
આત્માને નિરાબાધપણે મોક્ષે પહોંચાડનાર સામ્યભાવ એ આધ્યાત્મિક ઉન્નતિનું એક અતિ મહત્ત્વપૂર્ણ અંગ છે, તેથી સાધનાની પ્રારંભિક ભૂમિકાથી માંડીને ઉચ્ચતમ અવસ્થા સુધીની દરેક કક્ષામાં જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ આદિ વિવિધ પ્રકારના અનુષ્ઠાનોની સફળતા રાગ-દ્વેષાદિના ભાવોને દૂર કરી ઉત્તરોત્તર વિશુદ્ધતર એવી સમતાને પ્રાપ્ત કરવામાં જ સમાયેલી છે. સમતાભાવ કહો કે સામ્યભાવ કહો બનેય એક જ છે. સમતા સામાન્ય રીતે બે પ્રકારની હોય છે : ૧. લોકિક સમતા અને ૨. લોકોત્તર સમતા.
શાંતિથી જીવન જીવી શકાય, માનસિક સ્વસ્થતાથી ભોગાદિ સુખો માણી શકાય તે માટે ઘણા સમજુ લોકો દરેક પરિસ્થિતિને ચલાવી લે છે, તેને સહજતાથી સ્વીકારી લે છે. જે ક્રોધાદિ ભાવો દ્વારા સ્વ-પરને સંક્લેશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org