________________
૨૨૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર
સમતાને સમજવી સહેલી છે, પરંતુ તેને સાધવી અતિ કપરી છે. પ્રભુવચનની અડગ શ્રદ્ધા, પ્રભુવચનનો આત્મસાત્ બનેલો તલસ્પર્શી બોધ અને પ્રભુવચનની અણિશુદ્ધ આચરણા કર્યા વિના સમતાની પ્રાપ્તિ એક સોહામણું સપનું જ રહે છે. સૂક્ષ્મબોધરૂપ જ્ઞાનયોગ અને સુંદર આચરણારૂપ ક્રિયાયોગ દ્વારા જ સામ્યયોગ સિદ્ધ થાય છે, તેથી એક અપેક્ષાએ વિચારીએ તો જ્ઞાનયોગ અને ક્રિયાયોગથી તે ભિન્ન છે. જ્યારે બીજી અપેક્ષાએ વિચારીએ તો જ્ઞાનયોગ પણ રાગાદિ - રહિત શુદ્ધબોધરૂપ છે. ક્રિયાયોગ પણ રાગાદિ - રહિત શુદ્ધવીર્યને સ્વરૂપ પ્રાગટ્યની દિશામાં પ્રવર્તાવવારૂપ છે અને સામ્યયોગ તો સ્પષ્ટપણે રાગાદિ દ્વન્દ્ર - રહિત નિર્ટન્દ્રભાવ સ્વરૂપ છે, તેથી આ રીતે સામ્યયોગ એ જ્ઞાનયોગ કે ક્રિયાયોગથી ભિન્ન નથી, પણ તેમાં સમાયેલો જ છે. આ સ્વરૂપે તો સામ્યયોગની પ્રાપ્તિમાં જ જ્ઞાનયોગ કે ક્રિયાયોગની સફળતા છે.
આમ સામ્યયોગ, જ્ઞાનયોગ અને ક્રિયાયોગથી કોઈક અપેક્ષાએ જુદો છે તો કોઈક અપેક્ષાએ એકરૂપ પણ છે. આથી જ જે મોક્ષમાર્ગને ગ્રંથકારશ્રીએ અપેક્ષાએ શાસ્ત્રયોગ, જ્ઞાનયોગ, ક્રિયાયોગ અને સામ્યયોગની શુદ્ધિસ્વરૂપે દર્શાવ્યો છે, તે જ મોક્ષમાર્ગને અન્ય અપેક્ષાએ જ્ઞાનક્રિયામ્યાં મોક્ષ:' એ સૂત્ર દ્વારા માત્ર જ્ઞાન અને ક્રિયાસ્વરૂપે પણ દર્શાવાયો છે. આગામોમાં ઠેર ઠેર મૃતધર્મ અને ચારિત્રધર્મરૂપે મોક્ષમાર્ગ બતાવાયો છે. તે પણ જ્ઞાન-ક્રિયારૂપ છે. આ રીતે જ્યાં
જ્યાં આત્મિક શદ્ધિનો માર્ગ જ્ઞાન-ક્રિયાસ્વરૂપે વર્ણવાયો છે ત્યાં ત્યાં સામ્યયોગ તે બન્નેથી ભિન્ન નહિ રહે. જ્ઞાનયોગ અને ક્રિયાયોગરૂપ જ સામ્યયોગ બની જશે.
ગ્રંથના આટલા પરિશીલન પરથી એટલું સ્પષ્ટ થઈ ચુક્યું છે કે, ચારે શુદ્ધિઓ પરસ્પર સંકળાયેલી છે, તેથી વ્યવહારનયની અપેક્ષાએ વિચારીએ તો જે અપુનબંધક કક્ષામાં “સંસારથી છૂટવાનો ઉપાય શું ?” આવી તાત્વિક જિજ્ઞાસાથી શાસ્ત્રયોગનો પ્રારંભ મનાય છે તે જ અપુનબંધક કક્ષામાં પ્રારંભિક જ્ઞાનયોગ, ક્રિયાયોગ અને સામ્યયોગ પણ સાથે જ રહેલા હોય છે. એક બીજા સાથે સુમેળ હોવાથી જ્ઞાનયોગ અને ક્રિયાયોગની જેમ સામ્યયોગ પણ અનેકવિધ તરતમતા ધરાવે છે; છતાં આ અધિકારમાં ગ્રંથકારે તે બીજરૂપ કે તેથી થોડા વિકસિત અંકુર, પ્રરોહ વગેરે સ્વરૂપ સામ્યયોગને મુખ્ય ન ગણતાં લગભગ સર્વ શ્લોકોમાં મુખ્યત્વે નિર્વિકલ્પ અવસ્થામાં કે અસંગ અનુષ્ઠાનના કાળમાં વર્તતા શ્રેષ્ઠ સામ્યભાવનું જ વર્ણન કર્યું હોય તેવું જણાય છે.
આજે આપણા માટે ભૌતિક સુખોની પરાકાષ્ઠાવાળું સ્વર્ગનું સુખ માણવું તે પણ બહુ દૂરની વાત છે અને ભૌતિક એક પણ પદાર્થ ન હોવા છતાં આત્મસાતું થતું મોક્ષનું સુખ માણવું તે તો અતિ અતિ દૂરની વાત છે; પરંતુ ચિત્તની
For Personal & Private Use Only
Jain Education International
www jainelibrary.org