________________
જ્ઞાન-ક્રિયા પ્રત્યે સમાન આદરથી જ મોક્ષપ્રાપ્તિ ગાથા-૪૨
જ્ઞાન-ક્રિયા પ્રત્યે સમાન આદરથી જ મોક્ષપ્રાપ્તિ
ગાથા - ૪૨-૪૩-૪૪
અવતરણિકા :
શ્લોક ૩૪ થી માંડી અત્યાર સુધી વિવિધ રીતે જ્ઞાન-ક્રિયાનો સમુચ્ચય દર્શાવ્યા પછી હવે જ્ઞાન અને ક્રિયાના સમુચ્ચયનું ફળ જણાવે છે
શ્લોક :
ज्ञानें चैव' क्रियायां' चॅ, युगपद्विहितादर: । द्रव्यभावविशुद्धः सन्, प्रयोत्येव परं पदम् ॥ ४२ ॥
૨૨૧
શબ્દાર્થ :
૧/૨. જ્ઞાને ઘ - જ્ઞાનમાં ૩/૪. ક્રિયાયાં હૈં - અને ક્રિયામાં /૬. યુપદ્ધિહિતાવર: વ - જેણે એકી સાથે આદર ધારણ કર્યો છે = એકી સાથે યત્ન કરવાવાળો જ ૭. દ્રવ્યમાવિશુદ્ધ: સન્ - દ્રવ્ય અને ભાવથી વિશુદ્ધ થતો ૮/૧. પરં પવમ્ - પરમપદને ૧૦/૧૧. પ્રયાતિ વ - પામે જ છે.
શ્લોકાર્થ :
Jain Education International
જ્ઞાન અને ક્રિયામાં એકી સાથે યત્ન કરવાવાળો વ્યક્તિ જ દ્રવ્ય અને ભાવથી શુદ્ધ થતો પરમપદને પામે જ છે. ભાવાર્થ :
જેઓ જ્ઞાન અને ક્રિયા બન્નેમાં એક સાથે યત્ન કરે છે, તેઓ સંવર અને નિર્જરા કરીને દ્રવ્યકર્મથી મુક્ત થવારૂપે દ્રવ્યશુદ્ધિ પ્રાપ્ત કરે છે અને જ્ઞાન-ક્રિયા દ્વારા મોહનો નાશ કરતાં તેઓ ભાવથી શુદ્ધ થાય છે. આ રીતે ઉત્તરોત્તર દ્રવ્ય અને ભાવ શુદ્ધિને સાધતાં તેઓ છેક મોક્ષ સુધી પહોંચી શકે છે.
વિશેષાર્થ :
શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવા માટે જ્ઞાન અને ક્રિયામાં એક સરખો આદર અને એક સરખો યત્ન હોવો અત્યંત જરૂરી છે. આવા આદરવાળા સાચા અર્થમાં એકમાત્ર મુનિઓ હોય છે. ગ્રહણશિક્ષા મેળવવા દ્વારા તેઓ જ્ઞાનમાં પ્રયત્નશીલ રહે છે, તો આસેવનશિક્ષા દ્વારા તેઓ ક્રિયામાં પ્રયત્નશીલ રહે છે. તેમનું શાસ્ત્રજ્ઞાન તેમને આત્મા અને તેના દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણોનો બોધ કરાવે છે, તો ક્રિયા તેમને પરભાવથી નિવૃત્ત કરી આત્મિક ગુણોમાં સ્થિર કરે છે.
પ્રારંભિક કક્ષાના મુનિ ભગવંતો જ્ઞાનને અનુસાર પ્રવૃત્તિ ક૨વા યત્ન કરે છે, તો પણ કષાયો ક્યારેક તેમાં વિઘ્ન કરે છે, ત્યારે જ્ઞાન હોવા છતાં ક્રિયામાં ઊણપ દેખાય છે, પરંતુ મહાસાત્ત્વિક મુનિ ભગવંતો તો કષાયાદિને આધીન થયા વિના પ્રભુ આજ્ઞા અનુસાર સંયમનું પાલન કરે છે. ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરતાં તેમનો મોહ નબળો પડે છે, તે કારણથી તેઓની ક્રિયાઓમાં વધુ સૂક્ષ્મતા આવે છે. જેના પરિણામે સૂક્ષ્મ પણ કષાયો નાશ પામે છે અને તેઓ ભાવથી વિશુદ્ધ વિશુદ્ધતર બનતા જાય છે. સાથોસાથ તેમના દ્રવ્ય કર્મોનો પણ નાશ થાય છે.
For Personal & Private Use Only
www.ahir ludhary.org/