________________
૨૨૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
શક્તિઓ પ્રગટવાને કારણે આ મહાત્માઓ ગૌતમ આદિ મહામુનિઓની જેમ ચોતરફ પ્રસિદ્ધિ પામે છે.
આત્મિક આનંદની અનુભૂતિપૂર્વકના જ્ઞાનયોગ અને ક્રિયાયોગની આરાધનાથી યોગી સ્થિતપ્રજ્ઞભાવને પ્રાપ્ત કરે છે. રાગ-દ્વેષ પ્રેરક કોઈપણ નિમિત્ત ઊભા થાય તોપણ આ મહાત્મા ક્રોધાદિને આધીન થતા નથી. તદુપરાંત ભય, શોક, જુગુપ્સા, હાસ્ય, રતિ, અરતિ આદિ નોકષાયો કે અજ્ઞાન, નિદ્રા આદિ પ્રમાદને પણ આવા યોગીઓના ચિત્તમાં કોઈ સ્થાન મળતું નથી
પ્રમાદ આદિથી મુક્ત હોવાને કારણે આ મહાત્માઓની મુદ્રા શુદ્ધ હોય છે અર્થાત્ તેઓ સૌમ્ય આકૃતિ ધરાવતા હોય છે, તેમનું મુખ સદા સુપ્રસન્ન હોય છે, નેત્રો નિર્વિકારી હોય છે, વાણી ગંભીર હોય છે, ચાલ ધીરતા ભરેલી હોય છે, તેમની એકપણ પ્રવૃત્તિ કાષાયિક ભાવોથી ખરડાયેલી હોતી નથી. કહેવાય છે કે કોટરમાં અગ્નિ બળતો હોય તો વૃક્ષ ક્યારેય પણ લીલુંછમ રહી શકતું નથી. તેમ અંદરમાં કષાયાદિ દોષો પડ્યા હોય તો તે બોલચાલમાં વર્તાયા વિના રહેતા નથી. જ્ઞાન-ક્રિયામાં મગ્ન આ મહાત્માના કષાયો શાંત થઈ જવાના કારણે જ તેમની મુદ્રા શાંત-પ્રશાંત અને સૌમ્યભાવથી યુક્ત હોય છે.
આ યોગીઓનો પુણ્યપ્રભાવ પણ પ્રબળ કોટિનો હોય છે અને કષાયોથી પર હોવાને કારણે તેમનું સર્વત્ર ઔચિત્ય પણ અજોડ કોટિનું હોય છે, જેના કારણે તેમનો યશ દિગ-દિગંત સુધી ફેલાયેલો હોય છે. યશ-કીર્તિ માટે તેઓ ક્યારે પણ યત્ન કરતાં નથી. કોઈ પોતાની યશોગાથા ગાય તેવું ઇચ્છતા પણ ન એટલે કે યશરૂપી લક્ષ્મી તેમનો છેડો છોડતી નથી, તેમની સાથે ને સાથે જ રહે છે. “પ્રશ:શ્રી’ શબ્દના પ્રયોગ દ્વારા ગ્રંથકારશ્રીએ પૂર્વના અધિકારની જેમ અહીં પણ પોતાના નામનો ઉલ્લેખ કર્યો છે.
સન્શાસ્ત્રના અભ્યાસથી પણ આગળ વધી જેઓએ અનુભવજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને ક્રિયાયોગની સાધના દ્વારા જેઓ મોક્ષમાર્ગને સ્પષ્ટપણે જાણે છે અને માણે છે તેવા આ મહાપુરુષોની કરુણા પણ ન કલ્પી શકાય તેવી છે. જે પરવાદીઓ મિથ્યાભિમાનવાળા છે, કુયુક્તિઓ દ્વારા જેઓ ભોળા લોકોને ભરમાવી ઉન્માર્ગે લઈ જઈ રહ્યા છે તેવા પરવાદીઓને આ યોગીઓ સામેથી આહ્વાન કરી તેમની કુયુક્તિઓને કચડી નાંખે છે અને સુયુક્તિઓનું સ્થાપન કરે છે. તે દ્વારા તેઓ મુગ્ધ જીવોને ઉન્માર્ગથી ઉગારે છે અને તેમને સન્માર્ગમાં સ્થાપીને પરમ સુખનો માર્ગ ચીંધી અનંત સુખના સ્વામી બનાવે છે.
આવા અનેક વિશિષ્ટ ગુણોના કારણે જ આ યોગીઓ બાહ્યશત્રુરૂપ પરવાદી આદિને જીતીને બાહ્ય જગતમાં વિજયની વરમાળા વરે છે તથા કાષાયિકભાવરૂપ આંતર શત્રુઓને જીતીને આંતરિક દુનિયામાં વિજયવંતા બને છે.
જ્ઞાન અને ક્રિયાના સંયોગવાળા મુનિઓ' ન કહેતાં ક્રિયા અને જ્ઞાનના સંયોગવાળા મુનિઓ આવા ગુણોથી યુક્ત છે તેમ કહેવા દ્વારા “ક્રિયાયોગશુદ્ધિ' નામના આ અધિકારમાં ગ્રંથકારશ્રીએ ક્રિયાની મહત્તા પણ જણાવી અને સાથોસાથ સમતાદિ ગુણોનો આનંદ જેમણે માણવો હોય તેમણે સમ્યગુજ્ઞાન અને સમ્મક્રિયામાં યત્ન કરવો જોઈએ તેવો નિર્દેશ પણ કર્યો. //૪૩-૪૪ો
।। इति अध्यात्मोपनिषत्प्रकरणे क्रियायोगशुद्धिनामा तृतीयोऽधिकारः ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org