________________
૨૧૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર તો જ તેનાથી બચી શકાય છે. તેવી જ રીતે રાગાદિ ભાવો આત્મા માટે હાનિકારક છે એવું જાણ્યા પછી રાગના નિમિત્તોથી દૂર રહેવારૂપ ક્રિયા કરવામાં ન આવે તો રાગાદિ ભાવોથી બચી પણ શકાતું નથી.
આ બધી વાતોથી સ્પષ્ટ થાય છે કે હેય-ઉપાદેયનું જ્ઞાન પણ વાસ્તવિક ત્યારે જ કહેવાય કે જ્યારે તે હેયથી નિવૃત્તિ અને ઉપાદેય તરફ પ્રવૃત્તિ કરાવે. તે સિવાય તે જ્ઞાન સાચા અર્થમાં જ્ઞાન જ નથી, આમ છતાં કોઈ નિષ્ક્રિય વ્યક્તિ એમ કહેતો હોય કે અમારામાં તો આત્માનું જ્ઞાન છે અને અમે તેનાથી જ તરી જઈશું. તો કહેવું પડે કે બિચારો સાવ અજ્ઞાની છે, કેમકે તે જ્ઞાનને અનુસાર ક્રિયા કરતો નથી અને ક્રિયા વગરનું તેનું જ્ઞાન તે સાચા અર્થમાં જ્ઞાન જ નથી, તેથી તેનામાં ક્રિયા પણ નથી અને જ્ઞાન પણ નથી. આવો ઉભયભ્રષ્ટ શેનાથી તરશે ?
આમ ક્રિયાનો લોપ કરનારા આ આધ્યાત્મિક કહેવાતા લોકોમાં જ્ઞાન અને ક્રિયા ઉભયસ્વરૂપ જે મોક્ષમાર્ગ છે તેનો અંશ પણ નથી, તેઓને આસ્તિક પણ કેવી રીતે કહેવાય ? મોક્ષની ઇચ્છા હોવા છતાં તેઓને મોક્ષના ઉપાયરૂપ તપ, સંયમ આદિ ક્રિયાઓ પ્રત્યે અરુચિ છે. જેને ઉપાયની અરુચિ હોય તેને ઉપેય એવા મોક્ષ પ્રત્યે શ્રદ્ધા છે તે કેવી રીતે માની શકાય ? જ્યાં મોક્ષમાર્ગની રુચિ નથી ત્યાં મોક્ષની કે શુદ્ધ આત્માની રુચિ છે તેવું પણ કેવી રીતે કહેવાય ? આથી આવા મોક્ષમાર્ગ પ્રત્યે અરુચિ અને અશ્રદ્ધાવાળા આત્માઓ નિ:સંશય નાસ્તિક જ છે. [૩૮]
અવતરણિકા :
જ્ઞાનમાત્રમાં અભિમાની એવા નાસ્તિકો પોતે તો જ્ઞાન-ક્રિયા ઉભયથી ભ્રષ્ટ છે; તે વાત જણાવી હવે તેઓ અન્યને પણ કઈ રીતે માર્ગથી ભ્રષ્ટ કરે છે, તે જણાવતા કહે છે. શ્લોક :
ज्ञानोत्पत्ति समुद्भाव्य कामादीनन्यदृष्टितः ।
अपहृवानोकेभ्यो, नास्तिकैर्वञ्चितं जगत् ||३९]] શબ્દાર્થ :
9. જ્ઞાનોત્પત્તિ - જ્ઞાનોત્પત્તિને ૨. સમુદ્રવ્ય - પ્રકાશિત કરીને રૂ. ૩ન્યવૃતિઃ - અન્ય દૃષ્ટિ દ્વારા = જુદો દૃષ્ટિકોણ રજુ કરીને ૪૬. શ્રેમ્ય: કામરીન - લોકોથી કામાદિને ૬/૭. સપનુવા: નાસ્તિ: - છૂપાવતા એવા નાસ્તિકો વડે ૮. નાસ્ વચિતં - જગત ઠગાયું છે. શ્લોકાર્થ :
પોતાને જ્ઞાન ઉત્પન થયું છે એવું પ્રકાશિત કરીને નાસ્તિકો એક જુદો જ દૃષ્ટિકોણ રજુ કરી લોકોથી કામાદિને છુપાવીને જગતને છેતરે છે. ભાવાર્થ :
જ્ઞાનમાત્રથી રાગ-દ્વેષાદિ આત્મિક દોષોને દૂર કરી શકાય એવું માનનારા નાસ્તિકો લોકોને કહે છે કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org