________________
૨૧૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર ક્રિયાની ઉપેક્ષા કરતા જ્ઞાનીઓની નાસ્તિકતા
ગાથા-૩૮-૩૯ અવતરણિકા :
છદ્મસ્થની જેમ કેવળજ્ઞાની પણ જ્ઞાન અને ક્રિયા ઉભય દ્વારા સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે. તે વાત વર્ણવી હવે જેઓ માત્ર જ્ઞાનનો આગ્રહ રાખનારા છે, તેઓ કેવા છે અને એ લોકોની કેવી હાલત છે, તે દર્શાવતાં ગ્રંથકારશ્રી કહે છેશ્લોક :
तेनं ये क्रिययाँ मुक्ता, ज्ञानमात्राभिमानिनः ।
ते भ्रष्टा ज्ञानकर्मभ्यां नास्तिको नात्र संशयः ॥३८॥ શબ્દાર્થ :
. તેન - તે કારણથી = (જ્ઞાન-ક્રિયાનો સમુચ્ચય જ મોક્ષનું કારણ છે પણ એકલું જ્ઞાન કર્મક્ષય કરી શકતું નથી; તે કારણથી) ૨/૩/૪. જે ક્રિયા મુક્તા: - જેઓ ક્રિયાથી રહિત છે (અને) ૫. જ્ઞાનમાત્રામમનનઃ - જ્ઞાનમાત્રમાં અભિમાની છે ૬/૭/૮.તે જ્ઞાનર્મપ્યાં પ્રણT: - તેઓ જ્ઞાન અને ક્રિયા ઉભયથી ભ્રષ્ટ થયેલા છે. નાસ્તિક: - નાસ્તિકો છે, ૨૦/૧૨/૨૨. અત્ર સંશય: ન - તેમાં કોઈ સંશય નથી.
શ્લોકાર્થ :
(એકલું જ્ઞાન કર્મનાશ કરવા અસમર્થ છે પણ જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચય જ કર્મક્ષય કરવા સમર્થ છે) તે કારણથી જેઓ ક્રિયાથી રહિત છે અને જ્ઞાનમાત્રના અભિમાની છે. તેઓ જ્ઞાન અને ક્રિયાથી ભ્રષ્ટ થયેલા નાસ્તિકો જ છે, તેમાં કોઈ સંશય નથી. ભાવાર્થ :
જ્ઞાન અને ક્રિયા બન્ને સાથે હોય તો જ કર્મોનો નાશ કરી, મોક્ષના મહાઆનંદને માણી શકાય છે, આથી જ્ઞાન અને ક્રિયા અને સમાન રીતે જ મોક્ષના સાધન છે. આમ છતાં જેઓ “મોક્ષ માટે ક્રિયાની જરૂર નથી માત્ર જ્ઞાનની જરૂર છે તેવું માને છે, તેઓ ક્રિયાથી તો ભ્રષ્ટ છે જ, પરંતુ ક્રિયા વિનાનું જ્ઞાન પણ ફળ ન આપતું હોવાથી તેઓ જ્ઞાનથી પણ ભ્રષ્ટ થાય છે. ક્રિયાનો અપલોપ કરનારા આવા લોકો મોક્ષ માનવા છતાં તેના ઉપાયને નથી માનતા, તેથી તેઓ નાસ્તિક છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. વિશેષાર્થ :
પાશ્ચાત્ય વિચારણાઓથી પ્રભાવિત થઈ આજનો મોટાભાગનો ફિલસૂફી વિચારણા કરનારો વર્ગ તો એવી માન્યતા ધરાવે જ છે કે, આધ્યાત્મિક ઉન્નતિમાં તપ, જપ, યમ, નિયમ આદિ ક્રિયાઓની કોઈ જરૂર જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org