________________
૨૦૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
સાયિકજ્ઞાન - ક્રિયામાં પણ સમુચ્ચયવાદ
ગાથા-૩૬-૩૭
અવતરણિકા :
છદ્મસ્થ અવસ્થામાં તો જ્ઞાન-ક્રિયાનો સમુચ્ચયવાદ દેખાય છે; પરંતુ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ આ બન્નેનો સમુચ્ચય જ સફળ થાય છે તે હવે જણાવે છેશ્લોક :
या छानस्थिके ज्ञानकर्मणी सहकृ(ग)त्वरे । क्षायिक अपि विज्ञेये, तथैवं मतिशालिभिः ॥३६॥ सम्प्राप्तकेवलज्ञाना, अपि यज्जिनपुङ्गवाः ।
क्रियां योगनिरोधाख्या, कृत्वा सिद्ध्यन्ति नान्यथा ||३७|| શબ્દાર્થ :
9. યથા - જે પ્રમાણે ર/૩/૪, છાસ્થિ જ્ઞાનર્મળા સદનૃત્વરે - છાઘસ્થિક એવા જ્ઞાન અને ક્રિયા સાથે ચાલવાના સ્વભાવવાળા છે બ/૬/૭, તર્થવ ક્ષાવિ ઉપ - તે પ્રમાણે જ ક્ષાયિક (જ્ઞાન અને ક્રિયા પણ) (સાથે ચાલનારા છે, એમ) ૮. મતિશામ: - બુદ્ધિશાળીઓ વડે ૧. વિરે જાણવા યોગ્ય છે, ૧૦. યર્ - કારણ કે, 99, સમ્રાપ્તવજ્ઞાન : - જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ છે ૧૨/૧રૂ. નિનપુકવા - એવા જિનવૃષભો પણ 9૪/૧૬. યોનિરોધાભાં શિયાં - યોગનિરોધ નામની ક્રિયા 9૬.
ત્વ - કરીને ૧૭. સિદ્ધત્તિ - સિદ્ધ થાય છે, ૧૮, નાન્યથી - અન્યથા નહિ. શ્લોકાર્થ | ભાવાર્થ :
જે પ્રમાણે છઘસ્થ અવસ્થામાં જ્ઞાન અને ક્રિયા સાથે ચાલનારા છે તે પ્રમાણે ક્ષાયિક જ્ઞાન અને ક્રિયા પણ સાથે જ રહે છે, તેમ બુદ્ધિશાળીઓએ જાણવું જોઈએ, કારણ કે કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય એવા જિનવૃષભો (જિનેશ્વરભગવંતો) પણ યોગનિરોધ નામની ક્રિયા કરીને સિદ્ધ થાય છે, તે સિવાય નહિ. વિશેષાર્થ :
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે જીવ છદ્મસ્થ હોય છે. આ અવસ્થામાં તો સ્પષ્ટ છે કે જ્ઞાન સાથે ક્રિયાની જરૂર છે, તેથી શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ સાધક જો શાસ્ત્રાનુસારે દયા, દાન, તપ, ત્યાગ કે સંયમના વિવિધ અનુષ્ઠાનોમાં પ્રયત્ન કરે તો જ તે રાગાદિ દોષોનો નાશ કરી વૈરાગ્યાદિ ગુણોનો વિકાસ કરી શકે છે. આવા ગુણવિકાસ દ્વારા જ સાધક આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકે છે.
યોગમાર્ગે આગળ વધતાં જ્યારે રાગાદિ દોષોનો સમૂળ નાશ કરવા સમર્થ એવું પ્રાતિજજ્ઞાન પ્રગટે છે, ત્યારે પણ અપૂર્વકરણની ક્રિયા તેની સાથે સંકળાયેલી જ હોય છે, જેના દ્વારા સાધક મોહનીયાદિ સર્વ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાનને પ્રગટ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org