________________
૨૦૬
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. જ્યાં ક્રિયા હોય ત્યાં તેને પ્રવર્તાવે એવું જ્ઞાન હોય જ છે, જ્યાં જ્ઞાન હોય છે ત્યાં નાની-મોટી કોઈક ક્રિયા તો હાજર હોય જ છે.
સાધનાક્ષેત્રમાં જ્ઞાન તરીકે શ્રુતજ્ઞાન ગ્રહણ કરાય છે અને ક્રિયા તરીકે ચારિત્રમોહનીય અને વીર્યાન્તરાય આદિ કર્મના ક્ષયોપશમથી થતી ઉચિત પ્રવૃત્તિઓ ગ્રહણ કરાય છે. માત્ર શ્રુતજ્ઞાન પણ કર્મનાશ કરવા સમર્થ નથી અને સમ્યગૂજ્ઞાન વિનાની ક્રિયાઓ પણ કર્મનાશ કરી શકતી નથી, આથી જ શાસ્ત્રોક્ત ક્રિયા વગરનું નવપૂર્વનું જ્ઞાન હોય કે સમ્યગુજ્ઞાન વિનાનું અભવ્યનું નિરતિચાર ચારિત્ર હોય બેમાંથી એક પણ મોક્ષ આપવા સમર્થ નથી.
સાધનાનો જ્યાંથી પ્રારંભ થાય તે અપુનબંધક કક્ષાથી વિચારીએ તો ત્યાં સામાન્ય તત્ત્વની જિજ્ઞાસારૂપે જ્ઞાન હોય છે તો દ્રવ્યથી અભિગ્રહના પાલનરૂપ ક્રિયાઓ પણ હોય છે.
અવિરતસમ્યગુદૃષ્ટિ આદિમાં પણ જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચય હોય છે, છતાં ક્યારેક ઉપરછલ્લી દ્રષ્ટિએ પદાર્થનો વિચાર કરતાં એવું લાગે કે અવિરતસમ્યગ્દષ્ટિમાં સમ્યગુજ્ઞાન તો છે; પરંતુ તેમનામાં કોઈ ક્રિયા નથી. વાસ્તવમાં સમકિતીને પોતાના જ્ઞાનને અનુરૂપ યમ, નિયમ, તપ, સંયમ આદિ સમ્યમ્ ક્રિયાઓની તીવ્ર રૂચિ હોય છે, છતાં કર્મની પરાધીનતાના કારણે તે તેમાં પ્રવૃત્તિ કરી શકતા નથી, આમ છતાં રૂચિને અનુરૂપ સંયમીઓની ભક્તિ, વૈયાવચ્ચ પ્રભુભકિત આદિ અનુષ્ઠાનો કર્યા વિના તો તેઓ પણ રહેતા નથી, તેથી સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારીએ તો સમજી શકાય એવું છે કે અવિરતસમ્યદૃષ્ટિ જીવમાં પણ જ્ઞાન અને ક્રિયા બન્ને છે ત્યાં જ્ઞાનની પ્રધાનતા છે અને વિરતિરૂપ ક્રિયાની ગૌણતા છે, તોપણ બન્ને પરસ્પર તો સંકળાયેલા છે જ.
દેશવિરતિધર કે સર્વવિરતિધર મહાત્માઓ જ્યારે ક્રિયામાં યત્ન કરે છે ત્યારે મુખ્યરૂપે ક્રિયા વર્તે છે અને જ્યારે અધ્યયન-અધ્યાપન કરે છે ત્યારે મુખ્યરૂપે જ્ઞાન પ્રવર્તે છે. છતાં બન્ને સ્થાનમાં ગૌણરૂપે જ્ઞાન અને ક્રિયા હાજર હોય છે, કેમ કે તે ક્રિયા જ્ઞાનપૂર્વકની જ હોય છે અને તે જ્ઞાન વિરતિરૂપ ક્રિયાનું કારણ બને તેવું જ હોય છે.
ક્ષપકશ્રેણી પૂર્વે પ્રાતિજજ્ઞાન પ્રગટે ત્યારે જ્ઞાનની મુખ્યતા હોય છે, તો સામર્થ્યયોગકાળમાં ક્રિયાની મુખ્યતા હોય છે. સામર્થ્યયોગ દ્વારા જ્યારે કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે પુન: જ્ઞાનની મુખ્યતા હોય છે અને યોગનિરોધની ક્રિયાથી સર્વસંવર થાય છે, ત્યારે ક્રિયાયોગ મુખ્ય હોય છે.
આમ, યોગના પ્રારંભરૂપ અપુનબંધક કક્ષાથી લઈને છેક સિદ્ધ અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ક્રિયા સાથે જ્ઞાન અને જ્ઞાન સાથે ક્રિયા ગૌણ-મુખ્ય ભાવે પરસ્પર સંકળાયેલા જ હોય છે. જ્યાં થોડું પણ સમ્યગુજ્ઞાન હોય ત્યાં સમ્મક્રિયા અલ્પાંશે કે રુચિરૂપે તો હોય જ છે. જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ ક્રિયામાં વિશેષતા આવતી જાય છે. પરિણામે વૃદ્ધિ પામેલું જ્ઞાન જ યથાશક્તિ ક્રિયામાં પ્રવૃત્તિ કરાવે છે અને તે પ્રવૃત્તિથી વિશેષ કર્મનો ક્ષય થાય છે, જેનાથી વિશેષ જ્ઞાન પેદા થાય છે. આ રીતે એકબીજાની વૃદ્ધિમાં કારણ બનતાં તે બન્ને પરસ્પર સંકળાયેલા જ હોય છે.
આથી જ સર્વકર્મનો ક્ષય કરવાના વિષયમાં તે બન્નેનો સમુચ્ચયવાદ છે એટલે કે સ્યાદ્વાદ છે. જ્યાં એક બીજાથી નિરપેક્ષ જ્ઞાન કે ક્રિયા દેખાય ત્યાં એકાંતવાદ છે. આવા જ્ઞાન કે ક્રિયા સર્વકર્મનો ક્ષય કરવા સમર્થ નથી. આથી જ કહ્યું છે કે “જ્ઞાનક્રિયાપ્યાં મોક્ષ: ' ||૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org