________________
૨૦૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર ઉપયોગી બને છે, આમ જ્ઞાની જ્ઞાનધારા જ સર્વકર્મોને ભસ્મીભૂત કરી દે છે તેવું માનવું યોગ્ય નથી, પરંતુ ક્રિયાથી નાશ પામે તેવા કર્મોનો નાશ કરવા જ્ઞાનીને પણ ક્રિયાની આવશ્યક્તા રહે જ છે.
આ સંદર્ભમાં એટલું ધ્યાન રાખવું કે, પ્રારબ્ધ અદૃષ્ટ જ્ઞાનનાશ્ય નથી અને ઇતર જ્ઞાનનાશ્ય છે એવો ભેદ અથવા જ્ઞાનનાશ્ય કર્મ જુદા અને ક્રિયાનાશ્ય કર્મ જુદા એવો ભેદ જૈન સિદ્ધાંત અનુસાર નથી. જો કે જૈન શાસ્ત્રો પણ કર્મના અનેક ભેદ-પ્રભેદ સ્વીકારે છે, છતાં મુખ્યતયા તે એવું માને છે કે સર્વ પ્રકારના કર્મ જ્ઞાન અને ક્રિયા ઉભયથી નાશ પામે છે. કેમ કે જીવમાં પ્રવર્તતી જ્ઞાન અને વીર્યશક્તિ બન્ને કર્મબંધ અને કર્મનાશ બન્ને પ્રત્યે કારણભૂત બને છે, તેમાં જ્ઞાનશક્તિ પદાર્થનો બોધ કરાવે છે અને વીર્યશક્તિ બોધ અનુસાર મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ કરાવે છે. જ્યાં સુધી જીવ મોહને આધીન હોય છે ત્યાં સુધી આ બન્ને શક્તિઓ પૌદ્ગલિક ભાવમાં પ્રવર્તે છે. જેનાથી કર્મનો બંધ થાય છે, દોષો પુષ્ટ બને છે અને પરિણામે સંસારની ધારા અસ્મલિતપણે ચાલ્યા કરે છે.
મોહનીય કર્મ જ્યારે નબળું પડે છે ત્યારે આ જ્ઞાન અને વીર્ય શુદ્ધ શુદ્ધતર થતું જાય છે. શુદ્ધ થતાં જ્ઞાન અને વીર્ય પૌલિક ભાવોથી પાછા વળી, આત્મિક ભાવોમાં પ્રવર્તે છે, જેનાથી કર્મનો નાશ થાય છે, ગુણોનો વિકાસ થાય છે અને જીવ સંસારનો ઉચ્છેદ કરી આત્મિક સુખનો અનુભવ કરી શકે છે. આ બન્ને શક્તિઓ
જ્યારે સંપૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે સંપૂર્ણ શુદ્ધ આત્મભાવનું દર્શન થાય છે, અનંત જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે અને આત્મા પરમ સુખનો અનુભવ કરી શકે છે.
સારરૂપે એટલું ધ્યાનમાં રાખવું કે અશુદ્ધ પરિણતિથી બાંધેલા કર્મો શુદ્ધ જ્ઞાનની પરિણતિ પ્રાપ્ત થતાં છૂટવા લાગે છે. ઉપરાંત વીર્યની અશુદ્ધિના કારણે સાવદ્ય કે અનુચિત પ્રવૃત્તિઓથી બાંધેલા કર્મો વીર્યની શુદ્ધિપૂર્વક નિરવદ્ય અને ઉચિત પ્રવૃત્તિઓથી નાશ પામે છે. આમ છતાં જ્ઞાન અને વીર્યની ધારા એકબીજાથી સંકળાયેલી જ હોય છે, તેથી અમક કર્મ જ્ઞાન દ્વારા જ નાશ પામે અને અમુક કર્મો ક્રિયા દ્વારા જ નાશ પામે એવો વિભાગ ન પાડી શકાય, તેથી સર્વસંવર સાધી શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવા જ્ઞાન અને ક્રિયા ઉભયની આવશ્યક્તા છે. બન્નેમાં એકાંતે કોઈ મુખ્ય નથી અને કોઈ ગૌણ નથી. ક્યારેક જ્ઞાન મુખ્ય હોય છે તો ક્રિયા ગૌણ હોય છે; તો ક્યારેક ક્રિયા મુખ્ય હોય છે અને જ્ઞાન ગૌણ હોય છે. [૩૩il.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org