________________
ક્રિયાની બળવત્તા અંગે જ્ઞાનનય સાથે ચર્ચા - ગાથા-૨૩
૧૯૧ જ હોય એટલે કે અનાદિકાળથી આત્મા સાથે જોડાયેલી હોય, છતાં પણ યોગ્ય પ્રક્રિયા દ્વારા તેનું અસ્તિત્વ સદંતર નાબૂદ પણ થઈ શકે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી, તેથી તે નિશંક બની પ્રભુના ઉપકારી વચનો ઉપર શ્રદ્ધા રાખી તપ-સંયમ-ત્યાગ આદિની ઉચિત પ્રવૃત્તિઓમાં ઉદ્યમવાળો થા ! તારો યોગ્ય ઉદ્યમ જ તને એક દિવસ પરમાત્મપદ પ્રદાન કરશે.”
આસૂર-ઋષિના બે શ્લોકો દ્વારા ગ્રન્થકારની ક્રિયાનયને અનુસરતી જે વાત કે, જ્ઞાનીને પણ સંચિત અદૃષ્ટનો નાશ કરવા ક્રિયા જરૂરી છે, તે પુષ્ટ થાય છે. આગમમાં જણાવેલી ક્રિયાઓ આગંતુક મલ સમાન કર્મમલ(અસહજમલ દ્રવ્યમલ)નો તો નાશ કરે જ છે પણ ભાવલિ જે કર્મને બાંધવાની યોગ્યતા સમાન છે તેનો પણ નાશ કરે છે. આમ ક્રિયા કર્મનો નાશ કરીને સાધકને નિર્બન્ધ બનાવી સદા માટે સુખી બનાવી દે છે, તેથી ક્રિયા જ મુખ્ય છે જ્ઞાન નહીં. ll૨૧-૨૨/ અવતરણિકા :
શ્લોક ૨૦માં કહ્યું હતું કે ક્રિયાથી સંચિત કર્મનો નાશ થાય છે જ્યારે શ્લોક ૨૧-૨૨માં એમ જણાવ્યું કે ક્રિયાથી સહજમલનો નાશ થાય છે. ત્યાં શંકા થાય કે ક્રિયાથી સંચિત અદૃષ્ટનો નાશ થાય છે કે સહજમલનો ? આવી શંકા કોઈને ન થાય તે માટે સમાધાનરૂપે જ ગ્રંથકારશ્રી જુદા જુદા દર્શનને માન્ય કર્મના પર્યાયવાચી નામો જણાવે છેશ્લોક :
अविद्या च दिदृक्षा, च, भवबीजं च वासना ।
सहजं च मलें चेति, पर्यायाः कर्मणः स्मृताः ॥२३॥ શબ્દાર્થ :
9. વિદ્યા - અવિદ્યા ૨. વિક્ષા ૨ - દિક્ષા રૂ. મવવીનં ૨ - ભવબીજ ૪. વાસના - વાસના ૧/૬. સદનં ર મરું વ - અને સહજમલ ૭૮/. ત વર્ષvr: પર્યાયા: - એ પ્રમાણે કર્મના પર્યાયો ૧૦. કૃતા: - કહેવાયેલ છે. શ્લોકાર્થ | ભાવાર્થ : અવિદ્યા, દિદક્ષા, ભવબીજ, વાસના અને સહજમલ; આ દરેક કર્મના પર્યાયવાચી શબ્દો કહેવાયેલ છે.
શ્લોક ૧૯૭માં કર્મબન્ધની યોગ્યતાને ‘સાંસિદ્ધિકમલ' સ્વરૂપે વર્ણવી છે. જ્યારે કાત્રિશત્ કાત્રિશિકાની બારમી બત્રીસીની ગાથા૨૭માં જીવમાં વર્તતી યોગ અને કષાયની પરિણતિને ભાવમલસ્વરૂપે વર્ણવી છે. જીવમાં રહેલી આ કર્મબન્ધ કરવાની યોગ્યતા અનાદિકાળથી આત્મા સાથે રહેલી છે માટે તેને સહજ કહી છે અને એ આત્માનું સ્વરૂપ નથી માટે તે મલસ્વરૂપ છે. જ્યારે કર્મબન્ધ સ્વયં અનાદિથી નથી માટે તે અસહજ છે અને તે પણ આત્માનું સ્વરૂપ નથી માટે તે મલસ્વરૂપ છે, તેથી કર્મબન્ધની યોગ્યતા = સહજમલ જ્યારે કર્મબન્ધ = અસહજમલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org