________________
૨૦૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
અવતરણિકા :
વધુ એક યુક્તિ દર્શાવી વેદાન્તી પોતાના મતને સ્થાપન કરવા યત્ન કરે છે અને ગ્રંથકારશ્રી તેનું નિરાકરણ કરે છેશ્લોક :
स्वभावान्निरुपादानं, यदि विद्वत्तनुस्थितिः । તથપિ નિયમે, તને પુનિ વિદ્યતે” III
નોંધ : ‘સ્વભાવાનિરુપાદાના' આવો પાઠાંતર પણ મળે છે. શબ્દાર્થ :
9. નિરુપાનં - ઉપાદાન વગર ૨. વિદત્તનુસ્થિતિ: - વિદ્વાનના શરીરની સ્થિતિ રૂ/૪, ઢિ સ્વમવત્ - જો સ્વભાવથી (જ માનો) ૧/૬. તથાપિ તત્ર -તોપણ તે વિષયમાં = શરીરની સ્થિતિવિષયક ૭. શાસ્ત્રનામે - કાળનિયમમાં = સમયની મર્યાદામાં ૮/૨/૧૦. વિત્ત: ન વિદ્યતે - કોઈ યુક્તિ વિદ્યમાન નથી. શ્લોકાર્થ | ભાવાર્થ :
ઉપાદાન વગર પણ એટલે કે આયુષ્ય કર્મ વિના પણ વિદ્વાનના શરીરની સ્થિતિ સ્વભાવથી જ સંભવે એવું તમારું કથન સ્વીકારી લઈએ તોપણ તે સ્વભાવથી ટકેલું જ્ઞાનીનું શરીર કેટલો સમય ટકશે એ સંબંધી કોઈ યુક્તિ વિદ્યમાન નથી. વિશેષાર્થ :
કોઈપણ ચર્ચામાં જ્યારે સ્વભાવને કારણ તરીકે રજૂ કરવામાં આવે ત્યારે સામે કોઈ પ્રશ્ન આવતો નથી, તેથી વેદાન્તી હવે બીજા બધા તર્કોને બાજુ ઉપર મૂકીને એવું કહે છે કે, ઉપાદાન કારણ વિના અર્થાત્ કોઈપણ કર્મ વિના સહજ જ જ્ઞાનીનો દેહ રહે છે. જ્ઞાનપ્રાપ્તિ પૂર્વે જ્ઞાનીનું શરીર કર્મના પ્રભાવે ટકતું હતું, અને જ્ઞાનપ્રાપ્તિ પછી તે સ્વભાવથી ટકે છે.
વેદાન્તીની આવી અસંગત વાત સામે ગ્રંથકારશ્રી કહે છે કે, એકવાર તારી આ વાત સ્વીકારી પણ લઈએ, તોપણ એવો પ્રશ્ન તો ઊભો જ રહે છે, આ રીતે સ્વભાવથી ટકી રહેતું જ્ઞાનીનું શરીર કેટલો સમય ટકે ? સદાકાળ ટકે કે અલ્પકાળ ટકે ? જો સદાકાળ ટકે તો પછી સદા રહેનારા એવા કોઈ જ્ઞાની અત્યારે પણ દેખાવા જોઈએ, જ્યારે એવું તો દેખાતું નથી. તો પછી તે આટલો સમય ટકે અને પછી વિલીન થઈ જાય એમાં કયો નિયમ લાગુ પડે ? આ વિષયમાં કોઈ યુક્તિ કે નિયમન વિદ્યમાન ન હોવાથી આ વાત પણ સ્વીકાર્ય બનતી નથી, તેથી છેલ્લે એવું માનવું જ પડે કે જ્ઞાનીનું શરીર કર્મના બળ ટકે છે અને કર્મ ન હોય ત્યારે વિલીન થઈ જાય છે. ll૩oll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org