________________
૧૯૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ :
નવ્ય તૈયાયિકો માને છે કે, કાર્યના નાશ પ્રત્યે તેના અસમવાયી (ઉપાદાન) કારણનો નાશ હેતુ છે, પરંતુ કાર્યનાશ પ્રત્યે તે સિવાય બીજો કોઈ હેતુ નથી, તેથી તેમના મતે અસમવાયીકારણનો નાશ થયા પછી જ કાર્યનો નાશ થઈ શકે. આવી પરિસ્થિતિમાં તેઓ જે નિરુપાદાનકાર્યની ક્ષણસ્થિતિ એટલે અસમવાયીકારણ વિનાના કાર્યનું એક ક્ષણ માટેનું અસ્તિત્વ સ્વીકારે છે તે યોગ્ય જ છે. તેમને આવું સ્વીકારવું પડે છે તેમાં તેઓ કાર્યનાશ પ્રત્યે અન્ય કારણનો અભાવ” એવો જે હેતુ આપે છે તે પણ સંગત છે.
દાખલા તરીકે વિચારીએ તો ૬૮મી ક્ષણમાં જો તંતુનો નાશ થાય તો ૯૯મી ક્ષણમાં પટનાશ સ્વરૂપ કાર્ય અવશ્ય થાય. જો પૂર્વની ક્ષણમાં તંતુનાશ કે તંતુ સંયોગનો નાશ ન થાય તો ઉત્તરની ક્ષણમાં પટનાશ પણ શક્ય જ નથી. વળી ૯૮મી ક્ષણમાં પણ બન્નેનો નાશ સંભવ નથી, કેમ કે નૈયાયિકો સમાનકાલીન કાર્ય-કારણભાવ સ્વીકારતા નથી. જો જે ક્ષણમાં તંતુનાશ થયો તે પૂર્વની ૯૭મી ક્ષણમાં પટનાશરૂપી કાર્ય સંપન્ન કરે એવું કોઈ બીજું કારણ હાજર હોત તો ૬૮મી ક્ષણમાં તંતુનાશ અને પટનાશ બને શક્ય બનત. આવું બનત તો ઉપાદાનકારણ વિના એક ક્ષણ માટે પણ વસ્તુનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે, તે સ્વીકારવું પડતું નહીં. પરંતુ ૯૭મી ક્ષણમાં પટનો નાશ કરે તેવું બીજું કોઈ કારણ હોતું નથી, તેથી નૈયાયિકોને ૯૯મી ક્ષણમાં જ પટનાશ સ્વીકારવો પડે છે અને તે ક્ષણમાં પટ ઉપાદાન કારણ વિના રહે છે એવું પણ માનવું પડે છે.
આમ, નૈયાયિકો જે “કાર્યનાશક અન્ય હેતુનો અભાવ” એવું કારણ દર્શાવી નિરુપાદાનકાર્યનું એક ક્ષણ માટેનું પણ અસ્તિત્વ સ્વીકારે છે, તે કારણ તેમના મતમાં સંગત છે.
આમ છતાં આયુષ્ય કર્મ વિના જ્ઞાનીનું શરીર લાંબો કાળ ટકી રહે છે, એવી ઉટપટાંગ દલીલને સિદ્ધ કરવા માટે વેદાન્તીઓ જો “જ્ઞાનીના શરીરને નાશ કરે એવા અન્ય હેતુનો અભાવ છે આયુષ્યકર્મના નાશ સિવાય અન્ય હેતુનો અભાવ” એવું કારણ દર્શાવે છે તો અત્યંત અસંગત બનશે.
વેદાન્તીને નૈયાયિકનું દૃષ્ટાંત આગળ કરીને કર્મ વિના પણ જ્ઞાનીનું શરીર દીર્ઘકાળ ટકે છે તે સ્વીકારવું છે, પણ તે સ્વીકારી શકાય તેમ નથી, કેમ કે તેમાં દૃષ્ટાંત-દાર્રાન્તિકભાવ જ બેસતો નથી.
દૃષ્ટાંતમાં એવું જણાવ્યું છે કે કાર્યનાશ પ્રત્યે ઉપાદાન કારણનો નાશ એ હેતુ છે. જ્યારે વેદાન્તી એવું નથી કહેતા કે જ્ઞાનીના શરીરની સ્થિતિનો નાશ તેના ઉપાદાન કારણના નાશથી થાય છે; પરંતુ તે તો એવું કહે છે કે વગર કારણે જ્ઞાનીનું શરીર લાંબો સમય ટકી રહે છે. જે કોઈ રીતે યુક્તિયુક્ત નથી.
તાત્પર્ય એટલું જ કે જ્ઞાન દ્વારા જ કર્મનાશ આદિ સર્વ કાર્યો થાય છે એટલે જેઓ પૂર્ણ જ્ઞાની છે તેમના સર્વ કર્મ નાશ થઈ ગયાં છે, છતાં જ્ઞાનીનો દેહ લાંબો સમય ટકી રહે છે આવી ઉર્ફેખ વેદાન્તીની વાત સ્વીકારી શકાય તેમ નથી. ૨૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org