________________
૧૯૩
જ્ઞાનથી જ કર્મનાશ માનનારા વેદાનીઓનું નિરાકરણ તથા ક્રિયાયોગની સિદ્ધિ - ગાથા-૨૪ જ્ઞાનથી જ કર્મનાશ માનનારા વેદાન્તીઓનું નિરાકરણ
તથા ક્રિયાયોગની સિદ્ધિ
ગાથા-૨૪ થી ૩૩
અવતરણિકા :
જ્ઞાનીને પણ સંચિતકર્મના નાશ માટે ક્રિયા જરૂરી છે” એવું કથન સાંભળીને જ્ઞાનથી જ મોક્ષ માનનારા ઉચ્છંખલ વેદાન્તીઓ કહે છે કે, “જ્ઞાનીએ તો જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા જ સર્વ કર્મો ભસ્મીભૂત કરી દીધા હોય છે, તેથી તેમને વળી ક્રિયાની શી જરૂર છે, એકાન્ત જ્ઞાનનયને માનનારા આ વેદાન્તીઓની માન્યતા પણ અયોગ્ય છે. તે હવે શ્લોક ૨૪ થી શ્લોક ૩૩ સુધી જણાવે છેશ્લોક :
ज्ञानिनो नास्त्यदृष्टं चेद, भस्मसात्कृतकर्मणः ।
ફશરીરપતિઃ વુિં ને, ચાન્ગવનાનાશતઃ ર૪ | શબ્દાર્થ :
9, મÍસતિવર્ષvr: - જેણે કર્મોને ભસ્મસાતુ કર્યા છે એવા રાફુ. જ્ઞાનિન: ચેત - જ્ઞાનીને જો સા., ઈ નતિ- કર્મ જ નથી (તો) ૬. નીવનનાશત: - જીવન નિર્વાહક કર્મનો (પણ) નાશ થવાથી ૭. શરીરપાત: - (જ્ઞાનીના) શરીરનો નાશ ૮) ૧/૧૦. વિ ન ચાલ્ - કેમ ન થાય ? શ્લોકાર્થ | ભાવાર્થ :
જે જ્ઞાનીએ કર્મોને ભસ્મસાત્ કરી નાંખ્યા છે, તેમને જો કર્મ જ નથી તો જીવન નિર્વાહક કર્મનો પણ નાશ થવાથી તેમના શરીરનો પણ પાત કેમ ન થાય ? વિશેષાર્થ :
જ્ઞાન દ્વારા જ મોક્ષ છે એવું એકાન્ત સ્વીકારનારા તથા તેને અતિ મહત્ત્વ આપનારા કેટલાક મતોનું એવું માનવું છે કે, કર્મરૂપી ઇન્ધન જ્ઞાનરૂપી અગ્નિથી જ ભસ્મસાત્ થાય છે. આ રીતે જ્ઞાનથી જ સંચિત અદષ્ટ સહિત સર્વ કર્મનો ક્ષય થતો હોવાથી જ્ઞાનીને કર્મનાશ માટે કોઈ ક્રિયા કરવાની જરૂર રહેતી નથી.
વેદાન્તીઓની આવી જ્ઞાનનયને અનુસરતી માન્યતામાં કેટલી ખામી છે તે જણાવતાં ક્રિયાનય કહે છે કે, જો કેવળજ્ઞાનીએ જ્ઞાન દ્વારા જ સર્વ કર્મોનો નાશ કર્યો હોય તો તેમનું જીવન-નિર્વાહક અદૃષ્ટ એટલે કે આયુષ્ય કર્મ પણ અવશ્ય નાશ થઈ જવું જોઈએ; પરંતુ એવું દેખાતું નથી. જ્ઞાની પણ શરીરધારી હોય જ છે, તેથી એટલું તો નક્કી છે કે જ્ઞાનીના સર્વ કર્મ નાશ નથી પામ્યા. જ્ઞાની પણ જ્યારે યોગનિરોધની ક્રિયા કરે છે ત્યારે જ તેના સંચિત-અષ્ટનો નાશ થાય છે અને તે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે, તેથી ફળસાધક તો ક્રિયા જ છે, જ્ઞાન નહીં.' ૨૪ 1, યાંસિ મોડનિર્મસ્મસારુૉડર્નના જ્ઞાનનિઃ સર્વમુનિ મમ્મસત્યુત્તે તથા સા૪/૩૭|| - શ્રીમદ્ ભગવદ્ ગીતા /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org