________________
૧૯૨
વિશેષાર્થ :
જૈનદર્શન જેને કર્મ કહે છે તેને વેદાન્તીઓ ‘અવિદ્યા’ શબ્દથી ઓળખાવે છે, તેઓના મતે અવિદ્યા એક પ્રકારની ભ્રાન્તિ છે. સાંખ્યદર્શનને માનનારા તેને ‘દિદક્ષા’ કહે છે. આત્મામાં જ્યાં સુધી બાહ્ય પદાર્થો વિષયક કુતુહલ હોય છે ત્યાં સુધી તેને બાહ્ય પદાર્થને જોવાની, જાણવાની, માણવાની એટલે કે પ્રકૃતિના વિકારોને જોવાની ઇચ્છા થયા કરે છે. આ ઇચ્છા એ જ દિદક્ષા છે. શૈવ કે પશુપાતાદિની માન્યતાવાળા તેને ‘ભવબીજ’ કહે છે. બૌદ્ધના અનુયાયીઓ તેને વાસના કહે છે, જે એક કુસંસ્કારરૂપ છે. યોગદર્શનવાળા તેને ‘સહજમલ’ કહે છે.
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
જૈનદર્શન બંધાતા કે બંધાયેલા કર્મને દ્રવ્યકર્મ કહે છે અને કર્મનો બંધ કરવાના જીવમાં રહેલા યોગ્યતારૂપ કાષાયિકભાવોને ભાવકર્મ કહે છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મ વચ્ચે કાર્ય-કારણ સંબંધ છે. અન્યદર્શનવાળા આવો કોઈ ભેદ કર્યા વગર કર્મને સહજમલ કે અદૃષ્ટ તરીકે વર્ણવે છે. જ્યારે જૈન શાસ્ત્રોની પરિભાષામાં તો માત્ર ભાવકર્મ સહજમલસ્વરૂપ છે.
આ ઉપરાંત આત્માને માનનારા અને મોક્ષમાર્ગનું અવલંબન કરનારા વિવિધ દર્શનના શાસ્ત્રોમાં કર્મ માટે પ્રકૃતિ, દૈવ, વિધિ, બીજ, અદૃષ્ટ, સંસ્કાર, પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ, વિધાતા, ક્લેશ, શક્તિ, નસીબ, પ્રારબ્ધ જેવા અનેક શબ્દો જોવા મળે છે. આના ઉપરથી નક્કી થાય છે કે સંચિત અદૃષ્ટ કે સહજમલ બન્ને એક જ છે અને તેનો નાશ બાહ્ય અને અત્યંતર ક્રિયાઓથી થઈ શકે છે.
વળી આના ઉપરથી એ પણ નક્કી થાય છે કે દરેક આસ્તિક દર્શનો પણ કર્મને માને છે અને ક્રિયાઓ દ્વારા તેનો નાશ કરી શકાય છે એવું પણ આસૂર ઋષિની જેમ ઘણાએ પ્રતિપાદન કર્યું છે. ૨૩॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org