________________
૧૯૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
અવતરણિકા :
હવે ક્રિયાનયે આપેલી આપત્તિનું નિરાકરણ જ્ઞાનનય કેવી રીતે કરે છે, તે જણાવી, તે પણ અયોગ્ય છે, તે બતાવે છે
શ્લોક :
शरीरमीश्वरस्येवै, विदुषोऽप्यवतिष्ठते । अन्यादृष्टवशेनैति, कथिदह तदक्षमम् "
શબ્દાર્થ :
૧/ર/રૂ. ફૅશ્વરસ્યુ શરીરમ્ વ - ઇશ્વરનું શરીર જેમ ૪. અન્યાવૃષ્ટવશેન - અન્યના અદૃષ્ટના વશથી . અતિતે - રહે છે ૬. (તથા) વિદ્યુોડપિ - (તેમ) વિદ્વાન = જ્ઞાનીનું પણ (શરીરમ્ અન્યાવૃષ્ટવશેન અતિષ્ઠતે) - (શરીર અન્યના અદૃષ્ટથી ટકે છે) ૭/ ૮/૧. રૂતિ યજ્) દિવ્ હૈં - એવું (જે) કોઈક કહે છે ૧૦. તવ્ ક્ષમમ્ - તે યોગ્ય નથી, યુક્તિયુક્ત નથી.
શ્લોકાર્થ / ભાવાર્થ :
Jain Education International
||૨||
કોઈક કહે છે કે, ઇશ્વરના શરીરની જેમ જ્ઞાનીનું શરીર પણ અન્યના કર્મથી ટકી રહે છે' તે વાત ગળે ઉતરે તેવી નથી, પણ તદ્દન અયોગ્ય છે.
વિશેષાર્થ :
ક્રિયાનયે જે આપત્તિ આપી હતી કે, જો જ્ઞાનથી સર્વકર્મનો નાશ થઈ જાય છે તો જ્ઞાનીનું શરીર કેવી રીતે ટકે છે ? તેનું સમાધાન કરતાં કર્મનાશ પ્રત્યે એકાંતે જ્ઞાનને માનનારો કોઈ ઉશ્રૃંખલ વેદાન્તી - કોઈ ઉછાછળીયો નવીન વેદાન્તી જણાવે છે કે, જેમ ઈશ્વરને કોઈ કર્મ નડતું નથી છતાં પણ તેમનું શરીર ભક્તોના કર્મથી ટકે છે, બસ તેવી જ રીતે જ્ઞાનીનું શરીર પણ અન્યના કર્મના પ્રભાવે ટકી રહે છે. તેથી તેમનાં આયુષ્ય કર્મ સહિત સર્વ કર્મો જ્ઞાન દ્વારા જ નાશ પામી જાય છે એવું સ્વીકારવા છતાં પણ તેમનું શરીર ટકવામાં કોઈ પ્રશ્ન ઊઠતો નથી. કેમ કે જ્ઞાન દ્વારા આયુષ્યકર્મનો નાશ કર્યા પછી પણ લોકોના ઉપકાર માટે, લોકોના જ પુણ્યથી જ્ઞાનીના શરીરનો પાત થતો નથી. જ્ઞાન દ્વારા જ કર્મનો નાશ થાય છે એવું એકાંતે માનનારની આ વાત યુક્તિયુક્ત નથી. I॥૨૫॥
અવતરણિકા :
એકાંતે જ્ઞાનને માનનારા વેદાન્તીએ પૂર્વ શ્લોકમાં કરેલું સમાધાન ક્રિયાનયની શંકાનું સમાધાન ક૨વા કેમ સમર્થ નથી, તે જણાવતા કહે છે
શ્લોક :
शरीरै विदुषः शिष्याद्यदृष्टाद्यैदि तिष्ठति । तदाऽसुहृददृष्टेनँ, न नश्येदितिं की मी ||२६||
For Personal & Private Use Only
www.jainelibrary.org