________________
૧૮૭
ક્રિયાની બળવત્તા અંગે જ્ઞાનનય સાથે ચર્ચા - ગાથા-૧૯
ક્રિયાની બળવત્તા અંગે જ્ઞાનનય સાથે ચર્ચા
ગાથા-૧૯-૨૦-૨૧-૨૨-૨૩
અવતરણિકા :
ક્રિયાનય અનુસાર મોક્ષની પ્રાપ્તિ માટે ક્રિયા આવશ્યક છે, જ્ઞાનમાત્રથી મોક્ષ મળતો નથી, એવું જ્યારે પ્રતિપાદન કરાય છે, ત્યારે જ્ઞાનનય પોતાના પક્ષને મજબૂત કરવા જે નવી જ દલીલ રજૂ કરે છે તેને ગ્રંથકારશ્રી જણાવે છેશ્લોક :
ઉજ્ઞાનનાશત્વેને નનું જ્ઞાન વિશે |
नं हि रज्जावहिभ्रान्तिर्गमनेन निवर्तते ॥१९॥ શબ્દાર્થ :
9. નનું - જ્ઞાનનય વિરોધ દર્શાવતાં કહે છે કે ર0રૂ. જ્ઞાનં ૩જ્ઞાનનારત્વેન - જ્ઞાન અજ્ઞાનનો નાશ કરનાર હોવાને કારણે ૪. વિશિષ્યતે વિશેષ છે. ૬. દિ. કારણ કે ૬. રનૌ - દોરડામાં છે. પ્રાન્તિઃ - સર્પનો ભ્રમ ૮/૬/૧૦. અમનેન ન નિવર્તતે - દોરડા તરફ જવાની ક્રિયાથી નાશ પામતો નથી. શ્લોકાર્થ : ક્રિયાયની વાતમાં રજુ થી વિરોધ દર્શાવતાં જ્ઞાનનય કહે છે કે, જ્ઞાન અજ્ઞાનનું નાશક હોવાને કારણે મહત્ત્વનું છે, કેમકે (વ્યવહારમાં પણ દેખાય છે કે, દોરડામાં “આ સાપ છે' એવો ભ્રમ કાંઈ દોરડા તરફ જવાની ક્રિયાથી નાશ પામતો નથી. (પણ “આ સાપ નથી' એવા જ્ઞાનથી નાશ પામે છે.) ભાવાર્થ/વિશેષાર્થ :
કેવળજ્ઞાનની પ્રાપ્તિ ક્રિયાથી થાય છે, માત્ર જ્ઞાનથી નહીં.” – આવું જ્યારે ક્રિયાનયે કહ્યું, ત્યારે જ્ઞાનનય કહે છે કે, “કેવળજ્ઞાન પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે અને તે અજ્ઞાનનો નાશ કરવાથી જ પ્રગટ થાય છે. અજ્ઞાનનો નાશ કરવાની ક્ષમતા ક્રિયામાં નથી પણ સમ્યગુજ્ઞાનમાં જ છે. જેમ જેમ જ્ઞાન પ્રગટતું જાય છે, તેમ તેમ અજ્ઞાન નાશ પામતું જાય છે અને અંતે કેવળજ્ઞાન પ્રગટે છે. ક્રિયા કાંઈ અજ્ઞાનનો નાશ કરી શકતી નથી, તેથી જેણે પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેણે જ્ઞાનમાં જ યત્ન કરવો જોઈએ. હા ! જ્ઞાનપ્રાપ્તિ માટે ઉપયોગી હોય તેટલી ક્રિયા કરવી જોઈએ પણ મહત્ત્વ તો જ્ઞાનનું જ છે, ક્રિયાનું નહિ.
વ્યવહારમાં પણ દેખાય છે કે અંધારી રાતમાં કોઈકવાર દોરડું પડ્યું હોય, તો માણસને એવો ભ્રમ થઈ જાય કે, “આ તો સાપ છે' ત્યારે તેની નજીક જવાની ક્રિયા કરવાથી “આ સાપ છેએવો ભ્રમ નાશ પામતો નથી; પરંતુ પ્રત્યક્ષપણે જોવાથી કે અન્ય રીતે જ્યારે જ્ઞાન થાય કે, આ દોરડું છે, ત્યારે જ દોરડામાં થયેલો સાપનો ભ્રમ નાશ પામે છે, આથી સ્પષ્ટ છે કે, અજ્ઞાનનો નાશ સાપ તરફ જવાની ક્રિયા નથી કરતી; પરંતુ જ્ઞાન જ કરે છે, તેથી સર્વત્ર ક્રિયા કરતાં જ્ઞાન જ વિશેષ છે.” II૧૯ો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org