________________
આધ્યાત્મિક વિકાસ માટે ક્રિયાયોગની આવશ્યકતા – ગાથા-૧૭
૧૮૩
અવતરણિકા :
ગુણવાનના બહુમાન આદિ દ્વારા કરાયેલી સક્રિયા ઉત્પન્ન થયેલા ભાવનું રક્ષણ કરે છે અને અનુત્પન્ન ભાવોને ઉત્પન્ન કરે છે, તે વાત જણાવી હવે ક્રિયાથી તે સિવાય બીજા કયા ભાવો પ્રાપ્ત થાય છે તે જણાવે છેશ્લોક :
क्षायोपशमिके' भावे, या क्रिया क्रियते तयाँ ।
पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ॥१७॥ શબ્દાર્થ :
૧/રક્ષાયોપશ િમાવે - લાયોપથમિક ભાવમાં વર્તતાં રૂ/૪. યા ક્રિયા - જે (તપ-સંયમને અનુકૂલ) ક્રિયા છે. જિયતે - કરાય છે ૬. તયા - તે ક્રિયા વડે ૭ ૮, પતિતથાપિ પુનઃ - (સંયમઆદિથી) પડી ગયેલાને પણ ફરી ૧. તદ્દાવકવૃદ્ધિર્નાતે - તે ભાવની = સંયમ આદિના પરિણામની પ્રકૃષ્ટ વૃદ્ધિ થાય છે. શ્લોકાર્થ :
ક્ષાયોપથમિક ભાવમાં વર્તતા જે તપ-સંયમાદિની ક્રિયાઓ કરાય છે, તે ક્રિયા વડે (સંયમાદિથી) પડી ગયેલી વ્યક્તિઓને પણ ફરી તે ભાવની વ્રત, સંયમ આદિના પરિણામની પ્રકૃષ્ટ વૃદ્ધિ થાય છે. ભાવાર્થ : મિથ્યાત્વ મોહનીય આદિ કર્મના ક્ષયોપશમથી પ્રગટેલા આત્માના ભાવને ક્ષાયોપથમિક ભાવ કહેવાય છે. આ ભાવ પ્રાપ્ત થતાં જીવ સુખની સાચી દિશા પકડી શકે છે. તેની ભૌતિક સુખની લાલસા નાશ પામે છે અને તેનામાં આત્મિક સુખ પ્રાપ્ત કરવાની તલપ જાગે છે. આ આત્મિક સુખની ઝંખનાથી એટલે કે એકમાત્ર ગુણવૃદ્ધિની કામનાથી જો ભગવાને બતાવેલી ક્રિયાઓનું વિધિપૂર્વક સેવન થાય, તો તે ક્રિયાના આસેવનથી કોઈક નિમિત્તને પામીને ચારિત્ર આદિના ભાવથી પડી ગયેલા સાધકને પણ તે ક્રિયાઓ કરવાથી ફરી તે ચારિત્ર આદિના પરિણામોની પ્રાપ્તિ થાય છે. વિશેષાર્થ :
આત્મશુદ્ધિનું લક્ષ્ય હોવા છતાં, જ્યાં સુધી સાધક કર્મને પરવશ છે ત્યાં સુધી સાધના જીવનમાં ચઢાવ-ઉતાર આવ્યા જ કરે છે. ક્યારેક તો એવું બને છે કે, ખૂબ ઉલ્લાસથી, ચઢતા પરિણામોથી સંયમ આદિનો સ્વીકાર કર્યો હોય, પરંતુ તે શુભ ભાવો ધીમે ધીમે મંદ થવા લાગે છે અને ક્યારેક તો તે ભાવો વિનાશની અણી સુધી પણ પહોંચી જાય છે. આ રીતે પતનના આરે પહોંચેલા સાધકને પણ પુન: સ્થિર કરવાનું સામર્થ્ય લાયોપથમિક ભાવપૂર્વક કરાતા ક્રિયાયોગમાં સમાયેલું છે. ક્રિયાઓ બે પ્રકારના ભાવથી થઈ શકે છે : ૧. ઔદયિક ભાવથી અને ૨. ક્ષાયોપથમિક ભાવથી. તેમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org