________________
જ્ઞાનનયની યુક્તિઓનું નિરાકરણ - ગાથા-૧૩
૧૭૩ શ્લોકાર્થ :
ખેદની વાત છે કે, માર્ગનો જાણકાર પણ ચાલવાની ક્રિયા કર્યા વગર ઇચ્છિત નગરને પ્રાપ્ત કરી શકતો નથી, તેમ ક્રિયા વગરનું એકલું જ્ઞાન (મોક્ષફળ આપવા માટે) નિરર્થક છે, અસમર્થ છે. ભાવાર્થ :
કોઈ વ્યક્તિ મુંબઈના માર્ગની ગમે તેવી સારી જાણકારી મેળવે, પણ જો મુંબઈ ભણી પગ ઉપાડવાની ક્રિયા ન કરે, તો તે ક્યારેય મુંબઈ પહોંચી શકતો નથી. તે જ રીતે યોગમાર્ગની ગમે તેવી જાણકારી હોય, પણ જો યોગમાર્ગમાં આગળ વધવા ક્રિયારૂપ યત્ન કરવામાં ન આવે તો યોગમાર્ગની માત્ર જાણકારી કાંઈ મોક્ષ આપી શકતી નથી, તેથી ક્રિયા વિનાનું જ્ઞાન સાવ નકામું છે, માટે યોગમાર્ગમાં ક્રિયાનું જ પ્રાધાન્ય છે, જ્ઞાનનું નહીં, એવું ક્રિયાનય જણાવે છે. વિશેષાર્થ :
ક્રિયાનય કહે છે કે, “ગમે તેટલું પણ જ્ઞાન, તેને અનુરૂપ ક્રિયા કર્યા વિના સફળ થતું નથી. વ્યવહારમાં પણ દેખાય છે કે માત્ર માર્ગના જ્ઞાનથી ઇષ્ટ સ્થાને પહોંચી શકાતું નથી, તે માટે ચાલવા વગેરેની ક્રિયા કરવી પડે છે. ભોજનના જ્ઞાનમાત્રથી કાંઈ પેટ ભરાઈ જતું નથી, તેને માટે ભોજનની ક્રિયા કરવી પડે છે. તે જ રીતે યોગમાર્ગના જ્ઞાનમાત્રથી મોક્ષ મળી શકતો નથી, બોધને અનુરૂપ મન-વચન-કાયાની ઉચિત આચરણાઓ કરવી પડે છે. જેઓ આ આચરણાઓ કરે છે તેઓ જ મોહનો નાશ કરી કર્મના બંધનો તોડી છેક મોક્ષ સુધી પહોંચી શકે છે.
ભગવાને બતાવેલ મોક્ષમાર્ગ અતિ સૂક્ષ્મ છે, તેને પામવાનો ઉદ્દેશ શાસ્ત્રથી પ્રાપ્ત થતાં માત્ર શાબ્દિકજ્ઞાનથી તો સફળ નથી જ થતો; પરંતુ શ્રદ્ધા અને સંવેદનપૂર્વકનું શાસ્ત્રજ્ઞાન પણ સતુપ્રવૃત્તિ વિના સફળ થઈ શકતું નથી, તેથી જ્ઞાન મુજબ પ્રવૃત્તિ કરવામાં આવે તો જ ઉત્તરોત્તર આત્મિક શુદ્ધિ અને ગુણવૃદ્ધિ દ્વારા છેક મોક્ષ સુધી પહોંચી શકાય છે, આથી જ કહ્યું છે કે એકલું જ્ઞાન મોક્ષનું કારણ નથી, ક્રિયાયુક્ત જ્ઞાન જ મોક્ષનું કારણ છે, તેથી ક્રિયા જ મોક્ષપ્રાપ્તિનું મુખ્ય કારણ છે. પર્યાલોચના :
મોક્ષપ્રાપ્તિના કારણરૂપે જ્ઞાનનયે જ્ઞાનને મુખ્ય માન્યું અને ક્રિયાનયે ક્રિયાને મહત્ત્વ આપ્યું; પરંતુ વાસ્તવમાં “જ્ઞાનયામ્યાં મોક્ષ:' સૂત્રના આધારે કહીએ તો એકલું જ્ઞાન કે એકલી ક્રિયા તે બેમાંથી એક પણ મોક્ષના કારણ બનતા નથી. મોક્ષ તો જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી થાય છે, તેમાં જ્ઞાન સમ્યગુ બોધસ્વરૂપ છે. જે બે પ્રકારે પ્રાપ્ત થાય છે : ૧. શાસ્ત્રવચનથી અને ૨. અનુભવથી. પ્રારંભિક કક્ષામાં સાધક શાસ્ત્રવચનના સહારે સમ્યગુબોધ મેળવે છે અને મોહનીયાદિ કર્મનો ક્ષયોપશમ થતાં આગળ જતાં સાધકને અનુભવજ્ઞાન થાય છે ત્યારે શાસ્ત્રના સહારા વિના સ્વયં જ તેને આત્મકલ્યાણની સૂઝ પ્રાપ્ત થાય છે. જ્ઞાનની જેમ ક્રિયા પણ બાહ્ય અને અંતરંગ એમ બે પ્રકારની હોય છે. બાહ્ય ક્રિયાઓ કાયિક-વાચિક કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org