________________
૧૮૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર વ્રતનો આ પરિણામ ક્યારેક સ્વયં પ્રગટી જાય છે, ક્યારેક ગુરુનો ઉપદેશ સાંભળતા પ્રગટે છે, તો ક્યારેક વળી વ્રત ઉચ્ચરાવતા પ્રગટે છે; પરંતુ મોટે ભાગે તો વ્રતનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાથી જ આ ભાવ પ્રગટે છે. પ્રગટ થયેલો વ્રતનો આ પરિણામ કર્મના ઉદયથી ક્યારેક ચાલ્યો પણ જાય છે, તેથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે, અપ્રગટ ભાવને પ્રગટ કરવા અને પ્રગટ થયેલા ભાવને સ્થિર કરવા કે તેને વેગવાન બનાવવા આગળ કહેવાયેલા ગુણવાન પ્રત્યેના બહુમાન આદિ ગુણો સહિત અને નિત્ય વ્રતાદિના સ્મરણ પૂર્વક તપ, સંયમ, પડિલેહણ, પ્રતિક્રમણ, વિહાર આદિની શુભક્રિયાઓ કરવી જોઈએ. શાસ્ત્રોક્ત આ સાધનો ક્રિયાને શીધ્ર સફળ કરે છે.
પંચાશક, વિશતિવિશિકા, ગુરુતત્ત્વવિનિશ્ચય આદિ ગ્રન્થોમાં ભાવવૃદ્ધિના આ ક્રિયાગત સાધનોનું ખૂબ સુંદર વિશ્લેષણ કરેલું છે. તે સાધનાના ઉત્તમ અંગો આ પ્રમાણે છે : ૧. ગુણવાનનું બહુમાન :
વ્રત-નિયમના પાલનરૂપ સાધના આત્મિક ગુણોને પ્રગટાવવા માટે કરવાની છે, તેથી કોઈપણ ક્રિયા કરતા સાધકના હૃદયમાં ગુણવાન પ્રત્યેનો આદર હોવો જરૂરી છે. આ આદર વિના ગુણોની રુચિ પ્રગટતી નથી અને ગુણોની રુચિ વિના ગુણો પ્રગટતા નથી. ગુણવાન પ્રત્યે બહુમાનનો પરિણામ ગુણપ્રાપ્તિમાં વિજ્ઞભૂત બનનારા કર્મોનો નાશ કરી ગુણોને સહેલાઈથી પ્રગટ કરે છે. પોતાનાથી અધિક ગુણવાન દેખાય કે તરત અંતરમાં આદર થાય, મન અને મસ્તક ઝૂકી પડે, અહોભાવ સૂચક ઉતારો આપોઆપ સરી પડે, તો સમજવું કે ગુણવાન પ્રત્યે આદર છે.
ગુણવાન આત્મા જ્યાં સુધી છબસ્થ છે ત્યાં સુધી તેનામાં પણ નાના-મોટા દોષો હોવાની શક્યતા છે, તેથી તેનો કોઈ દોષ નજરે ચડી જાય, તોપણ તેને ઢાંકવા પ્રયત્ન કરવો જોઈએ; પરંતુ તેને છતો તો ન જ કરવો જોઈએ. ગુણવાનના દોષ જોવાથી કે બોલવાથી તેમનું તો કાંઈ બગડતું નથી પરંતુ જોનાર સ્વયં સાધનાથી પડી જાય છે, આથી જ ઇર્ષાદિ દોષોથી દૂર રહી હૃદયને પ્રમોદભાવથી ભરી સક્રિયા કરવી જોઈએ, તો જ તે ક્રિયા સફળ થાય છે અર્થાત્ ભાવ ઉત્પન્ન કરે છે. ૨. પાપની જુગુપ્સા :
ગુણપ્રાપ્તિ માટે જેમ ગુણાનુરાગ જરૂરી છે તેમ દોષોનો દ્વેષ પણ જરૂરી છે. આથી જ શુભક્રિયાનું આસેવન કરતાં તેની પ્રતિપક્ષી એવી અશુભ ક્રિયાઓ કે પાપ વ્યાપાર પ્રત્યે તીવ્ર તિરસ્કાર હોવો અતિ જરૂરી છે. દાનની ક્રિયા કરતાં લોભ પ્રત્યે, શીલનું પાલન કરતાં ભોગ પ્રત્યે, તપનું આસેવન કરતાં આહારની લાલસા પ્રત્યે, ક્ષમાદિ પૂરક અનુષ્ઠાનો કરતાં ક્રોધાદિ કષાયો પ્રત્યે, અહિંસાનું પાલન કરતાં હિંસા પ્રત્યે, વીતરાગની ભક્તિ કરતાં રાગાદિ પ્રત્યે અને પ્રતિક્રમણની ક્રિયા કરતાં સર્વ પાપો પ્રત્યે તિરસ્કાર ભાવ હોય તો જ તેનાથી પાપના કે દોષોના સંસ્કારો નબળા થઈ નિર્મળ થઈ શકે છે. આ રીતે પાપની જુગુપ્સાપૂર્વક
2. तयलाभम्मि वि णिच्चं, सईइ अहिगयगुणम्मि बहुमाणा । पावदुगंछालोअण जिणभत्तिविसेससद्धाहिं ।।६६।।
लब्भइ णिच्छयधम्मो, अकुसकम्मोदएण नो पडइ ता अपमाओ जुत्तो एयम्मि भणंति जं धीरा ।।६७।।
- એજન ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org