________________
આધ્યાત્મિક વિકાસ માટે ક્રિયાયોગની આવશ્યકતા – ગાથા-૧૭
૧૭૯
અવતરણિકા :
જેમ અંદર પ્રગટેલી ભૂખને શમાવવા મુખમાં કોળિયો મૂકવો વગેરે ક્રિયાઓ અનિવાર્ય છે, તેમ અંતરંગ સમતા, નિ:સ્પૃહતા, નિર્મમતા આદિ ભાવોનો અનુભવ કરવા બાહ્ય ક્રિયાઓ આવશ્યક છે. આવું પૂર્વશ્લોકોમાં જણાવીને, હવે બાઘક્રિયાઓ કઈ રીતે અંતરંગભાવને પેદા કરે છે અને તેનું રક્ષણ કરે છે તે જણાવે છેશ્લોક :
गुणवद्बहुमानादेनित्यस्मृत्यों च सत्क्रिया ।
जातें न पातयेद्भावमजातं जनयेदपि ॥१६॥ શબ્દાર્થ
9. Tળવવદુમાનદ્દે - ગુણવાન પ્રત્યેના બહુમાન આદિથી /રૂ. ૨ નિત્યકૃત્ય - અને નિત્યસ્મૃતિથી ૪. સક્રિય - સક્રિયા ૧/૬. નાતં ભાવમ્ - ઉત્પન્ન થયેલા ભાવનો ૭/૮. ન પતયેત્ - નાશ ન થવા દે છે. સનાતં (માવં) - અને નહિ ઉત્પન્ન થયેલા ભાવને ૧૦. નનયે - ઉત્પન્ન પણ કરે. શ્લોકાર્થ :
ગુણવાન પ્રત્યેના બહુમાન આદિ દ્વારા અને વ્રતાદિનું નિત્ય સ્મરણ કરવા દ્વારા થતી સક્રિયા, ઉત્પન્ન થયેલા ભાવનો નાશ થવા દેતી નથી અને નહિ ઉત્પન્ન થયેલા ભાવને ઉત્પન્ન કરે છે. ભાવાર્થ :
ગુણવાન પ્રત્યેના બહુમાન આદિના ભાવપૂર્વક તથા વ્રત-નિયમના સ્મરણપૂર્વક સન્ક્રિયાઓ કરવામાં આવે તો આ ક્રિયાઓ નહિ ઉત્પન્ન થયેલા ક્ષમાદિ ભાવો ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન થયેલા ક્ષમાદિ ભાવોને
ક્યારેય નાશ થવા દેતી નથી, પરંતુ તેની શુદ્ધિ અને વૃદ્ધિ કરે છે. વિશેષાર્થ :
સ્વીકારેલા વ્રત-નિયમના સતત સ્મરણપૂર્વક અને ગુણવાન પ્રત્યેના બહુમાન વગેરે ગુણો સહિત જો સતુક્રિયાઓ કરવામાં આવે તો તે ક્રિયા નહીં ઉત્પન્ન થયેલા ભાવને ઉત્પન્ન કરે છે, ઉત્પન્ન થયેલા ભાવનું રક્ષણ કરે છે અને તેને દઢ કરે છે.
આ સંદર્ભમાં સ્વીકારેલા વ્રત-નિયમોનું બાહ્ય દેખીતું પાલન તે સક્રિયા છે અને તે સક્રિયાઓ કરવાથી મોહનીય આદિ કર્મનો ક્ષયોપશમ થતાં જે આંશિક પણ શુદ્ધ આત્મભાવ પ્રગટે છે તે “ભાવ” છે. અર્થાત્ તપ, ત્યાગ, જપ, સ્વાધ્યાય આદિ ક્રિયાઓના ફળસ્વરૂપે આત્મામાં જે નિર્મમતા, નિ:સ્પૃહતા, ક્ષમા, અહિંસા, નમ્રતા આદિ આત્માના સ્વાભાવિક ગુણો પ્રગટે છે તે “ભાવ” છે. સામાન્ય રીતે તેને વ્રતનો પરિણામ કહેવાય છે. જેમકે કેરીનો ત્યાગ કરવો એ વ્રત છે – બાહ્ય ક્રિયા છે અને તેમ કરવાથી કેરી પ્રત્યે અંતરથી નિર્મમ અને નિ:સ્પૃહ બની જવું, હૈયામાંથી કેરીની આસક્તિ દૂર થઈ જવી તે “વ્રતનો ભાવ” છે.
1. एवमसंतो वि इमो, जायइ जाओ विण पडइ कयावि ता इत्थं बुद्धिमया, अपमाओ होइ कायव्वो ।।१/६८।।
- ગુરુતત્ત્વવિનિશ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org