________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર માનસિક પ્રવૃત્તિઓ સ્વરૂપ હોય છે; અને અત્યંતર ક્રિયાઓ કષાયો, કુસંસ્કારો, વિષયોની વાસનાઓ આદિ અનેક પ્રકારના આગંતુક દોષોને કાઢવાના અંતરંગ પ્રયત્ન સ્વરૂપ હોય છે. મોક્ષનું અનન્ય કારણ આ અનુભવજ્ઞાન અને અત્યંતર ક્રિયાઓ છે; પરંતુ તેમાં નિમિત્ત કારણ શાસ્ત્રજ્ઞાન અને બાહ્યક્રિયાઓ પણ બને છે.
૧૭૪
ક્યારેક એવું પણ બને છે કે, બાહ્ય રીતે શાસ્ત્રજ્ઞાન કે બાહ્ય રીતે ક્રિયામાં યત્ન ન દેખાતો હોય તો પણ સાધક અનુભવજ્ઞાન અને અંતરંગ ક્રિયા દ્વારા મોક્ષ સુધી પહોંચી શકે છે, આમ છતાં એ ક્યારેક બનતા પ્રસંગથી બાહ્ય ક્રિયાઓ નકામી બની જતી નથી. તપ-જપ-સ્વાધ્યાયની કે આવશ્યકાદિની બાહ્ય ક્રિયાઓ અત્યંતર ક્રિયાઓને કાર્યાન્વિત (activate) કરવામાં પ્રબળ કારણ છે, તેથી ક્વચિત કોઈ અન્ય નિમિત્તથી જીવ અત્યંતર ક્રિયાદિમાં જોડાઈ સાધનાપથ ઉપર આગળ ચાલતો હોય તો તેને જોઈ કોઈ એમ કહે કે તપ, જપ કે શ્રુતાભ્યાસરૂપ બાહ્ય ક્રિયાઓ અકિંચિત્કર છે; તો તે તદ્દન અયોગ્ય છે; કેમકે કારણની ઉપેક્ષા કરીને તે વ્યક્તિ પ૨માર્થથી તો કાર્યની પણ ઉપેક્ષા કરે છે. બાહ્ય ક્રિયાની ઉપેક્ષા કરીને તે પરમાર્થથી અંતરંગ ક્રિયાની પણ ઉપેક્ષા કરે છે અને પરિણામે મોક્ષથી વંચિત રહે છે, તેથી આધ્યાત્મિક ઉન્નતિ ઇચ્છતા સાધકે શાસ્ત્રજ્ઞાન મેળવી તપ, સંયમ આદિ ક્રિયાઓમાં અવશ્ય યત્ન કરવો જોઈએ. ॥૧૩॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org