________________
આધ્યાત્મિક વિકાસ માટે ક્રિયાયોગની આવશ્યકતા - ગાથા-૧૪
આધ્યાત્મિક વિકાસ માટે ક્રિયાયોગની આવશ્યકતા
ગાથા-૧૪-૧૫-૧૬-૧૭-૧૮
અવતરિણકા :
બીજા શ્લોકમાં જણાવ્યું હતું કે સર્વજ્ઞભગવંતને પણ તપ-નિયમ આદિરૂપ ક્રિયાયોગ હોય છે. જ્યારે અગીયારમાં શ્લોકમાં એમ જણાવ્યું કે કેવલી પશ્યક છે, તેથી તેમને કોઈ ક્રિયાઓ આવશ્યક નથી. આ બે કથનો આપાતથી વિસંવાદી જણાય, તેથી કોઈને પ્રશ્ન થાય કે આ બેમાંથી કયું કથન સંગત છે ? તેનો ઉત્તર આપતા ગ્રંથકારશ્રી જણાવે છે
શ્લોક :
स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते' | प्रदीपः स्वप्रकाशोऽपि, तैलपूर्त्यादिकं यथा ॥१४॥
४
૧૭૫
શબ્દાર્થ :
૧. થથા - જેમ ૨. પ્રવીપ: - દીવો રૂ. સ્વદ્રાશોપિ - પોતે પ્રકાશરૂપ છે, તોપણ ૪. સૈપૂર્વાવિ (અપેક્ષતે તથા) - તેલ પૂરવા આદિ ક્રિયાની (અપેક્ષા રાખે છે, તેમ) . જ્ઞાનપૂર્નોપિ - જ્ઞાનથી પરિપૂર્ણ પણ ૬. જે અવસરે ૭/૮/૧. સ્વાનુાં યિાં અપેક્ષતે - સ્વભાવને અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે.
શ્લોકાર્થ :
Jain Education International
જેમ દીપક સ્વયં પ્રકાશરૂપ હોવા છતાં તેલ પૂરવું આદિ ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ પૂર્ણજ્ઞાની=કેવળજ્ઞાની પણ અવસરે સ્વભાવરૂપ કાર્યને અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે.
ભાવાર્થ :
દીવો સ્વભાવથી જ પ્રકાશરૂપ છે, છતાં તેલ પૂરવા વગેરે ક્રિયાની તે અપેક્ષા રાખે છે. તેમ કેવળી ભગવંત પણ સંપૂર્ણ કર્મરહિત સિદ્ધ જેવા પોતાના શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરવા માટે યોગ્ય કાળે તેને અનુકૂળ એવી યોગનિરોધ આદિ ક્રિયાની અપેક્ષા રાખે છે. આમ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા પૂર્વે સામાન્યજ્ઞાનવાળા સાધકો તો ક્રિયાનો સહારો લે જ છે, પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પૂર્ણજ્ઞાની પણ સ્વભાવની પ્રાપ્તિ માટે ક્રિયાનો સહારો લે છે.
વિશેષાર્થ :
અંધારામાં રહેલા ઘટ-પટ આદિ પદાર્થોને જોવા દીપકની જરૂર પડે છે; પરંતુ દીવો સ્વયં પ્રકાશક છે તેથી તેને જોવા માટે અન્ય કોઈ પ્રકાશની જરૂર રહેતી નથી. આમ છતાં દીવો પણ તેલ પૂરવું વગેરે ક્રિયાઓની અપેક્ષા રાખે છે, તેથી દીવાને પ્રકાશક બનાવવા તેલ પૂરવું, વાટ મૂકવી વગેરે પ્રક્રિયા કરવી પડે છે. તે જ રીતે કેવળજ્ઞાન સ્વપ્રકાશક છે, તેને જોવા અન્ય જ્ઞાનની જરૂ૨ ૨હેતી નથી, આમ છતાં કેવળીને પણ ભવોપગ્રાહી
For Personal & Private Use Only
www.jainelibrary.org