________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર કર્મનો નાશ કરી પૂર્ણતયા શુદ્ધ સ્વભાવમાં સ્થિર થવા યોગનિરોધ આદિની ક્રિયા કરવી પડે છે. કેવળીના પણ માત્ર ચાર ઘાતી કર્મો જ નાશ પામ્યા હોય છે, તેમને પણ ચાર અઘાતી કર્મોને નાશ કરવાનું કાર્ય બાકી હોય છે. તે કર્મો અને દેહના બંધનનો સંપૂર્ણ નાશ કરી સ્વભાવસ્થ થવા અથવા આત્માના સર્વપ્રદેશોને સ્થિર કરવા યોગનિરોધ આદિ ક્રિયા જરૂરી છે.
૧૭૬
આ અધિકારના બીજા શ્લોકમાં કેવળીને તપ-નિયમાદિની ક્રિયા હોય છે તેમ જે જણાવેલું, તે કેવળીને સામાન્યથી એકાસણા આદિની ક્રિયા હોય છે અથવા ફળસ્વરૂપે ક્રિયા હોય છે તે અર્થમાં વાત હતી અને આચારાંગમાં જે જણાવ્યું છે કે પશ્યકને વિધિ-નિષેધનો ઉપદેશ નથી, તે કેવળીને શાસ્ત્રનું કોઈ નિયંત્રણ નથી એવા અર્થમાં જણાવ્યું છે, તેથી એ પ્રાપ્ત થાય કે કેવળી ભગવંત સ્વયં આત્મકલ્યાણને જોઈ શકે છે, તેથી તેમને શાસ્ત્રાધારે કોઈ ક્રિયાઓ કરવાની હોતી નથી અને શાસ્ત્રમાં તેમને માટે કોઈ ચોક્કસ ક્રિયાઓ બતાવી પણ નથી, તેઓ તો કેવળજ્ઞાનમાં જે રીતે પોતાના કર્મો નાશ પામતાં દેખાય તે રીતે પ્રવૃત્તિ કરે છે, તેમને માટે નિયત કોઈ ક્રિયા નથી, છતાં તેઓ જીવનપર્યન્ત વ્યવહારને બાધ આવે કે શાસ્ત્રમાં નિષિદ્ધ હોય તેવી પ્રાયઃ કોઈ ક્રિયા કરતાં નથી; પરંતુ સર્વદા ઉચિત પ્રવૃત્તિઓ જ કરે છે અને આયુષ્ય પૂર્ણ થવા આવે ત્યારે યોગનિરોધ આદિ ક્રિયાઓ કરે છે.
આના ઉપરથી એટલું નિશ્ચિત થાય છે કે, જેઓ પૂર્ણજ્ઞાની છે તેમને પણ પૂર્ણતયા પોતાના ભાવમાં સ્થિર થવા ક્રિયાઓ કરવાની છે, તો જેઓ અપૂર્ણ છે, જેઓને પોતાના કર્મો કે કષાયો નાશ કરવાના બાકી છે તેવા સાધકોએ તો વિષયાસક્તિ અને કષાયાધીનતાને ટાળવા માટે પોતાની ભૂમિકા અનુસાર શાસ્ત્રમાં જણાવેલી ક્રિયા અવશ્ય કરવી પડે છે, કેમ કે આ ક્રિયા દ્વારા જ તેઓ મોહનો નાશ કરતાં કરતાં ઉપરની ભૂમિકાને પ્રાપ્ત કરતાં જશે અને ક્રમે કરીને છેક કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરશે. જેમ કે,
·
·
·
અપુનર્બંધક કક્ષાના જીવો, સમ્યગ્દષ્ટિજીવો કે મુનિભગવંતો મોહનો નાશ કરવા માટે અને જ્ઞાનને શુદ્ધ કરવા માટે શાસ્ત્રમાં દર્શાવેલા પંચાચારના પાલનરૂપ બાહ્ય ક્રિયાઓ દ્વારા અંતરંગ ક્રિયાઓ સુધી પહોંચી પોતાનું કાર્ય સાધે છે.
ચૌદપૂર્વી કે શ્રેણીગત જીવો પણ આશ્રવનિરોધની અપૂર્વકરણની ક્રિયા દ્વારા પ્રાતિભજ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
પ્રાતિભજ્ઞાનસંપન્ન મહાત્માઓ પણ સામર્થ્યયોગની ક્રિયા દ્વારા મોહનો નાશ કરી જ્ઞાનને પૂર્ણતયા પ્રાપ્ત કરે છે.
પૂર્ણજ્ઞાનીને મોહનો નાશ ક૨વાનો નથી કે જ્ઞાનની પ્રાપ્તિ કરવાની નથી તેથી તેમને તો સંપૂર્ણપણે નિર્બન્ધ બનવા અથવા કર્મથી સર્વથા મુક્ત એવા સ્વભાવને પામવા પૂરતી જ ક્રિયાની અપેક્ષા રહે છે. આમ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે મોહના નાશ માટે તથા જ્ઞાનની શુદ્ધતા કે પૂર્ણતા માટે ક્રિયા કરાય છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અવશેષ કર્મના નાશ માટે ક્રિયા કરાય છે. આટલો ભેદ ચોક્કસ હોવા છતાં પૂર્ણજ્ઞાનીને પણ ક્રિયા જરૂરી છે. ।।૧૪।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org