________________
૧૭૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
ભાવનું કારણ નથી માટે નકામી છે, તેનું કોઈ પ્રયોજન નથી.
નિશ્ચયનયની આ માન્યતાને આગળ કરીને જ્ઞાનનયે ક્રિયાને (શ્લોક ૧૦માં) અકિંચિત્કર - નકામી જણાવી હતી, તેથી હવે ક્રિયાનય શુદ્ધવ્યવહારનયનું આલમ્બન લઈને કહે છે કે, જ્ઞાનનયની આ વાત જરા પણ યોગ્ય નથી; કેમકે વ્યવહાર બહુલતાને આશ્રયીને થાય છે. મોટા ભાગના જીવો' શુભ ક્રિયાઓ દ્વારા જ શુભ ભાવો પ્રગટાવી શકે છે અને પ્રગટેલા શુભ ભાવને લાંબો કાળ ટકાવી પણ શકે છે, તેથી ક્રિયા અકિંચિત્કર નથી પણ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા, આત્માના શુદ્ધ ભાવોને મેળવવા ક્રિયા અતિ જરૂરી છે.
કેટલાક જીવો એવા હોય છે કે તેઓ વિચાર્યા વિના ક્રિયા કર્યા કરે છે તેથી તેઓ ક્યારેય ભાવ સુધી પહોંચી શકતા નથી તેઓમાં ભાવ પેદા થતો નથી એમાં ક્રિયાનો કોઈ વાંક નથી, પણ ક્રિયા કરનારના વિવેકની ખામી છે. વળી કોઈક જીવો વર્તમાનમાં ક્રિયા કરતાં ન દેખાતા હોય છતાં તેમનામાં જે શુભ ભાવ વર્તતો હોય છે તે પ્રાય: ભૂતકાળની ક્રિયાનું જ ફળ હોય છે. આના ઉપરથી નક્કી કરી શકાય કે ક્રિયા નકામી તો નથી જ. કેમ કે સીધા ભાવને પામનારા જીવો બહુ વિરલ હોય છે.
વાસ્તવમાં જે ભવ્યાત્માઓએ વિડંબનાથી ભરેલા સંસારના સ્વરૂપનું વારંવાર ચિંતન કર્યું હોય અને તેને કા૨ણે જેઓનું ચિત્ત વિષય-કષાયથી ભરેલા સંસાર ઉપરથી ઊઠી ગયું હોય, પરિણામે જેઓને સર્વ પ્રકા૨ની વિડંબણા વગરનું, સર્વ કષાયો જ્યાં શાંત થઈ ગયા હોય તેવું મોક્ષરૂપી સ્થાન જ પ્રાપ્ત કરવા યોગ્ય લાગતું હોય અને કાંઈક અંશે પણ કષાયોના ઉપશમ દ્વારા જેઓએ શાંતરસનો અનુભવ કર્યો હોય, તેવા સાધકો માટે તો ક્રિયાઓ અત્યંત ઉપકારક પુરવાર થાય છે. કેમ કે, તેઓ સ્વસ્થ ચિત્તે ક્રિયા કરી ક્રિયાના માધુર્યને માણી શકે છે અને ક્રિયા દ્વારા થતાં ભાવોથી ઉત્તરોત્તર આત્મિક શુદ્ધિ અને ગુણવૃદ્ધિ પણ કરી શકે છે.
જેઓનું ચિત્ત હજુ શાંત ન થયું હોય તેવા સાધકો માટે પણ ક્રિયા નકામી તો નથી જ; પરંતુ તેઓ ક્રિયા કરી હંમેશા ભાવ સુધી પહોંચી જ શકે એવું નથી, તેઓ પણ જો ભાવના લક્ષ્યપૂર્વક ક્રિયા કરે તો તે ક્રિયા પરંપરાએ પણ ભાવનું કારણ બને છે, આથી મોક્ષમાર્ગેચ્છુ દરેક સાધક માટે ક્રિયાઓ ઉપયોગી જ છે. ।।૧૨। અવતરણિકા :
જ્ઞાનનયે જ્ઞાનરહિત ક્રિયાને અકિંચિત્કર કહેલ, તેની સામે ક્રિયાનય ક્રિયારહિત જ્ઞાનને અકિંચિત્કર ઠેરવવા જે કહે છે, તેને ગ્રંથકારશ્રી રજૂ કરે છે
શ્લોક :
Jain Education International
क्रियाविरहितंळे हन्त ं ज्ञानमात्रर्मनर्थकम् ।
ગતિ વિના પથજ્ઞોઽપિં, નાખોતિ પુરષ્કૃતમ્ II૨૩ II
શબ્દાર્થ :
9. હૈંન્ત - ખેદની વાત છે કે ૨. પથજ્ઞઃ ષિ - માર્ગનો જાણકાર પણ રૂ/૪. ગર્તિ વિના - ચાલવાની ક્રિયા વિના બ/૬. પ્સિતમ્ પુરમ્ - ઇચ્છિત નગરને ૭. જ્ઞાનોતિ ન - પ્રાપ્ત કરતો નથી. ૮. ક્રિયાવિરહિત - (તેની જેમ) ક્રિયા વિનાનું ૬. જ્ઞાનમાત્રમ્ - જ્ઞાનમાત્ર ૧૦. અનર્થમ્ - નિરર્થક છે
For Personal & Private Use Only
www.airtelitary.org