________________
૧૭૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
વિશેષાર્થ :
જ્ઞાનનયનું માનવું છે કે, પશ્યક એવા જ્ઞાનીને એટલે કે આત્મતત્ત્વને જોનાર એવા જ્ઞાનીને આગમમાં ક્રિયાનો કોઈ ઉપદેશ અપાયો નથી, આથી જ મોક્ષપ્રાપ્તિ પ્રત્યે જ્ઞાન જ કારણ છે, ક્રિયા નહિ. જ્ઞાનનયના આ મંતવ્યને નહિ સાંખી શકતો ક્રિયાનય જણાવે છે કે, જ્ઞાનનયની આ વાત જરા પણ યોગ્ય નથી; કેમ કે જે આગમપંક્તિના આધારે તેણે ક્રિયાનું ખંડન કર્યું છે, તે આગમપંક્તિનો અર્થ જુદો જ છે. વાસ્તવમાં ‘સો પાસાસ નત્વિ' એ આચારાંગ સૂત્રની ટીકામાં શ્રી શીલાંકાચાર્યે પશ્ય: = સર્વજ્ઞ:' એમ જણાવી સ્પષ્ટ કર્યું છે કે “પશ્યક' શબ્દનો અર્થ પ્રત્યક્ષપણે આત્મતત્ત્વને જોનાર એવા કેવળી ભગવંત કરવાનો છે. કેવળજ્ઞાની સિવાય કોઈ પ્રત્યક્ષપણે આત્મતત્ત્વને જોઈ શકતું જ નથી. નિર્વિકલ્પ અવસ્થામાં રહેલા, અસંગભાવની ઊંચી ભૂમિકાએ પહોંચેલા મુનિ ભગવંતો પણ શુદ્ધ આત્મતત્ત્વને જોવા યત્ન કરે છે; પરંતુ તેઓ પણ આત્માને જોઈ શકતા નથી, તેથી કેવળી સિવાય કોઈ પશ્યક નથી, આથી સ્પષ્ટ છે કે જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સૌને માટે ક્રિયા જરૂરી છે.
આ ઉપરાંત (શ્લોક-૯માં) જ્ઞાનનયે જે એવી દલીલ કરી હતી કે કલ્પાતીત એવા સામર્થ્યયોગવાળા જ્ઞાની માત્ર જ્ઞાનના સહારે જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, તેથી પણ મોક્ષમાર્ગમાં જ્ઞાન જ મુખ્ય છે ક્રિયા નહીં. તેના સંદર્ભમાં ક્રિયાનય જણાવે છે કે સામર્થ્યયોગવાળા યોગી પણ સૌ પ્રથમ અપૂર્વકરણની ક્રિયા કરે છે, તેના દ્વારા તેઓ સર્વ ક્ષાયોપથમિક ધર્મોનો ત્યાગ કરી, ધર્મસંન્યાસયોગી બને છે, અને તે પછી ક્ષાયિકભાવનું કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આનાથી પણ એ જ નિશ્ચિત થાય છે કે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા પૂર્વે ક્રિયા આવશ્યક જ છે, તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ માત્ર જ્ઞાનથી થતી નથી, પણ ક્રિયાથી થાય છે. I/૧૧/
1. स, पश्यतीति पश्यः स एव पश्यकः, तस्य न विद्यते, स्वत एव विदितवेद्यत्वात्तस्य । अथवा पश्यतीति पश्यकः = सर्वज्ञः तदुपदेशवर्ती वा तस्योद्दिश्यत इत्युद्देशो नारकादिव्यपदेशः उच्चावचगोत्रादिव्यपदेशो वा स तस्य न विद्यते, द्रागेव मोक्षगमनादिति भावः ।
- માવાર સૂત્રી શ્રીશીટાછવાર્યવૃતવ્યાધ્યાયામ્ ૧/૨/૩-૮૨ || 2. અપૂર્વકરણ: છઠ્ઠાથી સાતમે, સાતમાથી છ એમ ઝોલા ખાતો આત્મા જો સાવધાન ન રહે તો નીચે ફેંકાઈ જાય છે. જો સાવધાન રહે એટલે કે અધિક અપ્રમત્ત બને તો અપૂર્વકરણ નામનું આઠમું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. તેમાં અપૂર્વ = પૂર્વે ક્યારેય ન થયો હોય તેવો વિશુદ્ધ અધ્યવસાય પ્રાપ્ત થાય છે. જેના બળે જીવ અપૂર્વ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ અને સ્થિતિબંધ કરે છે. ફળસ્વરૂપે ક્ષાયોપથમિક ધર્મોનો ત્યાગ થાય છે અને ક્ષાયિક ધર્મની પ્રાપ્તિ થાય છે. આ
નકમાં સમકાલે પ્રવેશેલા જીવોના અધ્યવસાયોમાં, વિવક્ષિત કોઈ પણ સમયે, પરસ્પર વિશદ્ધિમાં નિવૃત્તિ = તફાવત હોઈ શકે છે, માટે આ ગુણસ્થાનકને “નિવૃત્તિકરણપણ કહેવાય છે. ધ્યાન રાખવું કે, આ અપૂર્વકરણ સમ્યગદર્શનની પ્રાપ્તિ પૂર્વેના ત્રણ કરણમાંનું એક કરણ નથી; પરંતુ શ્રેણીકાળમાં વર્તતુ બીજું અપૂર્વકરણ છે. શ્રેણીનો વિચ્છેદ થવાની સાથે વર્તમાનકાળમાં આઠમાં ગુણસ્થાનકનો પણ વિચ્છેદ થઈ ગયો છે.
3. ક્ષાયોપથમિક ધર્મના ત્યાગ વિષયક વધુ વિગત માટે અધિકાર ૨ શ્લોક ૫૮ જોવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org