________________
૧૬૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
વિશેષાર્થ :
ક્રિયાને નકામી માનનાર જ્ઞાનનય વધુ એક તર્ક આપતાં જણાવે છે કે, ક્રિયાથી મોક્ષ થાય છે એવું માનનારા પણ એમ જ કહે છે કે, ભાવપૂર્વકની ક્રિયાથી મોક્ષ થાય છે. તેમની આવી માન્યતાથી પણ મોક્ષમાર્ગમાં ક્રિયાનું કોઈ પ્રયોજન રહેતું નથી. કેમકે ક્રિયા કરવા પૂર્વે જ જો ક્રિયા દ્વારા જે ભાવ પ્રાપ્ત કરવા યોગ્ય છે, તે ભાવ વિદ્યમાન હોય તો ક્રિયાની કોઈ જરૂર રહેતી નથી કેમકે વિદ્યમાન એવો ભાવ જ સાધકને ઉત્તરોત્તર શુદ્ધિ તરફ લઈ જાય છે. જેમ કોઈ પુણ્યાત્માને ગૃહસ્થ અવસ્થામાં જ જો ભાવથી છઠું ગુણસ્થાનક પ્રાપ્ત થઈ ગયું હોય, તો સંયમયોગની સાધનાનું ફળ તેને મળી ગયું હોવાથી, તેના માટે સંયમની ક્રિયાઓ કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. આનાથી વિપરીત જો કોઈ સાધકમાં વિરતિનો પરિણામ ન હોય અને છતાં તેને વ્રતાદિ પ્રદાન કરવામાં આવે કે તે વિરતિની ક્રિયા કરે તોપણ તે ક્રિયા કે તે વ્રતગ્રહણ ફળસાધક નથી બનતું, કેમ કે
ત્યાં ભાવ નથી. આમ ભાવ હોય તો પણ ક્રિયાથી કોઈ વિશેષ કાર્ય સરતું નથી અને ભાવ ન હોય તો પણ ક્રિયાથી કોઈ લાભ થતો નથી, તેથી કોઈપણ પરિસ્થિતિમાં ક્રિયા તો નકામી જ બની જાય છે, એવી જ્ઞાનનયની દલીલ છે.
આ ત્રણે શ્લોકો દ્વારા જ્ઞાનનયનું કહેવું છે કે, ઉપરોક્ત સર્વ વાતો લક્ષ્યમાં લેતાં સ્પષ્ટ થઈ જાય છે કે મોક્ષેચ્છુ સાધકે ક્રિયા રહિત એવા જ્ઞાનયોગને જ મોક્ષપ્રાપ્તિના રાજયોગરૂપે સ્વીકારવો જોઈએ, તે જે મોક્ષનું પ્રધાન કારણ છે, તેમ માનવું જોઈએ. /૧૦ll.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org