________________
ક્રિયાયોગ કરતાં જ્ઞાનયોગને વિશેષ જણાવતી યુક્તિઓ - ગાથા-૧૦
૧૬૭ કલ્પાતીત કક્ષાના આ યોગી માટે હાથ જ હથિયાર બની જાય છે, તેઓ કોઈપણ યોગ દ્વારા કલ્યાણ સાધી શકે છે, આથી જ શાસ્ત્રમાં એવા ઘણા દૃષ્ટાંતો જોવા મળે છે કે જેમાં સંસારની કોઈક પ્રવૃત્તિ કરતાં જીવે ક્ષપકશ્રેણી માંડી અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, જેમકે ચોરીમાં ફેરા ફરતાં, રાજગાદી ઉપર રાજ સંભાળતા કે એક માછલી કાપવા જેવી પ્રવૃત્તિઓ કરતાં પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે, આથી જ્ઞાનનય કહે છે તે સમજાય એવું છે કે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા ઉચિતક્રિયાઓ આવશ્યક નથી, પરંતુ શ્રેષ્ઠ કોટિનું જ્ઞાન જ જરૂરી છે.
આ રીતે ત્રીજો મુદ્દો રજૂ કરી જ્ઞાનનય પોતાની વાતને વધુ દઢ કરતાં કહે છે કે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા જ્ઞાનીને ક્રિયાની કોઈ જરૂર રહેતી નથી; તેઓ ક્રિયા વિના જ્ઞાનમાત્રથી ઉચ્ચતમ ભૂમિકા સુધી પહોંચી શકે છે. ll
અવતરણિકા :
જ્ઞાનનયનું મંતવ્ય રજૂ કરતાં શ્લોકોની શ્રેણીના ત્રીજા શ્લોકમાં ગ્રંથકારશ્રી, પૂર્વના તર્કો ઉપરાંતનો એક તર્ક દર્શાવી જ્ઞાનની પ્રધાનતા સ્થાપિત કરનાર પૂર્વપક્ષીનું મંતવ્ય રજૂ કરે છેશ્લોક :
भावस्य सिद्ध्यसिद्धिभ्यां, याकिञ्चित्करी क्रिया ।
ज्ञानमेव क्रियामुक्तं, राजयोगस्तदिष्यताम् ||१०|| શબ્દાર્થ :
9, 9 - અને ૨. ચત્'- જે કારણથી રૂ. માવસ્ય - ભાવની ૪. સિન્દ્રસિદ્ધિમ્યાં - સિદ્ધિ-અસિદ્ધિ દ્વારા /૬. ક્રિયા વિશ્ચન્ટરી - ક્રિયા વ્યર્થ (બને છે) ૭. તત્ - તે કારણથી ૮/૨. શિયામુવતં જ્ઞાનમેવ - ક્રિયા વગરનું જ્ઞાન જ ૧૦. રાનયો 1: - રાજયોગસ્વરૂપે 99. રૂણતામ્ - વીકારાય. શ્લોકાર્થ :
અને જે કારણથી ભાવની સિદ્ધિ તથા અસિદ્ધિ દ્વારા ક્રિયા વ્યર્થ છે, તે કારણથી ક્રિયા વગરનું જ્ઞાન જ મોક્ષપ્રાપ્તિ પ્રત્યે રાજયોગ સ્વરૂપે સ્વીકારવું જોઈએ. ભાવાર્થ :
ક્રિયાનય પણ ભાવપૂર્વકની ક્રિયાને જ મોક્ષનું કારણ માને છે, તેથી જ્ઞાનનય તેને કહે છે કે, ક્રિયા દ્વારા જે ભાવ પ્રાપ્ત કરવાનો છે, તે ભાવ જો ક્રિયા કરવા પૂર્વે પ્રાપ્ત થઈ ગયો હોય તો ક્રિયા કરવાની કોઈ જરૂર રહેતી નથી. જેમકે શિવકુમારને દીક્ષા લેવા પૂર્વે છઠ્ઠા ગુણસ્થાનકને યોગ્ય ભાવ પ્રાપ્ત થઈ ગયો હતો, તેથી તેમને દીક્ષા સંબંધી ક્રિયાની કોઈ જરૂર ન હતી. વળી જો હૃદયમાં ક્રિયાને અનુરૂપ ભાવ ઉત્પન્ન ન થયો હોય તો પણ તે ક્રિયા નકામી બની જાય છે, કેમકે ભાવયુક્ત ક્રિયા જ ફળપ્રદ બને છે, તેથી ક્રિયા તો બન્ને પરિસ્થિતિમાં (ભાવની ઉત્પત્તિમાં કે અનુત્પત્તિમાં) અકિંચિત્કર જ બને છે. આ બધા કારણોસર મોક્ષપ્રાપ્તિના મુખ્ય કારણ તરીકે જ્ઞાનયોગ જ સ્વીકાર્ય બને, ક્રિયાયોગ નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org