________________
ક્રિયાયોગ કરતાં જ્ઞાનયોગને વિશેષ જણાવતી યુક્તિઓ – ગાથા-૮
૧૫ ભૂમિકાને અનુરૂપ ઉચિત આચરણા કરતા હોય છે. આવું પ્રતિપાદન સાંભળી જ્ઞાનનયને માનનારો પૂર્વપક્ષી કહે છે કે “જે પણ વિધિ-નિષેધરૂપ ક્રિયાઓ મોક્ષના ઉપાય તરીકે બતાવાઈ છે, તે ક્રિયાઓ પણ જ્ઞાન હોય તો જ સફળ થાય છે. જ્ઞાન વિના જે ક્રિયા કરાય છે, તે નિષ્ફળ જાય છે, તેથી સ્પષ્ટ છે કે, જ્ઞાનયુક્ત ક્રિયાઓ જ કાર્ય નિષ્પન્ન કરે છે, પણ એકલી ક્રિયાઓ તેમ કરવા સમર્થ નથી. કેમકે દરેક સમ્યગૂ આચારોનું અણિશુદ્ધ પાલન કરવું હોય તો પહેલાં શાસ્ત્રાધારે તે ક્રિયાઓ કેવી રીતે કરવી તેનું જ્ઞાન મેળવવું પડે છે. જ્ઞાનીની. નિશ્રામાં રહી તે ક્રિયા કરતાં શીખવું પડે છે અને તે પછી તદનુસાર ક્રિયાઓ કરાય તો જ તે ક્રિયા ફળપ્રદ બને છે, પરંતુ શાસ્ત્રીય સૂઝ વિના કે ગુર્વાજ્ઞા નિરપેક્ષ બની ઉત્તમ પણ ક્રિયાઓ કરવામાં આવે તો તે નિષ્ફળ જાય છે, તેથી મોક્ષપ્રાપ્તિમાં જ્ઞાનયોગ જ પ્રધાન છે, વિધિનિષેધાત્મક ક્રિયાયોગ નહીં.”
વળી, પોતાના પક્ષને દૃઢ કરવા જ્ઞાનનય, બીજી દલીલ રજૂ કરતાં કહે છે કે, “જ્ઞાનથી નિયંત્રિત વિધિનિષેધરૂપ ક્રિયાનો ઉપદેશ પણ બાળ માટે છે, પશ્યક માટે નહીં'.
બાળક જેમ સાપથી આકર્ષાઈ તેની સાથે ચેડા કરવા દોડી જાય છે, તેમ વિષય-કષાય આત્માના શત્રુ છે' - તેવું જાણવા છતાં નિમિત્ત મળતાં જેઓ વિષય-કષાય તરફ આકર્ષાઈ જાય છે અને આત્માનું અહિત થાય તેવી પ્રવૃત્તિઓ કરવા લાગે છે, તેવા આધ્યાત્મિક વિવેક વિનાના જીવોને બાળ કહેવાય છે. આવા બાળ જીવોને વિષય-કષાયથી બચાવવા માટે જ શાસ્ત્રકારોએ ક્રિયાનો માર્ગ બતાવ્યો છે. તેઓ જો આવશ્યક શુભ ક્રિયાઓમાં રત રહે તો અનર્થકારી માર્ગથી બચી શકે છે.
જ્ઞાન દ્વારા જેઓ પરમ વિવેકને વરેલા છે, જેનો બોધ પરિપક્વ થયેલો છે અને તે કારણે જ જેઓ આત્મતત્ત્વને જોઈ શકે છે એવા જીવો “પશ્યક’ કહેવાય છે. પશ્યક કક્ષાના જીવો રાગાદિના મલિન ભાવોથી હંમેશા પર રહેતા હોય છે, તેથી તેમને કર્મયોગે વિષયોમાં પ્રવૃત્તિ કરવી પડે તોપણ તેઓને ક્યાંય કર્તા કે ભોક્તાભાવ સ્પર્શતો નથી, તેઓ તો તેના જ્ઞાતા અને દૃષ્ટા બની સદા શુદ્ધ જ્ઞાનાદિ ગુણોમાં મગ્ન રહે છે.
આચારાંગ નામના આગમમાં કહ્યું છે કે, પશ્યક કક્ષાના સાધક માટે ક્રિયાનો કોઈ ઉપદેશ નથી. કેમ કે, તેમને કોઈ નિયંત્રણની જરૂર નથી. શાસ્ત્રમાં તેઓને માટે કોઈ વિધાન નથી કે કોઈ નિષેધ નથી. તેઓને પોતાના જ્ઞાન દ્વારા જે સમયે જે કરવા યોગ્ય લાગે તે તેઓ કરે છે, ન કરવા યોગ્ય લાગે તેનાથી અટકે છે.
બાળજીવોની આવી સ્થિતિ નથી, તેઓ તો અશુભ ક્રિયાઓ દ્વારા રાગાદિના અશુભ ભાવો કરી ક્લિષ્ટ કર્મબંધ કરી બેસે છે. તેથી તેઓને બચાવવા માટે જ આગમમાં તેમને શુભક્રિયામાં જોડવાનો ઉદ્દેશ = ઉપદેશ છે. આના ઉપરથી પણ નિશ્ચિત થાય કે, મોક્ષમાર્ગમાં જ્ઞાન મુખ્ય છે ક્રિયા નહીં. ક્રિયા તો અજ્ઞાન અવસ્થામાં અને તે પણ જ્ઞાનથી નિયંત્રિત હોય તો જ ફળપ્રદ બને છે.” IIટl 1. પશ્યક શબ્દ શું-જોવું - ધાતુ ઉપરથી બનેલો છે, તેથી જે જીવ શુદ્ધ આત્મતત્ત્વને જુવે છે તેને પશ્યક કહેવાય છે. 2. उद्देसो पासगस्स नत्थि, बाले पुण निहे कामसमणुन्ने असमीयदुक्खे दुक्खी दुक्खाणमेव आवर्से अणुपरियट्टइ ।
- માવાર સૂત્રે ૧/૨/૩-૧૨ || उद्देशः = उपदेशः सदसत्कर्तव्याकर्तव्यादेशः । सः पश्यतीति पश्यः स एव पश्यकः, तस्य न विद्यते, स्वत एव विदितवेद्यत्वात्तस्य । बालो नाम रागादिमोहितः ।
- आचाराङ्गश्रीशीलाङ्काचार्यकृतव्याख्यायाम् ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org