________________
૧૬૬
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
અવતરણિકા :
પૂર્વપક્ષી જ્ઞાનનય પોતાની માન્યતાને વધુ પુષ્ટ કરવા જે કહે છે તેને ગ્રંથકારશ્રી જણાવે છેશ્લોક :
ने चं सामर्थ्ययोगस्य, युक्तं शास्त्र नियामकम् ।
कल्पातीतस्य मर्यादाप्यस्ति न ज्ञानिनः कचित् ||९|| શબ્દાર્થ :
૧/૨. સામર્થ્યથાર્થ - અને સામર્થ્યયોગવાળાને રૂ/૪. શાસ્ત્ર નિયામક - શાસ્ત્ર નિયામકરૂપે ૧/૬. ન યુવતં - યુક્ત નથી. ૭/૮. કન્યાતીતણ જ્ઞાનિનઃ - (કેમકે) કલ્પાતીત એવા જ્ઞાનીને /૧૦. વરિત્ પે - ક્યાંય પણ 99/૧૨/૧રૂ. મર્યાા ન ગતિ મર્યાદા નથી. શ્લોકાર્થ
(વળી જે કારણથી) સામર્થ્યયોગવાળા યોગીને નિયામકરૂપે શાસ્ત્ર આવશ્યક નથી, કેમકે કલ્પાતીત એવા જ્ઞાનીને ક્યાંય પણ મર્યાદા નથી. (તે કારણથી પણ ક્રિયાથી મુક્ત એવું જ્ઞાન જ મોક્ષપ્રાપ્તિ માટે રાજયોગસ્વરૂપે ઇચ્છાય છે.)
ભાવાર્થ :
જ્ઞાનનયવાદી પોતાની માન્યતાને વધુ પુષ્ટ કરવા જણાવે છે કે, “સામર્થ્યયોગની ઊંચી ભૂમિકાને વરેલા મહાત્માઓ માટે શાસ્ત્રમાં વિધિ-નિષેધરૂપ કોઈ મર્યાદા જણાવી નથી અર્થાત્ શાસ્ત્ર તેમનું નિયમન કરતું નથી. મર્યાદા ન હોવાથી તેઓ કલ્પાતીત કહેવાય છે. તેમના માટે એવું કોઈ બંધારણ નથી કે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા આવી જ ક્રિયાઓ કરવી જોઈએ અને આવી ક્રિયાઓ ન કરવી જોઈએ. આના ઉપરથી પણ નક્કી થાય છે કે, કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં જ્ઞાનયોગનું જ વધારે મહત્ત્વ છે ક્રિયાયોગનું નહીં.” વિશેષાર્થ :
શાસ્ત્રમાં ત્રણ પ્રકારના યોગ બતાવ્યા છે : ૧. ઇચ્છાયોગ ૨. શાસ્ત્રયોગ ૩. સામર્થ્યયોગ. આ ત્રણ યોગોમાં સામર્થ્યયોગ' સર્વ શ્રેષ્ઠ કોટિનો યોગ છે, તે ક્ષપકશ્રેણીના કાળમાં પ્રગટે છે. આ યોગ દ્વારા સાધક માત્ર એક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સર્વજ્ઞ બની શકે છે. આ યોગ શાસ્ત્ર અતિક્રાન્ત વિષયવાળો છે, એટલે કે શાસ્ત્રમાં ન જણાવ્યા હોય તેવા પણ અનેક ભાવો આ યોગમાં વર્તતા યોગીને પોતાના સામર્થ્યથી જણાય છે, તેથી આ યોગમાં વર્તતા યોગી માટે શાસ્ત્ર નિયામક રહેતું નથી. તેમને શાસ્ત્ર પ્રમાણે વિધિનિષેધરૂપ ક્રિયામાં પ્રવર્તી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો પડતો નથી. તે તો સ્વત: પોતાના અનુભવજ્ઞાનને આધારે મોક્ષમાર્ગે આગળ વધે છે. આવા શાસ્ત્ર મર્યાદાથી પર બનેલા યોગીને કલ્પાતીત યોગી કહેવાય છે. 1. शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः। शक्त्युद्रेकाद्विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ।।५।।
- યોદિષ્ટસમુચવે ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org