________________
જ્ઞાનનયની યુક્તિઓનું નિરાકરણ - ગાથા-૧૧
૧૩૯
જ્ઞાનનયની યુક્તિઓનું નિરાકરણ
ગાથા-૧૧-૧૨-૧૩
અવતરણિકા :
પૂર્વના ત્રણ શ્લોકો દ્વારા જ્ઞાનનયનું મંતવ્ય દર્શાવીને હવે તેની વાતો કેટલી અને કેમ અયોગ્ય છે, તે જે રીતે ક્રિયાનય સાબિત કરે છે, તેને ગ્રંથકારશ્રી ક્રમસર જણાવે છેશ્લોક :
मैवं नाकेवली पश्यो नापूर्वकरणं विना ।
धर्मसन्न्यासयोगी चेत्यन्यस्य नियती क्रिया ॥११॥ શબ્દાર્થ :
9. મ પર્વ - આવું નથી ર/રૂ. નવી પય: - (કેમકે) કેવળજ્ઞાની સુધી કોઈ પશ્યક નથી ૪/૫/૬ ૨ ૩ પૂર્વજરખ વિના - અને અપૂર્વકરણ વિના ૭૮, ઘર્ષણન્યાયો ન - ધર્મસંન્યાસયોગી (બનાતું) નથી . ત - એથી ૨૦. અન્યW - અન્યને = કેવળી કે ધર્મસંન્યાસયોગી સિવાયનાને 99/9૨. ક્રિયા નિયતા - ક્રિયા નિયત છે | ક્રિયા નક્કી છે. શ્લોકાર્થ :
જ્ઞાનનયનું જે માનવું હતું કે, જ્ઞાન જ મોક્ષપ્રાપ્તિનું મુખ્ય કારણ છે ક્રિયા નહી, તે યોગ્ય નથી, કેમ કે કેવળી સિવાય કોઈ પશ્યક (આત્મતત્ત્વને જોનાર જ્ઞાની) નથી અને દ્વિતીય અપૂર્વકરણ(ની ક્રિયા) વિના ધર્મસંન્યાસયોગી બનાતું નથી, એથી કેવળી કે ધર્મસંન્યાસયોગી સિવાયના અન્ય સર્વ જીવોને ક્રિયા નિયત છે. ભાવાર્થ :
પશ્યકને ક્રિયાનો ઉપદેશ નથી' - એવા શ્રીઆચારાંગ સૂત્રના કથનના આધારે જ્ઞાનનયે (શ્લોક૮માં) સિદ્ધ કર્યુ હતું કે જ્ઞાની માટે ક્રિયા ઉપયોગી નથી, તેની સામે કિયાનય કહે છે કે, શ્રીઆચારાંગસૂત્રના કથનના તાત્પર્યને જે સમજ્યા ના હોય તે જ આવું કહી શકે, કેમ કે, આ સૂત્રમાં જે “પશ્યક” શબ્દ છે તેનો અર્થ કેવળજ્ઞાની કરવાનો છે, માત્ર જ્ઞાની નહીં. તેથી કેવળી સિવાયના સૌ મુમુક્ષુઓ માટે ક્રિયા ઉપયોગી જ છે. આ ક્રિયાના આધારે જ સાધકો કેવળજ્ઞાન સુધી પહોંચી શકે છે. વળી સામર્થ્યયોગવાળા યોગી પણ અપૂર્વકરણની સૂક્ષ્મ અંતરંગ ક્રિયા કરીને જ ક્ષાયોપથમિક ભાવના ધર્મોનો સર્વથા ત્યાગ કરી ધર્મસંન્યાસયોગી બની કેવળી બને છે, તેથી જ્ઞાન એ જ રાજયોગ છે એવું જ્ઞાનનયે કરેલું કથન યોગ્ય નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org