________________
૯૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
તો “સતુ માત્રના ઉપયોગમાં લીન હોય છે. આ સત્ સ્વમાં વિશ્રાન્ત હોવાથી, “આત્મા બ્રહ્મસ્વરૂપે સત્ છે', એવો જ યોગીના જ્ઞાનનો ઉપયોગ હોય છે, તેથી આત્મસ્વરૂપના જ્ઞાનમાં લીન બનેલ યોગીના ઉપયોગમાં જ્ઞાનાદિ આત્માથી ભિન્ન છે કે અભિન્ન' એવા વિકલ્પોનું કોઈ સ્થાન જ હોતું નથી. યોગી તો ત્યારે ઋજુસૂત્ર ઉપજીવી સંગ્રહ- નયાનુસાર સતુમાં એકાગ્ર હોય છે, તે વખતે તે ‘સત્ “સત્ય”નો જાપ નથી કરતા; પરંતુ સત્ દ્વારા વાચ્ય પરમાત્મસ્વરૂપ શુદ્ધ આત્મતત્ત્વ સાથે તાદાત્મ અનુભવે છે.
આથી શંકાકારની શંકા જ અસ્થાને છે, કેમકે નિર્વિકલ્પજ્ઞાનમાં મગ્ન બનેલ મહાત્મા શુદ્ધ બ્રહ્મતત્ત્વને સત્ત્વરૂપે, ચૈતન્યઇજ્ઞાનરૂપે કે આનંદરૂપે અનુભવતા નથી, પરંતુ અખંડ સચ્ચિદાનંદઘન સ્વરૂપે શુદ્ધ આત્મતત્ત્વનું સંવેદન કરે છે અને અન્યને પણ તત્સ્વરૂપે જ જુવે છે. ll૪૪ll અવતરણિકા :
નિર્વિકલ્પ જ્ઞાનમાં લીન બનેલા મહાત્મા સત્તા, જ્ઞાન, આનંદ આદિ ધર્મો અદ્વૈત બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન તેની વિચારણા કરતા નથી; તેમ પૂર્વ શ્લોકમાં જણાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે તત્ત્વના નિર્ણય માટે ભેદભેદની વિચારણાથી યુક્ત સ્યાદ્વાદની દૃષ્ટિ અત્યંત આવશ્યક છે, તેથી આવી વિચારણાનો અભાવ તે જ્ઞાનયોગી માટે દોષરૂપ નહીં બને ? તેનું સમાધાન કરતાં જણાવે છેશ્લોક :
योगजानुभवारूढे, सन्मात्रे निर्विकल्पके ।
विकल्पौघासहिष्णुत्वं, भूषणं न तु दूषणम् ॥ ४५ ॥ શબ્દાર્થ :
૧. યોગાનાનુમવારૂઢ - (ચારિત્ર) યોગથી ઉત્પન્ન થયેલા અનુભવ જ્ઞાનમાં આરૂઢ થયે છતે ર/રૂ. સન્મા નિર્વિજન્ય - સતુમાત્રના વિષયવાળા નિર્વિકલ્પ ઉપયોગમાં ૪, વિવટત્પાદિyā - વિકલ્પોના સમૂહનું અસહિષ્ણુપણું ૬. મૂપvi - ભૂષણ છે ૬/૭/૮, તુ ટૂષણમ્ ન - પરંતુ દૂષણ નથી. શ્લોકાર્થ :
સાધક જ્યારે ચારિત્રયોગથી ઉત્પન્ન થયેલા અનુભવજ્ઞાનમાં આરૂઢ થાય છે ત્યારે “સત્ માત્રના વિષયવાળા નિર્વિકલ્પજ્ઞાનના ઉપયોગમાં વિકલ્પોના સમૂહને સહન ન કરવા - ન સ્પર્શવાં તે ભૂષણ છે, પરંતુ દૂષણ નથી. ભાવાર્થ :
લક્ષ્યના પ્રણિધાનપૂર્વક જ્યારે ચારિત્રના અનુષ્ઠાનોનું સેવન કરવામાં આવે છે, ત્યારે અભ્યાસના અતિશયથી કોઈ ધન્ય પળે સાધકને અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્મિક આનંદની અનુભૂતિવાળા આ કાળમાં સાધયોગી શુદ્ધ પરમતત્ત્વ સાથે તાદાભ્ય સાધી શકે છે. અપૂર્વ અનુભૂતિના આનંદને માણવાના આ કાળમાં “આત્મા તેના ગુણોથી ભિન્ન છે કે અભિન્ન' એવી વિચારણાઓ તો આનંદનો ભંગ કરે તેવી બની જાય છે, માટે નિર્વિકલ્પદશામાં વર્તતા જ્ઞાનમગ્ન યોગી માટે તો વિકલ્પોને પોતાની ચિત્તભૂમિમાં કોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org