________________
૧૫૭
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
જ્ઞાન જ તેમને આત્મહિત સાધે તેવી પ્રવૃત્તિ કરવાની પ્રેરણા આપે છે, તેથી જ્ઞાન હોય ત્યાં જ્ઞાનના ફળસ્વરૂપે શાસ્ત્રોક્ત ઉચિત પ્રવૃત્તિ હોય જ.
નિશ્ચયનય તો કહે છે કે, તે જ સાચું કારણ છે જે ચોક્કસપણે કાર્યને ઉત્પન્ન કરે, તેથી નિશ્ચયના મતે તો સાચું જ્ઞાન તે જ કહેવાય જે અશુભ કાર્યથી અટકાવી, શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરાવે. જો આવું ન થતું હોય તો તે જ્ઞાન સમ્યજ્ઞાન જ ન કહેવાય; કેમકે તેનું કાર્ય થતું નથી, આથી જ નિશ્ચયનયની દૃષ્ટિએ જ્ઞાની જો સમ્યકપ્રકારના તપ, નિયમાદિ ઉચિત પ્રવૃત્તિઓ ન કરતાં હોય અને પોતાની ઇચ્છા પ્રમાણે ગમે-તેમ પ્રવૃત્તિ કરતાં હોય તો જ્ઞાની પણ વાસ્તવમાં જ્ઞાની નથી, પણ અજ્ઞાની તુલ્ય જ છે.
જ્ઞાની પોતાની ઇચ્છા પ્રમાણે જ જો પ્રવૃત્તિ કરતા હોય તો જ્ઞાની અજ્ઞાની કરતાં કોઈ રીતે ચઢિયાતા નથી. અર્થાત્ તે બન્નેમાં કોઈ ફરક નથી. કેમકે “જ્ઞાની તેને કહેવાય જે જ્ઞાનને અનુરૂપ પ્રવૃત્તિ કરે.' આવું જ્ઞાનીનું લક્ષણ ઇચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરતા જ્ઞાનમાં ઘટતું નથી અર્થાત્ તે જ્ઞાની રહેતા નથી.
હકીકતમાં પ્રવૃત્તિના આધારે જ જ્ઞાનનું માપ નીકળે છે. જો પ્રવૃત્તિ ન હોય તો “આ જ્ઞાની છે, તેવું જણાય કઈ રીતે ? તેથી જો જ્ઞાની પોતાના જ્ઞાનને અનુરૂપ પોતાની ભૂમિકા પ્રમાણે યોગ્ય ક્રિયા કરતા હોય તો જ તેને જ્ઞાની કહેવાય.
આનાથી એવું નક્કી થાય છે કે, જ્યાં સમ્યગુજ્ઞાન હોય ત્યાં તે જ્ઞાન જ તપસંયમની ક્રિયાઓને સમ્યગુ રીતે નિષ્પન્ન કરે અને જ્ઞાનયોગ અને ક્રિયાયોગરૂપ બે ચક્રોના સહારે સાધકનો રથ યોગમાર્ગે આગળ વધી આત્માના જ્ઞાનસ્વરૂપને પ્રગટ કરે છે, તેથી કોઈએ એવો ભ્રમ ન સેવવો જોઈએ કે, ફક્ત જ્ઞાન દ્વારા જ કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકશે.
જૈનદર્શન તો આવું માને છે; પરંતુ અન્ય દર્શનકારો પણ આવું જ માને છે જે આગળ શ્લોક-પમાં જણાવ્યું છે. II૪l. અવતરણિકા :
સમ્યમ્ ક્રિયા કરતો જ્ઞાની જ જ્ઞાની છે” એવી જૈનદર્શનની માન્યતાને પુષ્ટ કરતું હવે અન્યદર્શનકારોનું કથન રજૂ કરે છેશ્લોક :
बुद्धाऽद्वैतसत्तत्त्वस्य, यथेच्छाचरणं यदि । शुनां तत्त्वदृशां चैव, को भेदोऽशुचिभक्षणे ||५||
નોંધ : અહીં વૃદ્ધાંતસતસ્વસ્થ એવો પાઠ પણ મળે છે. શબ્દાર્થ :
૧/૨. યુદ્ધSĂતસત્તત્ત્વસ્થ વઢિ - અદ્વૈત સત્તત્ત્વને જેણે જાણ્યું છે તેવા જ્ઞાનીનું જો રૂ. યથેચ્છાવર - યથેચ્છાચરણ (થતું) હોય ૪/૬. શુનાં અશુચિમક્ષ , (તો) કૂતરાના અશુચિભક્ષણમાં ૬/૭. તત્ત્વદ્રશાં ૨ (અશુમિક્ષ) - અને તત્ત્વદ્રષ્ટાના અશુચિભક્ષણમાં ૮/૧/૧૦, મે: gવ વ: ? - ફરક જ શું (રહે) ?
1.
સખ્યવૃત્તિવ્યાધાતાત્ સત્રવૃત્તિ વાવ8: |
- યોગસમુચ, Tથા-૨૭ //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org