________________
૧૬૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
કેળવી સર્વ પાપ પ્રવૃત્તિને તિલાંજલી આપી સર્વવિરતિરૂપ સંયમજીવનનો સ્વીકાર કરે છે. આવા સંયમી મુનિના ચિત્તની બે અવસ્થાઓ હોય છે :
૧. અશુભ આચારોથી અટકી શુભમાં પ્રવર્તમાન સદ્-વિકલ્પોવાળી ચિત્તની અવસ્થા.
૨. પરમ ઉદાસીનભાવવાળી વિકલ્પો વગરની અવસ્થા. તેમાં પ્રારંભમાં ક્રિયાયોગના સાધકને પ્રભુ વચન પ્રત્યે તીવ્ર રાગ હોય છે, આથી જ તે ભગવાનના વચનાનુસારે અસતુપ્રવૃત્તિથી અટકવાના અને સત્પ્રવૃત્તિમાં પ્રવર્તવાના શુભવિકલ્પો સતત કર્યા કરે છે. ભગવાનના વચન પ્રમાણે ચાલતાં શુભ સંકલ્પ-વિકલ્પવાળી આ અવસ્થા વચનાનુષ્ઠાનની કક્ષામાં આવે છે.
સાતત્યપૂર્વક ભગવાનના વચનાનુસારે પ્રવૃત્તિ કરતાં મુનિને તે પ્રવૃત્તિનો દૃઢ અભ્યાસ થઈ જાય છે. આ અભ્યાસના કારણે આગળ જતાં મુનિને ઉચિતમાં પ્રવૃત્ત થવાનો કે અનુચિતથી નિવૃત્ત થવાનો કોઈ વિકલ્પ કરવો પડતો નથી. સહજ ભાવે ઉચિતમાં પ્રવૃત્તિ અને અનુચિતથી નિવૃત્તિ થયા કરે છે. જ્યારે મુનિ આ ભૂમિકાને પ્રાપ્ત કરે ત્યારે તેઓ અસંગઅનુષ્ઠાનવાળા કહેવાય છે.
આ ભૂમિકામાં રાગાદિ ભાવો એટલા મંદકક્ષાના થઈ ગયા હોય છે કે, તેમને ક્યાંય રાગાદિજન્ય સંગ રહેતો નથી. સંસારના સર્વ ભાવો પ્રત્યે તેઓ નિર્મમ બને છે. તેમની અસતુ પ્રવૃત્તિઓ કરવાની વૃત્તિઓ તો શાંત થઈ જાય છે, પણ સત્ કાર્યો કરવાના વિકલ્પો પણ શાંત થઈ જાય છે. આગળ વધીને તેઓ તૃણ કે મણિ, શત્રુ કે મિત્ર, સુખ કે દુઃખ, ભવ કે મોક્ષ સર્વ ભાવો પ્રત્યે સમતાવાળા અને સર્વત્ર ઉદાસીન વૃત્તિવાળા બને છે.
પૂર્વની ભૂમિકામાં જે શાસ્ત્રવિહિત પ્રવૃત્તિઓ પ્રત્યે રાગ અને નિષિદ્ધ પ્રવૃત્તિઓ પ્રત્યે દ્વેષ હતો, તે પ્રશસ્ત રાગાદિ પણ આ ભૂમિકામાં નાશ પામે છે, અને બન્ને પ્રત્યેની સમતાવાળું, મધ્યસ્થતાવાળું ઉદાસીન ચિત્ત નિષ્પન્ન થાય છે. પૂર્વે શાસ્ત્રવચનના સ્મરણપૂર્વક, તેના પ્રત્યેના રાગથી ઉચિત પ્રવૃત્તિઓ થતી હતી, પરંતુ હવે સર્વત્ર સમતાનો પરિણામ ઉલ્લસિત થતા સામાયિકનો પરિણામ સહજ રીતે જ ઉચિત પ્રવૃત્તિઓ કરાવે છે. જેમ પહેલા ચક્ર દંડ દ્વારા ભ્રમિત કરાય છે અને પછી તો પૂર્વના આવેધથી
1. शास्त्रार्थप्रतिसंधानपूर्वा साधोः सर्वत्रोचितप्रवृत्तिर्वचनानुष्ठानम्, आह च, “वचनात्मिका प्रवृत्तिः सर्वत्रौचित्ययोगतो या तु । વનાનુષ્ઠાનમવું વરિત્રવતો નિયોન II” (ષોડશ - ૨૦/૬)
- જો વિશિવૃત્તી || 2. व्यवहारकाले वचनप्रतिसंधाननिरपेक्षं दृढतरसंस्काराचन्दनगन्धन्यायेनात्मसाद्भूतं जिनकल्पिकादीनां क्रियासेवनमसंगानुष्ठानम्, आह च, “यत्त्वभ्यासातिशयात् सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्ठानं, भवेत् त्वेतत्तदावेधात् ।।" (षोडशक - १०/७)
- યો વિશિT-કો-૨૮-વૃત્તો | 3. ૩૬ = ઉપર; માસીન = બેસવું; તેથી ઉદાસીન એટલે ઉપર બેસવું અથવા પર રહેવું. બાહ્ય વિષયોમાં રાગાદિ કરીને ઓતપ્રોત
ન થવું પણ જ્ઞાતા-દ્રષ્ટા ભાવે સાક્ષી બનીને રહેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org