________________
જ્ઞાનીમાં સ્વચ્છન્દાચારનો અસંભવ – ગાથા-૪
૧પપ
જ્ઞાનીમાં સ્વચ્છદાચારનો અસંભવ
ગાથા-૪-૫-૭
અવતરણિકા :
પૂર્વના શ્લોકોમાં જણાવ્યું કે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા સાધક તપ-નિયમાદિ સાધનોને સ્વીકારે છે, પરંતુ કેવળજ્ઞાન તો જ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે, તેથી કેવળજ્ઞાન મેળવવા માટે તો સમ્યગુ જ્ઞાન પ્રાપ્ત કરી, જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમને સાધવા યત્ન કરવો યોગ્ય જણાય, કેમ કે, તે ક્ષયોપશમભાવનું જ્ઞાન જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામી ક્ષાયિકભાવના કેવળજ્ઞાનરૂપે પરિણમે છે. તો પછી કેવળજ્ઞાનના સાધકને તપનિયમાદિ બાહ્ય આચારોની શું જરૂર છે ? આવી શંકાનું નિવારણ કરવા ગ્રંથકારશ્રી હવે જણાવે છેશ્લોક :
नाज्ञानिनो विशेष्येत, यथेच्छाचरणे पुनः ।
જ્ઞાની ક્ષમાવાન તથા વોક્ત પુરપિ° ૪ JIL શબ્દાર્થ :
૧/૨.યથેચ્છાવરને પુનઃ - ‘ઇચ્છા પ્રમાણે આચરણ કરવામાં તો રૂ. જ્ઞાની - જ્ઞાની ૪. અજ્ઞાનિન - અજ્ઞાનીથી ૧/૬. ન વિશેષ્યત - વિશેષ નહીં બને ૭. વક્ષTમાવત્ - કારણ કે તેમ કરવામાં જ્ઞાનીના લક્ષણનો અભાવ થાય.' ૮/૧/૧૦/99, ઘ તથા ઘરે હેવત્તે - અને તેવું અન્ય દર્શનકારો વડે પણ કહેવાયું છે. (જે આગળ શ્લોક-પમાં જણાવ્યું છે.) શ્લોકાર્થ :
જ્ઞાની જો ઇચ્છા પ્રમાણે આચરણ કરે તો અજ્ઞાની કરતાં જ્ઞાની વિશેષ નહીં રહે અર્થાત્ જ્ઞાની અને અજ્ઞાનીમાં કોઈ ફરક નહીં રહે, કેમ કે (તપ-નિયમાદિ વિના જો) ઇચ્છા પ્રમાણે વર્તન કરાય તો જ્ઞાનીમાં પોતાના લક્ષણનો અભાવ પ્રાપ્ત થાય એટલે કે જ્ઞાની જ્ઞાની ન રહે તેવું અન્યદર્શનકારોએ પણ કહ્યું છે. ભાવાર્થ :
હિતમાં પ્રવૃત્તિ અને અહિતકારી કાર્યોથી નિવૃત્તિ કરાવે તેનું જ નામ સમ્યગુજ્ઞાન છે. જ્ઞાનનું કાર્ય પણ આ છે, અને જ્ઞાનનું લક્ષણ પણ આ જ છે, આથી જ સમ્યક્ પ્રવૃત્તિ દ્વારા જ જ્ઞાની અજ્ઞાની કરતાં જુદા પડે છે. જો જ્ઞાની પણ પોતાની ઇચ્છા પ્રમાણે જેમ ફાવે તેમ પ્રવૃત્તિ કરે તો જ્ઞાની અને અજ્ઞાનીમાં કોઈ ફરક જ ન રહે, તેથી જ્ઞાનીનું જ્ઞાન જ તેને ઉચિત પ્રવૃત્તિઓમાં જોડે છે અને તે ઉચિત પ્રવૃત્તિ દ્વારા શુદ્ધ શુદ્ધતર થતું જ્ઞાન જ કેવળજ્ઞાનરૂપ બને છે. આવું અન્ય દર્શનકારો પણ માને છે. વિશેષાર્થ :
જ્ઞાન અને ક્રિયા એક જ રથના બે ચક્ર છે. જ્યાં એક ચક્ર કાર્યાન્વિત થાય ત્યાં બીજુ સ્વયમેવ કાર્યાન્વિત થઈ જાય છે. શાસ્ત્રનું અધ્યયન કરીને જેઓ શાસ્ત્રના રહસ્યોને જાણે છે તેઓ જ્ઞાની કહેવાય છે. જ્ઞાનીનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org