________________
ક્રિયાયોગનું સ્વરૂપ - ગાથા-૩
૧૫૩ વળી ગીતામાં અન્યત્ર જણાવ્યું છે કે, “જે બુદ્ધિશાળી પુરુષ સુખ-દુ:ખમાં વિચલિત થતો નથી, વૈર્યપૂર્વક સંયમનું પાલન કરીને ઇન્દ્રિયોનું દમન કરે છે, રાગાદિથી મુક્ત થઈને પરિમિત આહાર, તપ, ધ્યાન, સ્વાધ્યાય આદિ દ્વારા વૈરાગ્યથી વાસિત બને છે તથા અહંકાર, ઘમંડ, કામ, ક્રોધ, પરિગ્રહનો ત્યાગ કરી નિર્મમ અને શાંત થાય છે તે સ્થિતપ્રજ્ઞતાને પામી પરમ બ્રહ્મભાવ કે મોક્ષ મેળવી શકે છે.'
ગીતાના આ કથન ઉપરથી નક્કી થઈ શકે છે, તે તપ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન, ઇન્દ્રિયોનું દમન વગેરે સ્થિતપ્રજ્ઞ ભાવના સાધનો છે. જેના દ્વારા સાધક સ્થિતપ્રજ્ઞ બની શકે છે.
સ્થિતપ્રજ્ઞભાવના લક્ષણો અને તેના સાધનો ઉપર જો વિમર્શ કરવામાં આવે તો સમજી શકાય તેવું છે કે મોક્ષને સાધી આપે તેવા આત્માના પરિણામરૂપ યોગને જોનારી દૃષ્ટિથી સ્થિતપ્રજ્ઞભાવના સાધનો કરતાં તેના લક્ષણો ન્યૂન સંખ્યામાં પણ નથી અને અધિક સંખ્યામાં પણ નથી; અર્થાત્ જેટલા સાધનાની ભૂમિકાના ગુણો હોય છે તેટલા જ ગુણો સિદ્ધકક્ષામાં પણ હોય છે. બન્ને અવસ્થામાં ગુણોની સંખ્યા તો સમાન જ રહે છે. કેમ કે, નિમિત્તો મળવા છતાં ક્રોધાદિ ન કરવા તે સાધક ભૂમિકાની સાધના છે તો વળી ક્રોધાદિ ન થવા તે સિદ્ધયોગીની સિદ્ધિ છે, તેથી ક્રોધાદિનો અભાવ તો બન્ને ભૂમિકામાં સમાન છે, પરંતુ સાધકની ભૂમિકામાં તે પ્રયત્ન સાધ્ય હોય છે અને સિદ્ધયોગીમાં તે સહજ હોય છે.
જેની પાસે યોગની દૃષ્ટિ હોતી નથી, તેને સાધકની ભૂમિકામાં તપ, નિયમ, સંયમ, આદિ અનેક ભાવો ક્રિયારૂપે એટલે કે બાહ્ય આચરણાઓ સ્વરૂપે દેખાય છે, અને સિદ્ધયોગીની ભૂમિકામાં તો તે દેખાતાં જ નથી; પરંતુ મોક્ષને અનુકૂળ આત્મિક પરિણામને જોવાની ક્ષમતાવાળા અર્થાત્ યોગદૃષ્ટિવાળાને બન્ને ભૂમિકામાં
मनसश्चेन्द्रियाणां च, जयाद्यो निर्विकारधीः । धर्मध्यानस्य स ध्याता, शान्तो दान्तः प्रकीर्तितः ।।२/६२।। મન અને ઇન્દ્રિયોના જયથી જે નિર્વિકારી બુદ્ધિવાળો બન્યો હોય અને તેથી જ જે શાન્ત અને દાન્ત હોય તે ધર્મધ્યાનનો ધ્યાતા કહેવાય છે. परैरपि यदिष्टं च, स्थितप्रज्ञस्य लक्षणम् । घटते ह्यत्र तत्सर्वं, तथा चेदं व्यवस्थितम् ।।६३।। અન્યદર્શનકારોએ ગીતા આદિમાં જે સ્થિતપ્રજ્ઞનું સ્વરૂપ બતાવેલું છે તે સર્વ ધર્મધ્યાનના ધ્યાતામાં ઘટી જાય છે અને તે નીચે બતાવેલા શ્લોકો પ્રમાણે છેઆ કથનો ઉપરથી નક્કી કરી શકાય કે, સાધક જ્યારે ધર્મધ્યાનમાં સ્થિર થાય છે ત્યારથી સ્થિતપ્રજ્ઞભાવનો પ્રારંભ થાય છે અને તેની પરાકાષ્ઠા શુક્લધ્યાનમાં આવતી હશે. આ જ સંદર્ભમાં અધ્યાત્મસારમાં આગળ જણાવ્યું છે કે, शान्तदान्तो भवेदीगात्मारामतया स्थितः । सिद्धस्य स्वभावो यः सैव साधकयोग्यता ।।६८।। આવા પ્રકારનો = ગીતામાં વર્ણવેલા સ્થિતપ્રજ્ઞના લક્ષણવાળો શાન્ત અને દાન્ત આત્મ-રમણતા દ્વારા આત્મામાં લીન થાય છે કેમ કે; સાતમા વગેરે ગુણસ્થાનકે રહેલા કે કેવળજ્ઞાનને પામેલા સિદ્ધયોગીનો જે સ્વભાવ છે તે જ સાધકની યોગ્યતા છે અર્થાત્
સાધકની સાધના માટેના સાધનો છે. 3. यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ । समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ।।२/१५ ।।
- માવદ્વીતા | बुद्ध्या विशुद्ध्या युक्तो धृत्यात्मानं नियम्य च । शब्दादीन् विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ।।१८/५१।। विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः । ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ।।१८/५२।। अहङ्कारं बलं दर्प कामं क्रोधं परिग्रहम् । विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ।।१८/५३।।
- માવીતા ||
Jain Education Interational
For Personal & Private Use Only
wwwinbrary.org