________________
જ્ઞાનીમાં સ્વચ્છન્દાચારનો અસંભવ – ગાથા-૩
૧પ૯
વિશેષાર્થ :
વિષયોમાં પ્રવૃત્તિ બે રીતે થઈ શકે; ૧. “આ મારા સુખનું સાધન છે' - તેવી બુદ્ધિપૂર્વક અને ૨. “આ મારા સુખનું સાધન છે' - તેવી બુદ્ધિ કે રસ વગર.
સંસારમાં રહેતા અજ્ઞાની જીવો “જડ એવા પાંચ ઇન્દ્રિયોના વિષયો મારા સુખનું સાધન છે, તેના સંગમાં જ હું સુખી થઈશ, તેને ભોગવવામાં જ મારું જીવન સાર્થક થશે,' એવી બુદ્ધિ ધરાવે છે. જેના કારણે તેઓ પોતાને ગમતા વિષયોમાં તીવ્ર રસ અને રુચિપૂર્વક પ્રવૃત્તિ કરે છે અને તેમાં કાલ્પનિક સુખનો અનુભવ પણ કરે છે. આ રીતે રાગાદિ કષાયોથી પ્રેરાઈને રસપૂર્વક થતી ભોગાદિની પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વકનું યથેચ્છાચરણ કહેવાય છે.
સંસારમાં રહેલા સમ્યગુદૃષ્ટિ જીવોની પરિસ્થિતિ આનાથી જૂદી હોય છે. તેઓ સ્પષ્ટ સમજે છે કે, પૌદ્ગલિક સંયોગોમાં સુખ નથી, સુખ તો આત્મિક ભાવોમાં જ છે તેથી તેઓને આત્માની નિર્બન્ધ તથા પરમ સુખમય અવસ્થા પ્રત્યે અને તેની પ્રાપ્તિના ઉપાયો પ્રત્યે બળવાન રુચિ હોય છે, આમ છતાં અનાદિકાળના વિષયોના અભ્યાસના કારણે તેને વિષયોમાં તત્કાળ પૂરતી સુખની બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય છે. વળી વિષયોના સેવનકાળમાં પૂર્વે અનુભવેલા ભ્રામક સુખના સંસ્કારો ક્યારેક જાગૃત થઈ જાય છે. આવા વખતે જો તેની સાથે બળવાન ચારિત્રમોહનીયકર્મનો ઉદય ભળે તો વિવેકી એવો સમ્યગુદૃષ્ટિ પણ ભોગાદિમાં પ્રવૃત્તિ કરવાની ઇચ્છા રોકી શકતો નથી. જેમ ખસનો દર્દી જો વિવેકી હોય તો તે જાણે છે કે, ખણજ કરવી તે મારા માટે ખોટી છે, મારા રોગની વૃદ્ધિનું કારણ છે, આમ છતાં અંદરમાં થતો સળવળાટ તેની પાસે ચળ કરાવે છે. ચળ કરતાં પણ તે સમજે છે કે, આ દર્દને કારણે મને હમણાં ચળ મીઠી લાગે છે પણ તે કાળી બળતરા કરાવનારી છે. સાચું સુખ તો રોગમુક્તિમાં છે. આવી જ હાલત સમ્યગ્દષ્ટિની હોય છે, તે પણ જાણે છે કે, આ વિષયોમાં સુખ નથી, સુખ તો આત્મામાં જ છે, આમ છતાં વૈષયિક સુખો સામે આવતાં અનાદિના સંસ્કારો જાગૃત થાય છે અને તેને વિષયોમાં તત્કાળ પૂરતી સુખની બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય છે. વળી તે સાથે કર્મોદય ભળવાથી વિષયોને ભોગવવાની ઇચ્છા પ્રબળ બને છે અને તેને પરવશ બની સમ્યગ્દષ્ટિ જીવને પણ વિષયોમાં પ્રવૃત્તિ કરવી પડે છે. અનાદિકાળથી વિષયોના સંસ્કાર પડેલા હોવાથી તેમ કરતાં તેને રતિ આદિ ભાવો સ્પર્શી જાય છે, તેથી તેની આ પ્રવૃત્તિ સર્વાશે અબુદ્ધિપૂર્વકની ન કહેવાય પણ કાંઈક અંશે તો બુદ્ધિપૂર્વકની જ કહેવી પડશે. કેમકે અજ્ઞાની જીવોની જેમ તેમને તીવ્ર રસ કે રુચિ નથી કે તેમની સમજ પણ ખોટી નથી છતાં વર્તમાનમાં થતા રાગાદિભાવો તેમની પ્રવૃત્તિનું કારણ હોય છે, તેથી તેમની આ પ્રવૃત્તિને સર્વાશે રસવિનાની પ્રવૃત્તિ નહી કહી શકાય. તે પણ અલ્પાંશે તો બુદ્ધિપૂર્વકની જ પ્રવૃત્તિ કહેવાશે.
છઠ્ઠી દૃષ્ટિવાળા અવિરતસમ્યગ્દષ્ટિ મહાત્માઓ કે તીર્થંકર પરમાત્માઓની વાત આ બન્નેથી જુદી હોય છે, તેઓ સહજતાથી આત્મિક ભાવોમાં વિહરતા હોય છે. આત્મામાં જ સુખ છે તેવી શ્રદ્ધા સાથે તેમનામાં તેના દૃઢ સંસ્કારો પણ હોય છે, આમ છતાં ક્યારેક તેમનું ભોગાવલી કર્મ જ એવા પ્રકારનું હોય છે કે ભોગાદિમાં પ્રવૃત્તિ કર્યા વિના નાશ ન જ પામે. વિશિષ્ટ જ્ઞાનથી પોતાનું પુણ્ય કર્મ આવા પ્રકારનું છે, એવું જોતાં આ મહાત્માઓને ભોગ રોગ છે એવી સમજ અને પ્રતીતિ હોવા છતાં કર્મના નાશ માટે ક્યારેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org