________________
૧૫૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર અવતરણિકા :
જ્ઞાન હોય ત્યાં વિષયોમાં પ્રવૃત્તિસ્વરૂપ યથેચ્છાચરણ ન હોય એવું સાંભળી જિજ્ઞાસા થાય કે, સંયમગ્રહણ કરવા પૂર્વે ત્રણ જ્ઞાનના ધણી એવા તીર્થંકર પરમાત્મા કે અન્ય કોઈ છઠ્ઠી દૃષ્ટિવાળા જીવો નિર્મળ કોટિનું જ્ઞાન હોવા છતાં ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે જે યથેચ્છાચરણરૂપ જ છે. તો પછી તેઓ પણ શું અજ્ઞાની કહેવાય ? આવી શંકાનું સમાધાન આપતા જણાવે છેશ્લોક :
अबुद्धिपूर्विका" वृत्तिर्न दुष्टा तत्र यद्यपि ।
तथापि योगजादृष्टमहिम्ना सा न सम्भवेत् ||६|| શબ્દાર્થ :
9. યદ્યપિ - જો કે ૨. તત્ર - ત્યાં = યોગની છઠ્ઠી દૃષ્ટિવાળા અવિરતસમ્યગ્દષ્ટિ જીવોમાં રૂ/૪. વુદ્ધિપૂર્વા વૃત્તિ: - અબુદ્ધિપૂર્વકની વૃત્તિ = પ્રવૃત્તિ ૬/૬. દુષ્ટ ન - દુષ્ટ નથી ૭, તથાપિ - તોપણ ૮, યોજાનાદિના - ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમના મહિમાથી ૨/૧૦/99. સ ન સમ્પર્વત - તે = અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ સંભવતી નથી. શ્લોકાર્થ :
જો કે છઠ્ઠી દૃષ્ટિવાળા અવિરતસમ્યગુદષ્ટિ જીવોમાં જે અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિઓ = વિષયોમાં “આ મારા સુખનું કારણ છે' તેવી બુદ્ધિ વગરની ભોગાદિની પ્રવૃત્તિઓ દેખાય છે તે દુષ્ટ નથી, છતાં પણ જ્યારે ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ થાય ત્યારે તેના મહિમાથી તે રસ વિનાની ભોગાદિની પ્રવૃત્તિઓ પણ સંભવતી નથી. ભાવાર્થ :
છઠ્ઠીદૃષ્ટિવાળા અવિરતસમ્યગુદૃષ્ટિ મહાત્માઓના જીવનમાં યથેચ્છાચરણ - સ્વચ્છંદાચાર ક્યારેય હોતાં નથી. તેઓ ઉચિતમર્યાદાનું લેશ પણ ઉલ્લંઘન કર્યા વિના જે પણ ભોગ પ્રવૃત્તિ કરે છે તે તેવા પ્રકારના નિરુપક્રમ અને નિકાચિત ચારિત્રમોહનીયકર્મના ઉદયથી જ કરે છે. આથી તેઓને મર્યાદા સંપન્ન એવા પણ વિષય-ભોગમાં સુખની બુદ્ધિ, કે ઉપાદેયબુદ્ધિ હોતી નથી. ઉપરછલ્લી દૃષ્ટિએ ભલે તેમની આ પ્રવૃત્તિ સામાન્ય જીવોને સંસારરસિક ભોગી લોકો જેવી જ દેખાય, પણ વાસ્તવમાં તેમની આ પ્રવૃત્તિ અબુદ્ધિપૂર્વિકા એટલે કે મન વગરની પ્રવૃત્તિ હોય છે અર્થાત્ “આ મારા સુખનું સાધન છે” એવી બુદ્ધિ વિનાની જ આ પ્રવૃત્તિ હોય છે. વળી આવી ભોગ પ્રવૃત્તિથી જ્ઞાનીનું જ્ઞાન કે મન મલિન થતું નથી તેથી તેમને તેનાથી વિશેષ કર્મબંધ પણ થતો નથી. ઊલટું આવી પ્રવૃત્તિથી તે કર્મ ખપાવે છે, તેથી જ્ઞાનીની આવી પ્રવૃત્તિ દોષરૂપ કે દુષ્ટ નથી. તેમ છતાં નિકાચિત કર્મની પરતંત્રતા પૂરી થતાં તેમનામાં તેવી પ્રવૃત્તિ પણ સંભવતી નથી કારણ કે ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થતાંની સાથે જ તે જ્ઞાની તણખલાની જેમ ભોગ પ્રવૃત્તિનો ત્યાગ કરી સંયમજીવનનો સ્વીકાર કર્યા વિના પણ રહેતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org