________________
૧૫૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
સર્વ ભાવો સમાન સંખ્યામાં જણાય છે. તે વ્યક્તિ આત્માના પરિણામોને જોતો હોય છે તેથી તેને જે જે તપ, સંયમ, ક્ષમા આદિ ભાવો પૂર્વ અવસ્થામાં ક્ષયોપશમભાવવાળા દેખાય છે, તે તે સંયમ, ક્ષમા આદિ ભાવો કેવળી અવસ્થામાં ક્ષાયિકભાવવાળા દેખાય છે અર્થાત્ આત્માના સ્વભાવભૂત લક્ષણો તરીકે દેખાય છે. અન્ય દર્શનકારોએ પણ આ જ દૃષ્ટિ અપનાવીને સ્થિતપ્રજ્ઞભાવના સાધન અને લક્ષણને અન્યૂન-અનધિક સંખ્યાવાળા કહ્યા છે.
અન્ય દર્શનકારોની આ વાત ઉપરથી પણ પ્રથમ શ્લોકમાં જણાવેલી વાત પુષ્ટ થાય છે, કે કેવળજ્ઞાનનો સાધક જે ક્ષયોપશમભાવના સત્તપાદિરૂપ સાધનો દ્વારા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે તે જ સાધનો સિદ્ધયોગીની કક્ષામાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી આત્માના સ્વભાવભૂત લક્ષણો બની જાય છે.' તેથી સમ્યગુ તપ-સંયમ આદિ સર્વ ક્રિયાઓ આત્માના શુદ્ધ સ્વરૂપને અનુરૂપ જ છે. જેમ જ્ઞાન આત્માનો પરિણામ છે તેમ તપ-નિયમાદિ ક્રિયાઓ પણ આત્માના પરિણામરૂપ જ છે, તેથી મોક્ષાર્થીએ માત્ર આત્મજ્ઞાનમાં સાધનાની પર્યાપ્તિ ન માનવી જોઈએ પણ તપ-નિયમાદિ દ્વારા ક્રિયાયોગની શુદ્ધિ માટે યત્ન કરવો જોઈએ. ૩
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org