________________
૧૫૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર શ્લોકાર્થ :
આથી કરીને જ = સાધનાની શરૂઆતમાં જ્ઞાનનો સાધક જે સાધનોને ગ્રહણ કરે છે, તે જ સાધનો સિદ્ધયોગીનાં સ્વભાવથી લક્ષણ છે એથી કરીને જ; સોમિલના પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાને સમ્યગુ તપ, નિયમાદિના વિષયમાં નિશ્ચિત યતનાને પોતાની સંયમયાત્રા કહી હતી અર્થાતુ પોતાના ક્રિયાયોગરૂપે વર્ણવી હતી.
ભાવાર્થ :
ક્રિયાયોગ કેવળજ્ઞાનનું સાધન છે એટલે કે તેના દ્વારા કેવળજ્ઞાન સિદ્ધ થાય છે, પરંતુ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તેના સાધનભૂત ક્રિયાયોગનો અભાવ નથી થતો; બલ્ક તે કેવળીના સ્વભાવરૂપ બની જાય છે.
ક્રિયાયોગની આવી વાસ્તવિકતા હોવાથી જ ભગવાને પણ સોમિલના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, સમ્યગુ તપાદિવિષયક મારી નિશ્ચયનયને અભિમત એવી યતના તે જ મારી સંયમયાત્રા છે, મારું ચારિત્ર છે અર્થાત્ મારો ક્રિયાયોગ છે.
નિશ્ચયનયની એવી માન્યતા છે કે, કાર્ય હાજર હોય ત્યારે કારણ પણ હાજર હોય જ. તદનુસાર તપસંયમાદિનું કાર્ય કેવળજ્ઞાન હાજર હોય ત્યારે તેના કારણરૂપ તપ-સંયમાદિ પણ હાજર હોય છે. આ જ માન્યતાને અનુસારે ભગવાનનો જવાબ પણ અપાયેલો છે અને તેનાથી એ વાત પુષ્ટ થાય છે કે ક્રિયાયોગ પણ જ્ઞાનયોગની જેમ આત્માનો સ્વભાવ છે, પરભાવ નથી. વિશેષાર્થ :
ભગવતીસૂત્રમાં જણાવ્યું છે કે, સોમિલ નામના બ્રાહ્મણે જ્યારે ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે, “હે ભગવંત ! આપની (સંયમ) યાત્રા શું છે ?” ત્યારે ભગવાને જવાબ આપ્યો કે “હે સોમિલ ! તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક આદિ યોગોને વિષે જે મારી નિશ્ચિત યતના છે તે જ મારી યાત્રા છે.' અહીં તપ-સંયમાદિવિષયક નિશ્ચિત યતના એટલે નિશ્ચયનયને અભિમત એવી તપાદિવિષયક યતના.
પ્રભુનો આવો પ્રત્યુત્તર સાંભળી ચોક્કસ એવો પ્રશ્ન થાય કે, કેવળજ્ઞાન થયા પછી પ્રભુ તપાદિમાં યત્ન કરે છે, તેવું દેખાતું તો નથી. તેઓશ્રી સહજભાવે ધર્મદેશના આપે છે. કોઈ ઇચ્છા કે પ્રયત્ન વિના એકાસણાદિનો તપ કરે છે. સંયમના યોગો પણ સ્વાભાવિક રીતે આચરે છે. તો આમાં ભગવાનની યતના શું કહેવાય ? વ્યવહારથી ભલે પ્રભુમાં તપ-સંયમાદિ વિષયક યત્ન છે, તેવું ન કહેવાય, પરંતુ નિશ્ચયનય હંમેશા ઉપાદાન કારણને કારણરૂપે સ્વીકારે છે અને કાર્ય ઉત્પન્ન થતાં ઉપાદાન કારણ સ્વયં કાર્યરૂપ પરિણામ પામી જાય છે, તેથી તેના મતમાં ઘટ બનતાં તેનું ઉપાદાન કારણ માટી નાશ પામતી નથી, પરંતુ માટી સ્વયં ઘડારૂપ બની
1. किं ते भंते ! जत्ता ? सोमिला ! जं मे तवनियमसंजमसज्झायझाणावस्सयमादीएसु जोगेसु जयणा से तं जत्ता,
- વ્યાધ્યાપ્રજ્ઞપ્તિ (માવતીસૂત્ર) - મયદ્વીયાવૃત્તો, ૨૮ શત, દેશ ૨૦, નૂ ૬૪૬) //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org