________________
નયદૃષ્ટિથી અદ્વૈત બ્રહ્મનો સ્વીકાર - ગાથા-૪૪
૭)
શ્લોકાર્થ :
સત્ત્વ, ચિત્ત આદિ ધર્મો સંબંધી ભેદ-અભેદની વિચારણા કરવામાં આવે ત્યારે આ અર્થ = “અદ્વૈત બ્રહ્મ સચ્ચિદાનંદમય છે' એ અર્થ અસંગત નહીં થાય; કેમકે નિર્વિકલ્પની પ્રસિદ્ધિ છે. ભાવાર્થ :
આત્માથી આત્માના સત્તા, જ્ઞાન, સુખ આદિ ગુણોનો ભેદ છે કે અભેદ છે ? એવી વિચારણા નિર્વિકલ્પદશાની પૂર્વ ભૂમિકામાં હોય છે. જ્ઞાનયોગી મહાત્મા જ્યારે નિર્વિકલ્પદશા પ્રાપ્ત કરે છે, ત્યારે તો તેઓ શુદ્ધ આત્મતત્ત્વના ધ્યાનમાં જ મગ્ન હોય છે, ત્યાં ભેદભેદની વિચારણા કે અન્ય કોઈપણ વિકલ્પો જ નથી. આથી જ ગ્રંથકાર કહે છે કે સત્ત્વ, ચિત્ત્વ આદિ ધર્મો આત્માથી ભિન્ન છે કે અભિન્ન એવા વિકલ્પોવાળી વિચારણા કરવાને કારણે અદ્વૈત બ્રહ્મ સચ્ચિદાનંદમય છે એ અર્થ નાશ પામવાની જે આપત્તિ પૂર્વપક્ષે ઊભી કરી છે, તે અસ્થાને છે; કેમકે નિર્વિકલ્પદશામાં તો વિકલ્પોવાળી વિચારણાનો જ અભાવ હોય છે. વિશેષાર્થ :
ગ્રંથકારે સ્થાપિત કર્યું કે, “ઋજુસૂત્ર ઉપજીવી સંગ્રહનય વડે અદ્વૈત બ્રહ્મ સત્-ચિત્ આનંદસ્વરૂપ છે. આ વાત સાંભળી વિશેષ જિજ્ઞાસુ વ્યક્તિને પ્રશ્ન ઊઠે કે સત્ત્વ = સત્તા, ચિત્ત્વ = ચૈતન્ય કે જ્ઞાન અને આનંદ; આ ત્રણે ધર્મોનો બ્રહ્મ સાથે ભેદ છે કે અભેદ છે ?
આ પ્રશ્નની વિચારણા કરતાં જો સત્ત્વ વગેરે ધર્મોનો બ્રહ્મ સાથે ભેદ સ્વીકારવામાં આવે તો જગતમાં એક માત્ર અદ્વૈત બ્રહ્મનું અસ્તિત્વ છે એવું ન કહી શકાય; કેમકે સત્તા, જ્ઞાન આદિ ધર્મોને અલગ માનવામાં જગતમાં આત્મા ઉપરાંત સત્તા, જ્ઞાન આદિ ધર્મોનું પણ અસ્તિત્વ સ્વીકારવું પડે અને તેથી “અદ્વૈત બ્રહ્મ'નો સિદ્ધાન્ત ટકે નહિ.
જો વળી સત્ત્વ વગેરે ધર્મોનો અદ્વૈત એવા બ્રહ્મ સાથે અભેદ છે એવું સ્વીકારવામાં આવે તો “અદ્વૈત બ્રહ્મ સચ્ચિદાનંદસ્વરૂપ છે' એવું કથન કરી શકાય નહીં. કેમ કે સત્ત્વ, ચિત્ત્વ આદિ ધર્મો અને બ્રહ્મ એક જ વસ્તુ છે. સત્ત્વ આદિથી બ્રહ્મ જુદું નથી અને બ્રહ્મથી સત્ત્વ આદિ જુદાં નથી. આમ સત્તા, જ્ઞાન આદિ ધર્મોનો બ્રહ્મ સાથે ભેદ છે કે અભેદ એવી વિચારણા કરવા જતાં “અદ્વૈત બ્રહ્મ એ પદાર્થ જ અસંગત બની જાય; અર્થાત્ બ્રહ્મ અદ્વૈત છે એ પદાર્થ જ નાશ પામી જાય; એવી કોઈને શંકા થાય.
આવી શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે, નિર્વિકલ્પજ્ઞાનની પ્રસિદ્ધિ હોવાથી પ્રસ્તુત અર્થ અસંગત નહીં થાય. વાસ્તવમાં “જ્ઞાનાદિ ધર્મ આત્માથી ભિન્ન છે કે અભિન્ન' એવી વિચારણાઓ નયોના આધારે ચાલે છે; આવી વિચારણા સાધનાનો પ્રારંભ કરતા સાધક માટે જરૂર ઉપયોગી છે, પરંતુ જે સાધક સમતાની ઉચ્ચતર ભૂમિકાને સર કરવા નિર્વિકલ્પ ધ્યાનમાં આરૂઢ થયો હોય તેના માટે આ ઉપયોગી નથી, કેમ કે નિર્વિકલ્પ ઉપયોગમાં આરૂઢ થયેલા યોગીના જ્ઞાનમાં નયોની કોઈ પ્રવૃત્તિ જ હોતી નથી. તે મહાત્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org