________________
નિશ્ચયનો ઉપદેશ કોના માટે ? - ગાથા-પ૧
૧૧૧
શ્લોકાર્થ :
આગળના શ્લોકોમાં જણાવ્યા મુજબ “જે ઉપદેશક પ્રારંભિક ભૂમિકાવાળા શિષ્યને (અપક્વ ભૂમિકાવાળાને) અતબ્રહ્મનો ઉપદેશ આપે છે, તે શિષ્યને મહાનરકની જાળમાં ફસાવે છે' તે કારણથી યોગની પ્રારંભિક દશામાં સર્વિકલ્પોરૂપ વ્રતાદિ દ્વારા ચિત્તને શુદ્ધ કરવું જોઈએ, કારણ કે, કામાદિવિકારો પ્રતિસંખ્યાન દ્વારા છે પ્રતિપક્ષભાવના દ્વારા નાશ પામે તેવા છે. ભાવાર્થ :
તપાદિ અનુષ્ઠાનોનું સેવન કરી શિષ્ય શમ-દમ આદિ ગુણોથી સંપન્ન બને તે પહેલાં અપરિપક્વ દશામાં જ જો તેને ‘સર્વમવં બ્રહ્મ' વગેરે ઉપદેશ આપવામાં આવે તો તેનો ભ્રમ પણ પોષાય છે અને તેના કષાયો પણ વૃદ્ધિ પામે છે, આમ કરવાથી તેનું સંસાર પરિભ્રમણ વધી જાય છે, તેથી દરેક ઉપદેશક શિષ્યની હિતચિંતા કરી વિવેકપૂર્વક તેને પ્રથમ તો કામાદિના વિકલ્પો શાંત થાય તે માટે તપાદિના સવિકલ્પો બતાવવા જોઈએ. કેમ કે, કામાદિના વિકારની શુદ્ધિ પ્રતિપક્ષ ભાવના દ્વારા જ થાય છે. આમ કરતાં જ્યારે શિષ્યનું ચિત્ત શુદ્ધ બને ત્યારે જ તેને નિર્વિકલ્પદશાની વાતો કરવી જોઈએ.
વિશેષાર્થ :
પૂર્વે શ્લોક-૪૯ અને ૫૦માં જણાવ્યા પ્રમાણે “અધુરા જ્ઞાનવાળા શ્રોતાને નિર્વિકલ્પસમાધિ સાધક શુદ્ધબ્રહ્મની વાતો કરવામાં આવે તો તે “શુદ્ધબ્રહ્મ' એવો શબ્દ માત્ર સાંભળી કે બોલી શકે, પરંતુ શુદ્ધબ્રહ્મને જાણવું કે તેનો અનુભવ કરવો તેના માટે અશક્ય પ્રાય: બને. શુદ્ધબ્રહ્મને જાણવાની શક્તિ તો અમુક પ્રકારના કષાયો શમે, ઇન્દ્રિયોના આવેગો ટળે અને ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ થાય પછી જ પ્રાપ્ત થાય છે. આવી ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થયા પૂર્વે જો સાધકને નિશ્ચયનો ઉપદેશ આપવામાં આવે તો ક્યારેક તેના વિપરીત પરિણામથી તેનું ભવભ્રમણ વધી પણ શકે. તેથી ઉપદેશકે સૌ પ્રથમ તો સર્વિકલ્પોવાળાં વ્રતોનો જ ઉપદેશ આપવો જોઈએ અને તે દ્વારા શિષ્યમાં નિર્વિકલ્પસમાધિની વાતો સમજી શકે તેવી ક્ષમતા પ્રગટાવવા પ્રયત્ન કરવો જોઈએ.
નિર્વિકલ્પ અવસ્થા સુધી પહોંચવું તો અતિ કપરું છે જ, પરંતુ તે અવસ્થાને સમજવી પણ સહેલી નથી. તેને સમજવા માટે પણ ચિત્તને કામાદિ વિકારોથી મુક્ત કરવું પડે છે. અનાદિકાળથી ચિત્તમાં વર્તતા કામ આદિના વિકારોના કારણે જ જીવ ઇષ્ટને મેળવવાના અને અનિષ્ટથી છૂટવાના સંકલ્પો અને વિકલ્પો કરતો આવ્યો છે, આવા વિકલ્પોથી ચિત્ત વધુ મલિન બનતું જાય છે, તેથી ચિત્તની શુદ્ધિ કરવી હોય તો વિકલ્પોને અટકાવવા પડે, પરંતુ પ્રાય: કરીને કોઈની એવી તાકાત હોતી નથી કે વિકલ્પોથી ભરેલા ચિત્તને એકદમ જ વિકલ્પ વગરનું બનાવી શકે, તેથી શાસ્ત્રકારોએ એક સચોટ અને સરળ ઉપાય બતાવ્યો છે, અસવિકલ્પોથી મુક્ત થવા પહેલાં તે વિકલ્પોને સર્વિકલ્પોમાં ફેરવી દેવાનો.
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org