________________
૨૨૨
અધ્યત્મ ઉનક જ બરો, ૨-૪ હેદ્ધ અટકાર
અસદવિકલ્પોથી વ્યાપ્ત રહે છે. જ્ઞાનનો ઉપયોગ જ્યારે શુદ્ધ આત્મતત્ત્વને પામવાના લક્ષ્યપૂર્વક તપાદિમાં પ્રવર્તે છે, ત્યારે ચિત્ત સવિકલ્પોથી યુક્ત બને છે. આગળ વધતા જ્યારે સવિકલ્પો પણ શાંત થઈ જાય છે અને જ્ઞાનનો ઉપયોગ માત્ર શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન બને છે, ત્યારે ચિત્તમાં કોઈ વિકલ્પો વર્તતા નથી, આવી સ્થિતિને નિર્વિકલ્પસમાધિ કહેવાય છે.
આ નિર્વિકલ્પસમાધિ એટલે સંપૂર્ણપણે મોહના સ્પર્શ વગરની જ્ઞાનધારા કે જે આત્માના શુદ્ધ જ્ઞાનગુણ સાથે એકાત્મરૂપ બની ગઈ હોય છે. જેને ઉપાધ્યાયજી ભગવંત સવાસો ગાથાના સ્તવનમાં એકતા જ્ઞાન અથવા આકરી (શ્રેષ્ઠ) જ્ઞાનદશા પણ કહે છે. અહીં તેને નૈશ્ચયિત્રી શક્તિ કહી છે. નૈશ્ચયિત્રી શક્તિ એટલે નિશ્ચયનયને અભિમત શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરાવનારી શક્તિ.
નિશ્ચયનયને માન્ય શુદ્ધઆત્મસ્વરૂપ સર્વજીવોમાં શક્તિરૂપે રહેલું છે; પરંતુ મોહાધીન જીવો આ સ્વરૂપને જાણી કે માણી શકતા નથી. સાધક નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરીને આ શુદ્ધસ્વરૂપના ઉપયોગમાં લીન બની શકે છે અર્થાત્ મોહના સંશ્લેષ વિનાના શુદ્ધજ્ઞાન અને શુદ્ધવીર્ય દ્વારા તે શુદ્ધબ્રહ્મને પામવા યત્ન કરી શકે છે, તે દ્વારા તે શેષ રહેલા મોહનીયાદિ કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને શુદ્ધ આત્મતત્વને સ્પષ્ટપણે જાણી અને માણી શકે છે.
શુદ્ધજ્ઞાનના ઉપયોગરૂપ આ અવસ્થામાં રાગાદિ વિકલ્પોના સંશ્લેષ વગરની શુદ્ધ જ્ઞાનધારા અને વીર્યધારા માત્ર અંતરંગ રીતે ઘાતકર્મોનો નાશ કરી, શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવામાં પ્રયત્નશીલ હોય છે, તેથી ત્યાં ઔદયિકભાવની ક્રિયારૂપ બાહ્ય અનુષ્ઠાનો પણ હોતા નથી, અને પ્રશસ્ત રાગાદિની પરિણતિથી ઉત્પન્ન થનારા તપ-ત્યાગ આદિના સંકલ્પ-વિકલ્પરૂપ માનસિક પ્રવૃત્તિ પણ હોતી નથી. આ જ પદાર્થને સમજાવતાં ગ્રંથકારશ્રીએ જ્ઞાનસારમાં પણ કહ્યું છે કે,
ज्ञानाचारादयोऽपीष्टाः, शुद्धस्वस्वपदावधि । निर्विकल्पे पुनस्त्यागे, न विकल्पो न वा क्रिया ।। ८-७॥ જ્ઞાનાચાર આદિ આચારો પણ શુદ્ધ એવા પોતપોતાના પદની મર્યાદા સુધી ઉપયોગી છે, નિર્વિકલ્પ અવસ્થામાં જ્યારે તે જ્ઞાનાચાર આદિનો ત્યાગ થાય છે, ત્યારે વિકલ્પ પણ હોતા નથી અને ક્રિયા પણ હોતી નથી.
અહીં પ્રવૃત્તિના બદલે વિકલ્પ શબ્દનો પ્રયોગ કર્યો છે, તેના ઉપરથી નક્કી કરી શકાય કે, ગ્રંથકારશ્રીને પ્રસ્તુત શ્લોકમાં પણ પ્રવૃત્તિસ્વરૂપે વિકલ્પ એટલે કે માનસિક પ્રવૃત્તિ જ જણાવવી છે
નિર્વિકલ્પસમાધિનું આટલું સ્વરૂપ જણાવ્યા પછી ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવે છે કે, આ નિશ્ચયિત્રી શક્તિ યોગીઓને શુભ સંકલ્પોનો નાશ કરવા ઉપયોગી બને છે. પૂર્વના શ્લોકમાં જણાવેલ કે શુભ સંકલ્પો અશુભ વાસનાઓનો નાશ કરી, સ્વયં નાશ પામી જાય છે. તેથી ઉપલકદૃષ્ટિએ આ બે વાતનો વિરોધ લાગે, પણ તેવું નથી. આ વાતને સમજવા તૈચ્ચયિત્રી શક્તિ અને શુભ સંકલ્પો વચ્ચેના સંબંધને સમજવો જરૂરી છે.
શાસ્ત્રમાં દર્શાવેલા ચારિત્રનાં અનુષ્ઠાનો શુભઉપયોગ કે શુભસંકલ્પરૂપ છે. તેના વારંવાર સેવનથી આત્મામાં એવું સામર્થ્ય પ્રગટે છે જેના દ્વારા સાધક નિશ્ચયનયને માન્ય એવા શુદ્ધ આત્મભાવમાં લીન બની શકે છે. આ સામર્થ્ય તે જ નૈશ્ચયિત્રી શક્તિ કે શુદ્ધઉપયોગરૂપ નિર્વિકલ્પ સમાધિ છે, તેથી શુભસંકલ્પ અને નૈશ્ચયિત્રી શક્તિ, એ બન્ને વચ્ચે કાર્ય-કારણ સંબંધ છે. આ શુદ્ધ ભાવસ્વરૂપ નૈશ્ચયિકી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org