________________
જ્ઞાનયોગનું ફળ – ગાથા-૬૦
૧૨૭
ઉત્તમ ઉદ્યમ અને અનુદ્યમ કરતા સાધકના ચિત્ત ઉપરથી મોહનું જોર ઓછું થાય છે. બાહ્ય પદાર્થોથી અનુભવાતી સુખ-દુ:ખની સંવેદનાઓ અલ્પ-અલ્પતર થતી જાય છે. પરિણામે ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમની સાથે સાથે સાધકનું શ્રુતજ્ઞાન પણ ઉત્તરોત્તર વિશુદ્ધ થતું વૃદ્ધિ પામે છે. રાગાદિની અત્યંત અલ્પતાને કારણે આવું શ્રુતજ્ઞાન વીતરાગ ભાવ પ્રત્યેની તીવ્ર રુચિવાળું બને છે. આ રીતે ઉપશમભાવના સુખનો અનુભવ કરતો આ યોગી ક્રમશ: પ્રાતિજજ્ઞાન આદિ યોગની ઉચ્ચતમ કક્ષાઓને સ્પર્શી, સ્વયં વીતરાગ બની જાય છે. આમ આ અધિકારમાં ઠેર ઠેર જણાવ્યું તે રીતે અને ખાસ કરીને આ શ્લોકમાં જણાવ્યું તે રીતે સમ્યક પુરુષાર્થ કરનારો યોગી સવાર થતાં જ જેમ આકાશ સૂર્યને પ્રાપ્ત કરે છે, તેમ યોગીનું શ્રુતજ્ઞાન અનુભવજ્ઞાનમાં પરિણામ પામી ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. //પલા અવતરણિકા :
યોગી ચિન્માત્રમાં પક્ષપાતવાળો હોય છે તે વાત જણાવી, હવે તે ત્યાં જ પક્ષપાતવાળો કેમ છે ? અન્યત્ર કેમ નથી તે જણાવતા કહે છેશ્લોક :
अभ्यस्य तु प्रवितते व्यवहारमार्ग, प्रज्ञापनीय इहे सद्गुरुवाक्यनिष्ठः । चिद्दर्पणप्रतिफलत्रिजगद्विवर्ते,
वर्तेते किं पुनरसौ सहजात्मरूपें ॥६०॥ (वसन्ततिलका) શબ્દાર્થ : '
9. ફુદ - અહીં = સંસારમાં ૨. સરુવાવયનિષ્ઠ: - સદ્દગુરુના વાક્યમાં નિષ્ઠાવાળો રૂ. પ્રજ્ઞાપનાય: - (અને) પ્રજ્ઞાપનીય એવો ૪. સસ - આ = યોગી ૫/૬. પ્રવિતતં વ્યવહારમા - વિસ્તૃત વ્યવહારમાર્ગનો ૭. તુ - અભ્યાસ કરીને ૮, સદના-રૂપે - સહજ આત્મરૂપમાં (વર્તતો હોવાને કારણે) ૨. વિદvપ્રતિછન્નત્રિનાક્રવર્તે - આત્માના જ્ઞાનરૂપી દર્પણમાં પ્રતિબિંબિત થતાં ત્રણે જગતના વિવર્તીમાં ૧૦/99. પુન: વુિં - વળી કેમ ૭૨. વર્તત - વર્તે ? શ્લોકાર્થ :
સદ્દગુરુના વાક્ય પ્રત્યે નિષ્ઠાવાળો અને પ્રજ્ઞાપનીય એવો આ યોગી વિસ્તૃત એવા વ્યવહાર-માર્ગનો અભ્યાસ કરીને સહજ આત્મસ્વરૂપમાં વર્તવાને કારણે આત્માના જ્ઞાનગુણસ્વરૂપ દર્પણમાં પ્રતિબિંબિત થતા ત્રણ જગતના વિવર્તામાં = વિવિધ પર્યાયોમાં વળી કેવી રીતે વર્તે ? (કેવી રીતે રાગાદિને આધીન થાય ?) ભાવાર્થ :
શુદ્ધ આત્મતત્ત્વનો અને તેને પામવાના ઉપાયોનો બોધ કરાવનાર સદ્ગુરુના વચનો પ્રત્યે દત્તચિત્ત અને પ્રજ્ઞાપનીય બની, જે સાધક શુદ્ધવ્યવહારનય સાપેક્ષ શાસ્ત્રોક્ત વિસ્તૃત ક્રિયામાર્ગનું સમ્યગુ પરિશીલન કરી, તે દ્વારા મોહનીયકર્મનો ક્ષયોપશમ સાધે છે; તે સાધકમાં ક્રમશ: જ્ઞાનયોગનું ફુરણ થાય છે. જ્ઞાનયોગની પ્રાપ્તિની સાથે જ યોગી આત્મિક સુખની અનુભૂતિમાં મહાલવા લાગે છે અને જગત પ્રત્યે ઉદાસીન બની જાય છે. ખરેખર “જે માલતી ફૂલે મોહ્યા હોય તે બાવળ જઈ નવિ બેસે' તેમ જે નિરુપાધિક આત્મિક આનંદ માણતા હોય તે યોગી પોતાના જ્ઞાનમાં શેયરૂપે જણાતા જગતવર્તી કોઈપણ પદાર્થમાં શું કામ લપેટાય ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org