________________
૧૩૬
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગદ્ધિ અધિકાર
સમજવા તથા ડગલે ને પગલે તેને અમલમાં મૂકવા જેઓનો સુદઢ પ્રયત્ન ચાલું હોય, તે યોગીએ પરમભાવની ભાવનાઓથી પોતાના ચિત્તને અતિ પવિત્ર બનાવ્યું કહેવાય.
પવિત્ર અંત:કરણવાળા આ યોગીઓ જેમ જેમ ભાવનાઓથી વિશેષ ભાવિત થતા જાય છે, તેમ તેમ આત્માથી ભિન્ન એવા પૌદ્ગલિક ભાવો પ્રત્યે વધુને વધુ ઉદાસીન બનતા જાય છે. તેઓના વિષયોને ભોગવવાના, માન-પાન મેળવવાના, શરીરને સજાવવાના અસત્ વિકલ્પો તો નાશ પામી જ ગયા હોય છે; પરંતુ આગળ વધીને ઉત્તરોત્તર ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત થતાં તો “હું તપ કરું, હું ત્યાગ કરું, સુંદર ભગવદ્ભક્તિ કરું, ગુરુકૃપાપાત્ર બનું, શાસ્ત્રાભ્યાસ કરું, તત્ત્વને જાણું, ધર્મોપદેશ દ્વારા અનેકને ભગવાનનો માર્ગ બતાવી સંસારથી તારું, તીર્થયાત્રા કરું, પ્રતિક્રમણ આદિ શુભ ક્રિયાઓ કરી કર્મને દૂર કરું....' વગેરે જે બાહ્ય વ્યવહારો કરવાના વિકલ્પો વર્તતા હતા અર્થાત્ જે પ્રશસ્ત પણ કષાયોનો કોલાહલ ચાલું હતો તે પણ શાંત થઈ જાય છે.
ચિત્તમાંનો આ કોલાહલ શમી જતાં યોગી નિર્વિકલ્પઅવસ્થાને પ્રાપ્ત કરે છે અને આત્માના અનેરા આનંદને અનુભવે છે. અહીં તેઓ પૂર્વે ક્યારેય ન માણી હોય તેવી આત્મિક મસ્તી માણે છે. આ અવસ્થામાં અંદરમાં આનંદનો અલિત પ્રવાહ પ્રવર્તતો હોઈ બાહ્ય પદાર્થ મળ્યા કે ન મળ્યા તે વાત સ્પર્શતી જ નથી. ખુદ પોતાના શરીરને કોઈ શણગારે તો હર્ષ અને તેને કાપે કે બાળે તો શોક થતો નથી.
આ મહાત્માઓ સ્વરૂપદશામાં એવા રમમાણ હોય છે કે તેમને કોઈપણ રીતે સંસાર સ્પર્શી જ શકતો નથી, તેથી તેમને સંસાર અને મોક્ષ વચ્ચે પણ કોઈ ભેદ દેખાતો નથી એટલે નથી તો સંસારને છોડવાની ઇચ્છા રહેતી કે નથી મોક્ષ મેળવવાની ઇચ્છા રહેતી. આહાર સંજ્ઞા સતાવતી હતી ત્યાં સુધી તપ-ત્યાગાદિ જરૂરી હતા પણ હવે શુદ્ધ આત્મતત્ત્વ સિવાય ક્યાંય રમણતા નથી, માટે કોઈ વસ્તુ ત્યાગ કરવા યોગ્ય કે છોડવા યોગ્ય રહેતી નથી.
જ્યાં સુધી સંસારથી છૂટવાની ઇચ્છા હોય ત્યાં સુધી તેના માટેનો ઉદ્યમ પણ હોય અને અનેક પ્રકારની ક્રિયાઓ પણ કરવી પડે; પરંતુ આત્માની અનુભૂતિ થયા પછી કોઈ ક્રિયાની જરૂર રહેતી નથી. કર્મોથી મુક્ત થવા વૈયાવચ્ચ આદિ સત્કૃત્યો પણ આવા મહાત્માઓ માટે વિધેય નથી. આમ છતાં પૂર્વ કરેલ સાધનાથી પ્રગટેલા પ્રબળ સંસ્કારના કારણે જ સમતાના પરિણામથી જ તેઓ સહજ ઉચિત પ્રવૃત્તિ કરતા હોય છે.
ઘાતકર્મો સત્તામાં હોવાને કારણે સંસારમાં રહેલા હોવા છતાં પણ અકલ્પનીય સુખ ભોગવી રહેલા આ મહાત્માઓ માટે જગતમાં પ્રશંસા કરવા યોગ્ય કાંઈ નથી. કેમ કે જગતમાં “પરમભાવ'થી સુંદર કાંઈ નથી, તેમના માટે પોતાના સત્કૃત્યો તો ગાવા યોગ્ય નથી જ, પણ અન્યના સત્કૃત્યો પણ તેમની ભૂમિકામાં ગાવા યોગ્ય નથી રહેતા; કેમ કે જ્ઞાતા-દ્રષ્ટા ભાવની પરાકાષ્ઠાને પામેલા આ મહાત્માઓ દરેક ભાવ પ્રત્યે ઉદાસીન હોય છે.
જગતના સર્વ પદાર્થોથી તે પોતાની જાતને વેગળી જુવે છે. એકમાત્ર આત્માના જ્ઞાનાદિ ગુણો અર્થાત્ આત્માના સ્વભાવ સિવાય આ મહાત્માઓને કોઈ પદાર્થ પોતાનો જણાતો નથી, સંવેદાતો નથી. અન્ય પદાર્થો તો ઠીક; પરંતુ પોતાના મન, વચન કે કાયા પણ તેમને પોતાના લાગતા નથી, પણ પરભાવ લાગે છે. પોતાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org