________________
પ્રવેશિકા.
૧૪૩
છે. ટૂંકમાં તે બન્ને વચ્ચે પરસ્પર જન્ય-જનક ભાવ સંબંધ છે. બન્ને એકબીજાની શદ્ધિમાં કારણ બને છે. ઉત્તરોત્તર એક બીજાની શદ્ધિ થતાં જ્યારે બન્નેનો પરિપાક થાય છે ત્યારે બન્ને વચ્ચેનો ભેદ લુપ્ત થઈ જાય છે, બન્ને એકરૂપ બની જાય છે.
આમ શાસ્ત્રયોગનું કાર્ય જ્ઞાનયોગ છે, તો જ્ઞાનયોગનું કાર્ય ક્રિયાયોગ છે. તેમ છતાં ત્રણે પરસ્પર સંવલિત (સંકળાયેલા) છે. પ્રારંભમાં શાસ્ત્રયોગ માત્ર તત્ત્વની જિજ્ઞાસારૂપ હોય છે, તો તેની નિષ્ઠા સંપૂર્ણપણે શાસ્ત્રાનુસારી ક્રિયા કરવામાં પ્રાપ્ત થાય છે. જ્ઞાનયોગ પણ પ્રારંભિક ભૂમિકામાં અનુભવજ્ઞાનરૂપે વર્તે છે, તો તેની નિષ્ઠા પ્રાભિજ્ઞાનમાં પ્રાપ્ત થાય છે. તે જ રીતે પ્રારંભમાં ક્રિયાયોગ પૌગલિક ભાવોથી નિવૃત્ત થવાના યત્નભૂત તપાદિરૂપે દેખાય છે, તો તેની નિષ્ઠા આત્મભાવમાં સ્થિરતારૂપે સિદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. તેથી શાસ્ત્રયોગથી જ્ઞાનયોગ નિષ્પન્ન થતો હોવા છતાં અને જ્ઞાનયોગથી જ ક્રિયાયોગ પ્રાપ્ત થતો હોવા છતાં પણ શાસ્ત્રયોગની નિષ્ઠા પ્રાપ્ત થાય તે પછી જ જ્ઞાનયોગ આવે અને જ્ઞાનયોગની નિષ્ઠા પ્રાપ્ત થાય તે પછી જ ક્રિયાયોગ આવે તેવું નથી. દરેક ભૂમિકામાં ત્રણે એકબીજાના કાર્ય-કારણરૂપે વર્તે છે. પ્રારંભિક કક્ષાના શાસ્ત્રયોગથી પ્રારંભિક કક્ષાનો જ્ઞાનયોગ પ્રગટે છે અને તેનાથી પ્રારંભિક ક્રિયાયોગ પ્રાપ્ત થાય છે. જેનાથી વળી ઉપરની કક્ષાના શાસ્ત્રયોગ અને જ્ઞાનયોગ પ્રાપ્ત થાય છે. તેથી રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગમાં પ્રારંભથી માંડી નિષ્ઠા સુધી દર્શન-જ્ઞાન-ચારિત્ર સંકળાયેલાં જ રહે છે. ક્યારેક જ્ઞાનની પ્રધાનતા હોય છે તો ક્યારેક ક્રિયાની પ્રધાનતા હોય છે. પરંતુ દરેક સ્થાનમાં ગૌણરૂપે અન્યની હાજરી તો હોય જ છે. આ રીતે ક્યાંય જ્ઞાન કે ક્રિયાનો એકાંત નથી હોતો, પણ સર્વત્ર સ્યાદ્વાદ હોયછે.
ક્રિયાયોગશુદ્ધિ નામના આ અધિકારમાં ગ્રન્થકારશ્રીએ આગમ વચનો, અન્ય દર્શનકારોના કથનો આદિ રજૂ કરીને અનેક રસપ્રદ યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા એકાંતિક જ્ઞાનનયનું ખંડન કરીને એક કે નિરાળી શૈલીમાં ક્રિયાયોગનું સ્વરૂપ અને તેની મહત્તા દર્શાવી છે. આ રીતે તેમણે મોક્ષમાર્ગમાં ક્રિયાની અનિવાર્યતા સિદ્ધ કરી છે અને મોક્ષ મેળવવા આત્મજ્ઞાન જ જરૂરી છે, ક્રિયાની કોઈ જરૂર નથી.” એવું માનનારા અહંમન્ય બૌદ્ધિક ગણાતા એકાંત જ્ઞાનવાદીઓનો ભ્રમ ભાંગી, તેમને સર્વજ્ઞકથિત દિશાનું અવલોકન કરાવ્યું છે. શ્લોકાન્તર્ગત વિષયાનુક્રમઃ
આ અધિકારના પ્રથમ શ્લોકમાં જ તેમણે “જ્ઞાનની જેમ ક્રિયા પણ આત્માનો સ્વભાવ છે” એવું જણાવી ક્રિયાને ઔપચારિક નહિ પણ વાસ્તવિક અધ્યાત્મ સ્વરૂપે સ્થાપના કરી છે. ત્યાર પછી બીજા અને ત્રીજા શ્લોકમાં આગમ અને અન્ય દર્શનકારોના વચનોથી પોતાના કથનની પુષ્ટિ કરી છે.
ચોથા અને પાંચમા શ્લોકમાં સ્વચ્છન્દાચાર કરતો જ્ઞાની વાસ્તવમાં જ્ઞાની જ નથી પણ કૂતરાં સમાન જ છે. એવું ચોયણાની ભાષામાં જણાવી તેમણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનની શુદ્ધિ અને વૃદ્ધિ સાથે ક્રિયાની શુદ્ધિ પણ અતિ જરૂરી છે તે હિતબુદ્ધિથી બતાવ્યું છે. તે સાથે જ તીર્થકર જેવા છઠ્ઠી દૃષ્ટિમાં વર્તતા જીવોમાં ઉપરછલ્લી દૃષ્ટિએ ભોગાદિ દેખાવા છતાં પણ તેઓમાં રસપૂર્વકની ભોગાદિની પ્રવૃત્તિ સંભવતી નથી, તેવું જણાવીને છઠ્ઠા શ્લોક દ્વારા જ્ઞાન અને સ્વચ્છન્દાચાર એકબીજાના અત્યંત વિરોધી છે તેવું યુક્તિપૂર્વક સિદ્ધ કર્યું છે.
સાતમા શ્લોકમાં ક્રિયાયોગ સંપન્ન જ્ઞાનયોગીના ચિત્તની બે ભૂમિકાઓનું વર્ણન કર્યું છે. ત્યાર પછી જ્ઞાનયોગ કરતાં ક્રિયાયોગ વિશેષ છે તેવું સિદ્ધ કરવા, આઠમાથી દસમા શ્લોક સુધી ક્રિયાને નકામી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org