________________
૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
ऐं नमः ક્રિયાયોગનું સ્વરૂપ
ગાથા – ૧-૨-૩
અવતરણિકા :
શાસ્ત્રયોગશુદ્ધિના કાર્યસ્વરૂપ જ્ઞાનયોગશુદ્ધિનું વર્ણન કર્યા પછી, હવે ક્રમ પ્રાપ્ત જ્ઞાનયોગશુદ્ધિના કાર્યસ્વરૂપ ક્રિયાયોગશુદ્ધિ અધિકારનું વર્ણન કરે છેશ્લોક :
यान्येव साधनान्यादौ, गृह्णीयाज्ज्ञानसाधकः ।
सिद्धयोगस्य तान्येवं, लक्षणानि स्वभावतः ||१|| શબ્દાર્થ :
9. જ્ઞાનસાધવ: - કેવળજ્ઞાનનો સાધક ૨. વી - પ્રારંભમાં રૂ/૪. યાર્નેવ સાધનાને- જે પણ સાધનોને ૫. Jક્રીયા - ગ્રહણ કરે છે ૬. તાનિ વ - તે જ (સાધનો) ૭. સિદ્ધાર્થ - સિદ્ધયોગીના ૮, સ્વમાવતઃ - સ્વભાવથી ૨. રુક્ષન - લક્ષણો છે. શ્લોકાર્થ : કેવળજ્ઞાનનો સાધક પ્રારંભમાં જે પણ સાધનોને ગ્રહણ કરે છે તે જ સિદ્ધયોગીના સ્વભાવથી લક્ષણો છે.
ભાવાર્થ :
કેવળજ્ઞાન માટે પ્રયત્ન કરતો સાધક તેનું સાધ્ય સિદ્ધ કરવા માટે પ્રારંભમાં ક્ષાયોપથમિકભાવના તપસંયમાદિ ક્રિયાઓરૂપ સાધનોનો સહારો લે છે. તેના દ્વારા તે શુદ્ધ આત્મિકભાવમાં સ્થિર થવા યત્ન કરે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સિદ્ધયોગીમાં આ સાધનોનો અભાવ નથી થઈ જતો; પરંતુ ક્ષયોપશમભાવના તે સાધનો ક્ષાયિક ભાવમાં પરિણામ પામી કેવળીના સ્વભાવરૂપ બની જાય છે અર્થાત્ પૂર્વમાં જે તપાદિ બાહ્ય યતનારૂપે દેખાતા હતા તે હવે અત્યંતર સ્વભાવરૂપે પરિણામ પામી જાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે પૂર્વમાં સાધકે ક્ષાયોપથમિક તપ-સંયમ, ક્ષમાદિ ગુણોની સાધના દ્વારા આત્મભાવમાં સ્થિર રહેવા પ્રયત્ન કરવો પડે છે જ્યારે સાધનાના પરિપાક રૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં તો તે ગુણો સ્વાભાવિક બની જાય છે, તેથી ત્યારે આત્મભાવમાં સ્થિર થવા પ્રયત્ન નથી કરવો પડતો પણ તે સ્થિરતા સહજ બની જાય છે. આ સ્વરૂપ અવસ્થાન તે જ શ્રેષ્ઠ ક્રિયાયોગ છે, જે સિદ્ધ અવસ્થામાં પણ ચારિત્રરૂપે સ્વીકારાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org