________________
જ્ઞાનયોગનું ફળ – ગાથા-૯૪
૧૩૫
શ્લોક :
कलितविविधबाह्यव्यापकोलाहलौघव्युपरमपरमार्थे भावनापावनानाम् । कचन किमपि शोच्यं नास्ति नैवास्ति मोच्यं,
न च किमपिं विधेर्य नैवे गेय ने देयम् ||६४ II (मालिनी) શબ્દાર્થ :
9. ભાવનાપવિનાનામ્ - ભાવનાથી પવિત્ર થયેલા યોગીઓને ૨. ઋતિ-વિવિધ-વાહ્ય-વ્યાપ-અનેક પ્રકારના બાહ્ય વ્યવહારના વિસ્તારના સ્રોત્રદૌલ-ટ્યુપરમ-પરમાર્થે - કોલાહલનો સમૂહ શાંત થવાને કારણે (આત્માની અનુભૂતિરૂપ) પરમાર્થ જણાય ત્યારે રૂ. વન - ક્યાંય ૪. મિપિ - કાંઈ પણ ૧/૬. શોધ્યું નતિ - શોક કરવા લાયક નથી ૮, મોડ્યું નૈવતિ - છોડવા લાયક પણ નથી જ. ૬/૧૦/99. શિમર વિધેયં ન - કાંઈ પણ કરવા લાયક નથી ૧૨/૧રૂ. પ્રેયમ્ ન - આપવા લાયક નથી ૧૪ 9૫/૧૬, નૈવ - અને ગાવા લાયક પણ નથી જ. શ્લોકાર્થ :
આત્મભાવનાથી પવિત્ર થયેલા યોગીઓને અનેક પ્રકારના બાહ્ય વ્યવહારના વિસ્તારના કોલાહલનો સમૂહ શાંત થવાના કારણે આત્માની અનુભૂતિસ્વરૂપ પરમાર્થ જણાય ત્યારે ક્યાંય કાંઈ પણ શોક કરવા યોગ્ય, છોડવા યોગ્ય, કરવા યોગ્ય, આપવા યોગ્ય કે ગાવા યોગ્ય રહેતું નથી જ. ભાવાર્થ :
આત્મસ્વરૂપના ચિંતન, મનન, ભાવન આદિ દ્વારા અંત:કરણને ભાવિત કરનારા મહાત્માઓનું ચિત્ત સર્વિકલ્પો કરી કરીને ધીરે ધીરે અસવિકલ્પોથી મુક્ત થતું જાય છે. આ રીતે સાધના કરતાં, કરતાં આગળ વધતાં એક એવી ભૂમિકા સર્જાય છે કે, જ્યાં તે યોગી મહાત્માને કોઈ સવિકલ્પની પણ જરૂરીયાત રહેતી નથી. આ ભૂમિકા સર્જાતાં અનાદિકાળથી ચિત્તમાં બાહ્યભાવવિષયક જે અનેક વિકલ્પો ઉઠતા હતા કે પ્રશસ્તઅપ્રશસ્ત કષાયોનો જે કોલાહલ પ્રવર્તતો હતો તે શાંત થઈ જાય છે અને યોગી નિર્વિકલ્પસમાધિ પ્રાપ્ત કરે છે. ચિત્તમાંથી કોલાહલ શાંત થતાં યોગી પરમાર્થનો અનુભવ કરે છે એટલે કે કષાયોની લેશમાત્ર આધીનતા વગરનો આત્મિક આનંદ અનુભવે છે. સહજ એવા આત્માના સુખનો અનુભવ થયા પછી સિદ્ધયોગીને બાહ્યપદાર્થ આવે કે જાય તેમાં કોઈ હર્ષ-શોક થતો નથી. બાહ્ય કોઈ વસ્તુ લેવા કે મૂકવા યોગ્ય પણ લાગતી નથી કે તેની નિંદા કે પ્રશંસા પણ કરવા જેવું જણાતું નથી. એકમાત્ર નિર્ટન્દ્ર પ્રસન્નતાની અનુભૂતિ હોય છે. વિશેષાર્થ :
સૂક્ષ્મપ્રજ્ઞા દ્વારા શાસ્ત્રીય પદાર્થોનો બોધ મેળવી જેણે જડ અને ચેતનનો ભેદ જાણ્યો હોય, આત્મા, શરીર આદિથી જુદો છે એવી અન્યત્વભાવનાની વિચારણાઓથી જેણે ચિત્તને ભાવિત કર્યું હોય, આત્મસ્વરૂપને કેમ પ્રગટ કરવું તેની જે સતત વિચારણા કરતા હોય, આત્માનું હિત-અહિત, સુખ-દુ:ખ શેમાં છે તેનું જેણે ચિંતન કર્યું હોય, જીવમાત્રમાં આત્માને જોવાની જેણે દૃષ્ટિ કેળવી હોય, આત્મતત્ત્વને પામવા માટેની પ્રભુ આજ્ઞાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org