________________
૧૨૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ :
સંક્લેશમય સંસારને સમ્યગૂ પ્રકારે જાણતો સાધક સંસારથી છૂટી મોક્ષ મેળવવા સદ્ગુરુના શરણે જાય છે. સદ્ગુરુ તેને પરમતત્ત્વની પ્રાપ્તિનો માર્ગ બતાવે છે, ત્યારે તેને સદ્ગુરુના વચન પ્રત્યે તીવ્ર શ્રદ્ધા પ્રગટે છે, સદ્ગુરુ જેમ કહે છે તેમ જ કરવા તે કટિબદ્ધ બને છે. અકળ અને અનભ્યસ્ત માર્ગે ચાલતાં અનાભોગાદિથી કોઈ ભૂલ થાય તો પ્રજ્ઞાપનીય હોવાને કારણે તેને તુરંત સમજાવી શકાય છે. ક્રિયા કે માન્યતાની ભૂલ સમજાયા પછી તે ભૂલ સુધારવા માટે દઢ પ્રયત્ન કરે છે, પરંતુ જમાલિ આદિની જેમ કદાગ્રહ કે પક્કડવાળો બનતો નથી.
પ્રજ્ઞાપનીય એવો આ સાધક પોતાની ભૂમિકા અને શક્તિ જાણતા સદુગરુના વચનાનુસાર સંયમજીવનનો સ્વીકાર પણ કરે છે. સંયમ સ્વીકારી તે ગુરુભગવંત પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા મેળવીને આત્મશુદ્ધિના લક્ષ્યપૂર્વક મહાવ્રતો અને સમિતિ-ગુપ્તિ આદિનું સમ્યફ પાલન કરે છે. શક્તિ અનુસાર સૂત્ર-અર્થનું અધ્યયન કરે છે, તપાદિનું સેવન કરે છે, વૈયાવચ્ચાદિ કરે છે. સતત સંયમયોગોમાં અપ્રમત્તભાવે પ્રયત્નશીલ રહે છે, આ રીતે અનેક પ્રકારે તે પંચાચાર આદિના પાલનસ્વરૂપ અતિ વિસ્તીર્ણ એવા વ્યવહારમાર્ગનો અભ્યાસ કરે છે. પરિણામોની શુદ્ધિપૂર્વક વ્યવહારમાર્ગનું પાલન કરતાં કરતાં તેના કષાયો શાંત થતા જાય છે અને ક્ષમાદિ આત્મિક ભાવો પ્રગટ થવા લાગે છે. ચિત્તને અસ્વસ્થ કરનારી વિષયો સંબંધી ઉત્સુક્તા અલ્પ થતી જાય છે અને ચિત્ત સ્વસ્થ અને શાંત બને છે. જેના પરિણામે સાધક કાંઈક આત્માનો આનંદ માણી શકે છે.
આ સ્વરૂપે તે સહજ એવા આત્મભાવમાં વર્તવા લાગે છે અને ત્યારે તે કષાયોના સ્પર્શ વગરના પોતાના મૂળભૂત સ્વભાવને કાંઈક સંવેદે પણ છે.
વ્યવહારમાં સંપન્ન બનેલો સાધક જ્યારે આત્માના જ્ઞાનમય અને સુખમય સ્વભાવમાં લીન બને છે, ત્યારે પણ પ્રકૃતિગત જગતના સર્વ ભાવોનું પ્રતિબિંબ તેના ચિત્ દર્પણમાં = જ્ઞાનરૂપી દર્પણમાં તો પડે જ છે. એટલે કે, તેને જગતવર્તી બાહ્ય પદાર્થોનું જ્ઞાન તો થાય છે, તે સર્વ ભાવોને જુવે અને જાણે પણ છે; છતાં સહજ રીતે આત્મભાવમાં લીન હોવાને કારણે દુનિયાના સામાન્ય લોકોની જેમ સાધકને બાહ્ય ભાવો સ્પર્શી શકતા નથી, તેને તેમાં રતિ-અરતિ કે રાગ-દ્વેષ પણ થતા નથી અને તે ભાવોમાં તેની કોઈ પ્રવૃત્તિ પણ થતી નથી. તેથી જ ગ્રંથકારશ્રી કહે છે કે, જે સહજ આત્મભાવમાં વર્તતો હોય તે જગતના વિવર્તામાં = બદલાતા પર કેવી રીતે વર્તે – પ્રવર્તે ? અર્થાત્ ન જ વર્તે, ન જ પ્રવર્તે.. જેકવો અવતરણિકા :
યોગીને ચિન્માત્રમાં જ પક્ષપાત છે તે જણાવી હવે ગ્રંથકારશ્રી પોતાને પણ ક્યાં પક્ષપાત છે, તે જણાવતાં કહે છેશ્લોક :
भवतु किमपि तत्त्वं बाह्यमाभ्यन्तरं वा, हृदि वितरति साम्यं निर्मलष्टिाद्विचारः । तदिह निचितपञ्चाचारसञ्चारचारुस्फुरितपरमभावे पक्षपातोऽधिकों नः ॥६१॥ (मालिनी)
૪
૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org