________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર આત્મામાત્રમાં પક્ષપાતવાળો એટલે કે શુદ્ધ આત્મભાવને પામવાની ઇચ્છાવાળો યોગી સવારનું આકાશ જેમ સૂર્યને પામે છે, તેમ ટૂંક સમયમાં જ કેવળજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરે છે.
વિશેષાર્થ :
૧૨૬
સર્વ સાધનાનું અંતિમ લક્ષ્ય તો દોષમુક્તિ અને ગુણપ્રાપ્તિનું જ હોય છે. તે લક્ષ્યને આંબવાનો સુંદર માર્ગ જણાવતાં ગ્રંથકારશ્રી આ શ્લોકમાં કહે છે કે, જે સાધકને પોતાના ચિત્તમાં વર્તતા દોષોને કાઢવા હોય તેણે સતત ચિત્તવૃત્તિનું સમ્યગ્ અવલોકન કરવું જોઈએ. ઝીણવટપૂર્વક પોતાના વાણી, વર્તન અને વિચારોના મૂળસ્રોતને શોધવા પ્રયત્ન કરવો જોઈએ. તે મૂળમાં કયા કષાયો વર્તે છે, તેની એક અંતરંગ નોંધ તૈયાર કરવી જોઈએ, અને તે દોષોને કાઢવાનું બુદ્ધિપૂર્વકનું આયોજન ઘડવું જોઈએ. ઘડેલા આયોજન (plan) પ્રમાણે પ્રયત્ન કરીને સાધકે કષાયોથી મુક્ત થઈ મોક્ષ, અસંગભાવ, પરમ ઔદાસીન્ય વગેરે ઉચ્ચ ભૂમિકાઓને અનુરૂપ ભાવો ચિત્તમાં ઉત્પન્ન કરવા જોઈએ, સાધકનો આ સઘળો પ્રયત્ન એ આંતરિક પુરુષાર્થ છે.
અંતરંગ પરિણામોની શુદ્ધિ કરવાના આયોજનમાં મુખ્ય સ્થાન પોતાની દશા કે ભૂમિકાના નિર્ણયને આપવું જોઈએ. જો વિશ્લેષણ કરતાં એવું જણાય કે, ચિત્ત પૌદ્ગલિક ભાવોની અસરતળે આવી જાય છે તો સમજવું જોઈએ કે, હજી વ્યવહારદશા છે. જો પૌદ્ગલિક ભાવોથી પર થઈને ચિત્ત ધ્યાનાદિમાં લીન થઈ શકે તેવું જણાય તો સમજવું કે નિશ્ચયની દશા છે. વ્યવહારદશામાં પણ કયા ગુણસ્થાનકને અનુરૂપ ચિત્તની ભૂમિકા છે, તે પણ નક્કી કરવું જોઈએ. અપુનર્બંધકની કક્ષા છે કે અવિરતસમ્યગ્દર્શનની ભૂમિકા છે, દેશવિરતિના પરિણામો સ્પર્શે છે કે સર્વવિરતિના, વગેરે પણ નિશ્ચિત કરવું જોઈએ.
દરેક દૃષ્ટિકોણથી દશાનો નિર્ણય કર્યા પછી પોતાની શારીરિક અને માનસિક શક્તિનું માપ કાઢવું જોઈએ. જેમકે કુરગડુ મુનિની આત્મિક પરિણતિ-મનોગતભાવો છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકના હતા પણ તેમની શારીરિક શક્તિ માત્ર નવકારશી કરવાની હતી તો તેઓ અનશન આદિના બદલે વિગઈ ત્યાગ આદિ તપ કરી ઉત્તમ સાધના કરતા હતા. આ જ દર્શાવે છે કે, તેઓમાં વિશિષ્ટ તપ ક૨વાની શારીરિક શક્તિ નહોતી; પરંતુ તપનો પરિણામ જીવંત હતો.
દશા અને શક્તિનો નિર્ણય કર્યા પછી જે સાધક તેને અનુરૂપ ઉદ્યમ એટલે મહેનત કરે છે, તેના માટે સફળતા સહજ બને છે. આ સિવાય જે અનુષ્ઠાન કરવાની શક્તિ ન પહોંચતી હોય કે જે ભૂમિકા નિષ્પન્ન ન થઈ હોય, તે ભૂમિકામાં પ્રયત્ન કરવાથી સાધકને સફળતા મળતી નથી. સફળતા ન દેખાવાને કા૨ણે ક્યારેક હતાશા, દીનતા વગેરે દોષો ઘર કરી જાય છે. ક્યારેક તો શક્તિ આદિનો નિર્ણય કર્યા વગર, કાર્ય ક૨વાથી સાધક યોગમાર્ગથી હારી જાય છે અને અનુષ્ઠાનની અસામર્થ્યતાનું અવળું ચિંતન કરી બોધિદુર્લભ પણ બની જાય છે, તેથી પોતાનાથી ઉપરની ભૂમિકા પ્રત્યે સાધકને બળવાન રુચિ હોવા છતાં, ત્યાં તેને ઉદ્યમ ન ક૨વો જોઈએ. સામર્થ્ય ન હોય ત્યાં હૈયાનો આદર અને બહુમાન રાખી અનુદ્યમ કરવો તે જ શ્રેયકારી છે. આવો ઉદ્યમ અને અનુદ્યમ બન્ને ઉત્તમ કહેવાય છે.2
2.
X X X યથાવત્ઝમનુદ્યમમુદ્યમ્ ૨ ર્વ' આ મૂળગાથાના શબ્દોનો અર્થ એવી રીતે પણ કરી શકાય કે, પોતાની શક્તિ અનુસાર આત્મહિતકર પ્રવૃત્તિમાં ઉત્તમ ઉદ્યમ કરવો અને આત્મા માટે અહિતકર હોય તેવી પ્રવૃત્તિમાં ઉદ્યમ ન કરવો અથવા તેની ઉપેક્ષા ક૨વી આમ છતાં અમોને ઉપરોક્ત અર્થ વધુ યોગ્ય લાગવાથી આ રીતે વિવેચન કરેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org