________________
જ્ઞાનયોગનું ફળ – ગાથા-૫૯
જ્ઞાનયોગનું ફળ
ગાથા-૫૯-૬૦-૬૧-૬૨-૬૩-૬૪-૬૫
જ્ઞાનયોગ અધિકારનો ઉપસંહાર કરતાં નિર્વિકલ્પ સમાધિ અને જ્ઞાનયોગનું સ્વરૂપ બતાવી તેનું ફળ
બતાવે છે
શ્લોક :
इत्थं यथाबलमनुद्यममुद्यमं चं
कुर्वन् ं दशानुगुणमुत्तममान्तरार्थे । चिन्मात्रनिर्भरनिवेशितपक्षपातः
प्रातर्युरैत्नमिवै दीप्तिमुपेर्ति योगी" ॥५९॥ (वसन्ततिलका)
૧૨૫
શબ્દાર્થ :
9. રૂi - આ રીતે ૨. જ્ઞાન્તરાર્થે - અંતરંગ પરિણામોના વિષયમાં રૂ. વૅજ્ઞાનુત્તુળમ્ - ચિત્તની ભૂમિકાસ્વરૂપ દશાને અનુસાર ૪. યથાવતમ્ - યથાશક્તિ /૬/૭/૮. ઉત્તમમ્ ૩ઘમમ્ અનુઘમમ્ ૬ - ઉત્તમ ઉદ્યમ અને અનુઘમને ૧. ર્વમ્ - કરતો ૧૦. વિન્માત્રનિર્મરનિવેશિતપક્ષપાતઃ - આત્મામાં અત્યંત સ્થાપિત કર્યો છે પક્ષપાત જેણે 99. યોી - એવો યોગી ૧૨. પ્રાત: વ - પ્રાત:કાળ જેમ ૧રૂ. ઘુરત્નમ્ - સૂર્યને ૧૪. ઉત્ત્પત્તિ - પ્રાપ્ત કરે છે (તેમ) ૧. ટીપ્તિમ્ (ઉત્ત્પતિ) - કાંતિને (પ્રાપ્ત કરે છે) શ્લોકાર્થ :
આ રીતે અંતરંગ પરિણામોને શુદ્ધ કરવા પોતાના ચિત્તની ભૂમિકાસ્વરૂપ દશાને અનુસાર અને પોતાની માનસિક, વાચિક, કાયિક અને આત્મિક શક્તિ પ્રમાણે ઉદ્યમ અને અનુદ્યમ કરતો, આત્મામાં અત્યંત સ્થાપિતપક્ષપાતવાળો યોગી પ્રાતઃકાળ જેમ સૂર્યને પ્રાપ્ત કરે છે, તેમ કેવળજ્ઞાનરૂપી કાંતિને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :
Jain Education International
જ્ઞાનયોગ અધિકારમાં શુદ્ધ આત્મતત્ત્વને પામવાની જે જે વાતો ગ્રંથકારશ્રીએ જણાવી તે સર્વને જાણીને, જે સાધકમાં સતત અંતરંગ પરિણામોને શુદ્ધ કરવાની એટલે કે પોતાના દોષોને કાઢવાની તીવ્ર ઇચ્છા પ્રગટે છે, તે સાધકે સૌ પ્રથમ તો પોતાની ભૂમિકાનો નિર્ણય ક૨વો જોઈએ. તે ભૂમિકાને અનુસાર કરાતાં અનુષ્ઠાનોમાં પોતે કયાં ઉદ્યમ કરી શકે તેમ છે ? અને ક્યાં પોતે ઉદ્યમ કરી શકે તેમ નથી ? તેનો પોતાની માનસિકવાચિક-કાયિક અને આત્મિક શક્તિને આધારે વિચાર કરવો જોઈએ. જ્યાં શક્તિ પહોંચે ત્યાં ઉદ્યમ કરવો જોઈએ અર્થાત્ પ્રયત્ન કરવો જોઈએ અને જ્યાં પોતાની શક્તિ ન પહોંચે ત્યાં ઉદ્યમ ન કરતાં અર્થાત્ પ્રયત્ન ન કરતાં, તેના પ્રત્યે અત્યંત પક્ષપાત એટલે કે આદર રાખવો જોઈએ.1 આ રીતે ઉદ્યમ અને અનુદ્યમ કરતો,
1. જિમ `ગુરુ આર્ય મહાગિરિ, તિમ ઉજમે બલવંત બલ અવિષય નવિ ઉજમેં, શિવભૂતિ હો જિમ ગુરુ હીલંત - ૧૪/૧૬ x x x જિમ આર્યમહાગિરીજી = ઉદ્યમ ક્યો તિમ બલવંત થકો ઉજમેં ક૰ ઉજમાલ થાય, એતલે ભાવ જે સંઘયણ ધૃતિ પ્રમાણે નિર્વાહી શકે તે સુસાધુ ક્રિયા પ્રારંભે. અન્યથા પ્રતિજ્ઞાભંગ થાય તેહવું ન પ્રારંભે, બલ અવિષયક જે ક્રિયામાં પોતાનું બલ ન ચાલે તેહમાં ઉદ્યમ ન કરે.
ગ્રંથકારશ્રીકૃત સાડાત્રણસો ગાથાનું સ્તવન તથા પં. પદ્મવિજયકૃત બાલાવબોધ ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org